નાઇન્ટીઝના માંગટીકા ફરી આવ્યા ટ્રેન્ડમાં

06 November, 2025 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં ટ્રેડિશનલ વેઅર સાથે પહેરાતા માંગટીકાને જેન્ઝી દ્વારા હવે વેસ્ટર્ન આઉટફિટ સાથે સ્ટાઇલ કરવાનું નવું ચલણ વધ્યું છે

પ્રતીકાત્મક તસવીર

નાઇન્ટીઝ અને અર્લી ટ્વેન્ટીઝના સમયમા લેહંગા-ચોલી સાથે માંગટીકા પહેરવાનો ટ્રેન્ડ હતો ત્યારે ફરી એક વાર આ ટ્રેન્ડ નવા અંદાજમાં પાછો આવ્યો છે. પરંપરાગત શૈલીને સમકાલીન સ્પર્શ આપીને પર્ફેક્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનેલા માંગટીકાને હવે જેન-ઝી યુવતીઓ સ્ટ્રૅપલેસ બ્લાઉઝ, ચમકદાર સિલ્કી સાડી સાથે સ્ટેટમેન્ટ ઍક્સેસરી તરીકે સ્ટાઇલ કરી રહી છે. આ જ કારણે માંગટીકા ફરીથી ફૅશનમાં આવ્યા છે. વેસ્ટર્ન વેઅર સાથે માંગટીકા સ્ટાઇલ કરવાથી ફ્યુઝન ટ્‌વિસ્ટ મળે છે અને અત્યારની યુવતીઓ નેવુંના દાયકાની ફૅશનને ફરી જીવવા માગે છે એમ કહેવું ખોટું નથી.

અત્યારે નાના, નાજુક માંગટીકા બહુ ટ્રેન્ડમાં છે. એક નાનું સૉલિટેર અથવા મોતી હોય જે તમારા વેસ્ટર્ન આઉટફિટ સાથે સહજતાથી ભળી જાય એવા ટીકા પહેરવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

મારા લુકને આકર્ષક બનાવવા માટે કૉકટેલ ડ્રેસ પસંદ કરી શકો છો. નેવુંના દાયકામાં સાઇડ પાર્ટેડ હેરસ્ટાઇલ બહુ કૉમન હતી, પણ હવે એવું કંઈ રહ્યું નથી. તમે મિડલ પાર્ટિશન પાડીને હેરસ્ટાઇલ કરો અથવા વાળ ખુલ્લા જ રહેવા દઈને વચ્ચે ટીકો પ્લેસ કરશો તો બહુ મસ્ત લાગશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

fashion fashion news life and style lifestyle news columnists