કમ્ફર્ટેબલ આઉટફિટ તરીકે ફૅશનમાં ઇન-થિન્ગ બની રહ્યાં છે બલૂન પૅન્ટ્સ

27 July, 2026 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન અને ફ્યુઝન લુક આપતાં બલૂન પૅન્ટ્સ દેખાવમાં તો સ્ટાઇલિશ છે જ, પણ ચોમાસાની ઋતુમાં કમ્ફર્ટ અને કૂલ લુકનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે

કમ્ફર્ટેબલ આઉટફિટ તરીકે ફૅશનમાં ઇન-થિન્ગ બની રહ્યાં છે બલૂન પૅન્ટ્સ

સમય જતાં બદલાતા ટ્રેન્ડ્સ વચ્ચે કેટલીક એવી ડિઝાઇનો કમબૅક કરે છે જે માત્ર દેખાવમાં જ સારી નથી હોતી, બદલાતી લાઇફસ્ટાઇલની જરૂરિયાતોની પૂર્તિ પણ કરે છે. અત્યારે બલૂન પૅન્ટ્સનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે. સ્કિની ફિટિંગ, ટાઇટ જીન્સ અને લેગિંગ્સના કમ્ફર્ટલેસ ટ્રેન્ડથી કંટાળેલા યુવાનો હવે ફૅશન સાથે કમ્ફર્ટને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. આ જ કારણે હાઈ-ફૅશન રનવેથી લઈને સ્ટ્રીટ-સ્ટાઇલ સુધી બલૂન પૅન્ટ્સ અત્યારે ટૉક ઑફ ધ ટાઉન બની ગયાં છે. વરસાદને કારણે હવામાનમાં વધતું ભેજ વધુ કૂલ, ક્લાસી અને રિલૅક્સ્ડ લુક આપે છે.

કેવાં દેખાય બલૂન પૅન્ટ્સ?

બલૂન પૅન્ટ્સ લૂઝ ફિટિંગવાળાં પૅન્ટ્સ છે. એ કમર અને હિપ્સના ભાગથી ફિટેડ હોય છે, પણ સાથળ અને ઘૂંટણના ભાગથી થોડાં લૂઝ અને ઘેરાવદાર બને છે. ઍન્કલ પાસે આવતાં જ ફરીથી સાંકડાં થઈ જાય છે અથવા ત્યાં ઇલાસ્ટિક કે પ્લીટ્સ લીધેલી હોય છે. આ આકારને લીધે જ એને બલૂન પૅન્ટ્સ અથવા બૅરલ પૅન્ટ કહેવાય છે. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની આ પૉપ્યુલર ફૅશન જોધપુરી સ્ટાઇલનું મૉડર્ન અને વેસ્ટર્ન સ્વરૂપ છે.
સ્કિની જીન્સની જેમ આ પૅન્ટ્સ પગમાં ચોંટી રહેતાં નથી. એમાં પૂરતી હવા અવરજવર કરી શકે છે, જેથી એ ઑલ-સીઝન ફ્રેન્ડ્લી છે. બલૂન પૅન્ટ્સની ખાસિયત એ છે કે એ પ્લસ સાઇઝથી લઈને સ્લિમ ફિગર ધરાવતાં યુવક-યુવતીઓ પર સારાં લાગે છે. એ હેવી બૉડી પાર્ટ્‍સને સુંદર રીતે કવર કરે છે. તમે એને કૅઝ્યુઅલ, સેમી-ફૉર્મલ કે ઇન્ડો-વેસ્ટર્ન એમ ત્રણેય લુક માટે રીસ્ટાઇલ કરી શકો છો. આ પૅન્ટ્સ અત્યારે કૉટન, લિનન, ડેનિમ અને સિલ્કમાં મળી આવે છે જે ક્લાસી લુક આપે છે.

કેવી રીતે કરશો સ્ટાઇલિંગ?

જો તમે કૉલેજ, શૉપિંગ કે મિત્રો સાથ આઉટિંગ કરવા જઈ રહ્યા હો તો બલૂન પૅન્ટ્સ સાથે ક્રૉપ્ડ ટૉપ્સ અથવા ફિટેડ ટી-શર્ટ્‍સ બહુ મસ્ત લાગશે. ટી-શર્ટને ટક-ઇન કરવાનું નહીં ભૂલતા. આ લુક સાથે વાઇટ સ્નીકર્સ અથવા ચન્કી સૅન્ડલ્સ પર્ફેક્ટ લાગશે.
ઑફિસ અથવા સેમી-ફૉર્મલ લુક જોઈએ તો લિનન કે સૉફ્ટ ફૅબ્રિકના બ્લૅક, બેજ અથવા ઑલિવ ગ્રીન બલૂન પૅન્ટ્સ સાથે ફૉર્મલ શર્ટ સ્ટાઇલ કરી શકાય. શર્ટને ટક-ઇન કરીને ઉપર સ્લિક બેલ્ટ લગાવો, સાથે ફુટવેઅરમાં ફ્લૅટ્સ પહેરવાથી પ્રોફેશનલ છતાં ફૅશનેબલ લુક મળશે.
ઇન્ડો-વેસ્ટર્ન લુક મેળવવા માટે પ્લેન બલૂન પૅન્ટ્સ સાથે શૉર્ટ કુરતી અથવા અનારકલી સ્ટાઇલ શૉર્ટ ટૉપ પહેરો. સાથે સિલ્વર ઑક્સિડાઇઝ્ડ જ્વલેરી અને મોજડી પહેરવાથી તહેવારો કે 
ગેટ-ટુગેધર માટે ફ્યુઝન લુક મળશે.
જો તમારી હાઇટ ઓછી હોય તો જે કલરનું પૅન્ટ હોય એ જ કલરનું ટૉપ પહેરો. એનાથી તમારી હાઇટ વધુ લાગશે. આ લુક સાથે હીલ્સ પહેરવાથી પર્સનાલિટી એન્હૅન્સ થશે.

lifestyle news life and style fashion news fashion exclusive