Raksha Bandhan 2021: ભાઈને મોકલતા પહેલા જાણો કઈ રાખડી છે બેસ્ટ

18 August, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે બહેનો પોતાના ભાઈઓ માટે સારામાં સારી રાખડી ખરીદવામાં લાગેલી છે. બધી જ બહેનો સુંદર અને સારી રાખડી પોતાના ભાઈ માટે લેવા માગે છે. પણ શું રાખડીની સુંદરતા તમારા ભાઈ માટે શુભ ફળદાયી પણ છે?

તસવીર સૌજન્ય મિડ-ડે

આ રક્ષાબંધનના પાવન પર્વ પહેલા જાણો રાખડીનું મહત્વ. માર્કેટમાં હાલ અનેક કાચા સૂતરની રાખડીથી લઈને રેશમની અને ઉનની રાખડીઓ તેમજ ધાતુની રાખડીઓ પણ મળે છે એવામાં કઈ રાખડી બેસ્ટ છે તે જાણો અહીં. જાણો શું કહે છે આપણાં શાસ્ત્રો અને પુરાણ...

રાખડીનો અર્થ છે રક્ષા સૂત્ર. પૌરાણિક કથાઓમાં રાખડી માટે કાચા સૂતરનો ઉલ્લેખ જોવા મળે છે. એ કાચું સૂતર છે જેને કોઈપણ ધાર્મિક આયોજનના સમયે પંડિત યજમાનના કાંડે રક્ષા મંત્રો બોલતા બોલતાં બાંધે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈતો આ સૌથી ઉત્તમ રક્ષા સૂત્ર એટલે કે રાખડી છે. આથી રક્ષાબંધનના દિવસે પુરોહિતો યજમાનના કાંડે આ દોરો બાંધીને તહેવાર ઉજવતા હોય છે.

રેશમનો દોરો
રાખડીને જૂના ગીતોમાં રેશમથી બનેલી રાખડીનું ગુણગાન ગાવામાં આવ્યું છે. હકિકતે રેશમમાંથી બનેલી રાખડી ખૂબ જ ચમકીલી અને સુંદર દેખાય છે. રેશમને ધર્મગ્રંથોમાં પવિત્ર સૂત્ર તરીકે કહેવામાં આવ્યા છે. જેમ કે તુલસીપત્ર ક્યારેય અશુદ્ધ નછી થતું, સુકાઈ ગયા પછી પણ તુલસીના પાનને ભગવાન પર અર્પિત થઈ શકે છે અને તે જ પ્રકારે રેશમને પણ હંમેશાં શુદ્ધ માનવામાં આવ્યો છે. આ માટે રેશમથી બનેલી રાખડીને ખૂબ જ પવિત્ર અને પ્રેમમાં શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે માટે ભાઈ-બહેનોની રાખડી માટે રેશમની બનેલી રાખડી પણ ઉત્તમ છે.

ઉનમાંથી બનેલી રાખડી
હાલ બજારમાં ઉનમાંથી બનેલી રાખડી પણ ખૂબ જ સરળતાથી મળે છે. આમ તો શાસ્ત્રમાં ઉનની રાખડીનો ઉલ્લેખ નથી. ઉનને પમ શુદ્ધ માનવામાં આવે છે તેથી પૂજા-પાઠમાં ઉનના આસનનો ઉપયોગ કરવામાં આવે છે પણ રાખડી તરીકે ઉનની રાખડીને મધ્ય શ્રેણીની માનવામાં આવે છે.

ધાતુની રાખડી
હાલ બજારમાં સોના-ચાંદીની રાખડીનું પણ ચલણ છે. ધાતુની રાખડી પણ શુદ્ધ માનવામાં આવે છે જેને દરવર્ષે બદલવાની જરૂર નથી હોતી. તમે દર વર્ષે ઇચ્છો તો એકવાર આ રાખડી બનાવીને પહેરી શકો છો. જો કે, રેશમની રાખડી ધાતુની રાખડી કરતા ઉત્તમ છે.

astrology raksha bandhan