હૉટ લુક માટે કૂલ કલર

23 March, 2021 12:41 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આ અભિનેત્રીઓના ડિઝાઇનર પીઓપી (પ્લાસ્ટર ઑફ પૅરીસ જેવો) વાઇટ ડ્રેસિસ ખાસ્સા પૉપ્યુલર બની રહ્યા છે ત્યારે એની લેટેસ્ટ સ્ટાઇલમાં કેવા ઇનોવેટિવ આઇડિયા ઍડ કરવામાં આવ્યા છે એ જાણી લો.

હૉટ લુક માટે કૂલ કલર

કિયારા અડવાણી, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર જેવી હૉટ ઍન્ડ યંગ ઍક્ટ્રેસનો કૂલ સમર લુક ફૅશનેબલ વિમેન માટે હૉટ ટૉપિક બન્યો છે. આ અભિનેત્રીઓના ડિઝાઇનર પીઓપી (પ્લાસ્ટર ઑફ પૅરીસ જેવો) વાઇટ ડ્રેસિસ ખાસ્સા પૉપ્યુલર બની રહ્યા છે ત્યારે એની લેટેસ્ટ સ્ટાઇલમાં કેવા ઇનોવેટિવ આઇડિયા ઍડ કરવામાં આવ્યા છે એ જાણી લો.
વેસ્ટર્ન આઉટફિટ્સ
ઇન્ડિયામાં નવી ફૅશન બૉલીવુડ ઍક્ટ્રેસથી આપણા વૉર્ડરોબ સુધી પહોંચે છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં કિયારા અને દીપિકાના આઉટફિટ્સને યંગ વિમેન સૌથી વધુ ફૉલો કરી રહી છે એવી માહિતી આપતાં કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર હિરલ મહેતા કહે છે, ‘સમર લુકમાં પીઓપી (પૉપ) વાઇટ પહેલી ચૉઇસ બનતાં આ કલરમાં નવી પૅટર્ન લૉન્ચ થતી રહે છે. આ વર્ષે સ્ટ્રાઇપ્સવાળાં પેન્ટ્સની ઉપર ખૂલતાં ટૉપ ટ્રેન્ડમાં છે. સ્કિનથી દૂર હવામાં લહેરાતા ખૂલતાં શૉર્ટ ટૉપમાં વેરિએશન ઍડ કરવા ડિઝાઇનરોએ વેસ્ટલાઇનથી સહેજ ઉપર પેટ સુધી અને નાભિથી નીચે સુધીની સાઇઝ માર્કેટમાં મૂકી છે. ક્રૉપ ટૉપ અને ફુલ ટૉપની વચ્ચેની સાઇઝ હોવાથી યંગ ગર્લ તેમની વેસ્ટલાઇનને હાઇલાઇટ કરી હૉટ લુક મેળવી શકે છે. સમરમાં કૂલિંગ ઇફેક્ટ આપતાં અને કમ્ફર્ટ ફીલ કરાવતા આઉટફિટ્સમાં હૉટ દેખાઓ એ મેસેજ છે. યંગ સ્લિ મ ગર્લ્સને સ્પોર્ટી લુક આપે છે. પૉપ વાઇટ કલરમાં સ્પૅગેટી ટાઇપનાં ટી-શર્ટ પણ ટ્રેન્ડી છે. સ્ટનિંગ ઍન્ડ કૉર્પોરેટ લુક માટે ડિઝાઇનરોએ કૉલર નેક ઇન્ટ્રોડ્યુસ કર્યા છે.’
ઇન્ડિયન અટાયર
કોઈ પણ નવો કલર વેસ્ટર્ન આઉટફિટ્સમાં પૉપ્યુલર થયા બાદ ડિઝાઇનરો એને ઇન્ડિયન અટાયરમાં ઢાળે છે. આપણે એ રીતે ઍક્સેપ્ટ કરવા ટેવાયેલા છીએ. હિરલ કહે છે, ‘લેટેસ્ટ ટ્રેન્ડમાં રહેવા માગતા હો તો તમારા સમર કલેક્શનમાં પોપ વાઇટ ચિકન કુરતા ઇઝ મસ્ટ. બૉટમમાં વાઇટ ચિકન પલાઝો પીચ કલરની મોજડી સાથે પહેરવાથી અટ્રૅક્ટિવ લાગે છે. એમાંય ક્રોશિયો લેસવાળા કુરતા યંગ ગર્લ્સને વધુ આકર્ષે છે. હવે ફરીથી સાડીની ફૅશન આવી છે તેથી પોપ વાઇટમાં સેમ કલર કૉમ્બિનેશન સાથે એને ટ્રાય કર્યું છે. શોલ્ડર અને આર્મ્સ ઓપન હોય એવું સ્પૅગેટી ટાઇપનું એકદમ શૉર્ટ બ્લાઉઝ વિથ પ્લેન સાડી પાર્ટીમાં સોબર લુક આપે છે. બ્લાઉઝમાં સીક્વન્સ અને એમ્બ્રૉઇડરી વર્કની પણ ફૅશન છે. જોકે સેમ કલર મૅચ કરતી વખતે ફૅબ્રિકનું ખાસ ધ્યાન રાખવું.’
બ્રૅન્ડેડ કલેક્શનમાં લાઇટ કલર પર વધુ ફોકસ કરવામાં આવતું હોવાથી પૉપ વાઇટ કલર ફૅશનિસ્ટા વિમેનની ફર્સ્ટ ચૉઇસ બન્યો છે. સમરમાં તો આ કલેક્શન ખાસ ઊપડે છે. પૉપ વાઇટ કલરના આઉટફિટ્સમાં તમે ટોળામાં જુદા તરી આવો છો.

કલર-કૉન્ટ્રાસ્ટ
વાઇટમાં ડાર્ક કલરનો કૉન્ટ્રાસ્ટ ઍડ કરવાથી ઊઠે છે, પરંતુ હવે એ આઉટડેટેડ છે. અત્યારે વેસ્ટર્ન આઉટફિટ્સમાં લાઇટ કૉન્ટ્રાસ્ટ અને ઇન્ડિયન અટાયરમાં સેમ કલર ચાલે છે. પીઓપી કલરના વેસ્ટર્ન ટૉપની નીચે પીચ, સ્કાય બ્લુ, સી ગ્રીન, પિસ્તા જેવા લાઇટ અને વાઇબ્રન્ટ કલર્સનું કૉમ્બિનેશન મૅચ કરી ડિઝાઇનરોએ નવો ટ્રેન્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ઇન્ડિયનમાં સેમ કલર સાથે લાઇટ કલરની ઍક્સેસરીઝ ઍડ કરવી. બ્રૅન્ડેડ શોરૂમમાં હાલમાં આવું જ કલેક્શન જોવા મળશે જે વેસ્ટર્ન કલ્ચરમાંથી અડૉપ્ટ થયું છે.

fashion news fashion columnists Varsha Chitaliya