14 October, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જૉલાઇન ન દેખાતી હોય તો યુવતીઓ એમ કહે છે કે મારો ફેસ શેપમાં નથી. એને શેપમાં લાવવા મોંઘી સર્જરી અને ક્લિનિકલ ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જોકે અત્યારે ચહેરા પર પાટા બાંધીને ફેસને શેપમાં કરી શકાય એવી ટ્રીટમેન્ટ ટ્રેન્ડ કરી રહી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર ફેશ્યલ બૅન્ડ્સ ટ્રીટમેન્ટને બહુ જ પસંદ કરવામાં આવી રહી છે ત્યારે આ ટ્રીટમેન્ટ કેવી રીતે કામ કરે છે અને એ ખરેખર ફાયદો આપે છે એ વિશે જાણીએ.
ફેશ્યલ બૅન્ડ્સને ચિન લિફ્ટિંગ સ્ટ્રૅપ અથવા વી ફેસ સ્કલ્પ્ટિંગ માસ્કના નામથી ઓળખાય છે. આ સ્ટ્રૅચી બૅન્ડને ચહેરાના નીચેના ભાગને થોડું પ્રેશર આપીને ડબલ ચિનને ઘટાડવાનો અને ચહેરાને લિફ્ટ કરે છે જેથી જૉલાઇન પણ ડિફાઇન થાય અને ચહેરાના નીચેનો ભાગ વી શેપમાં દેખાય. કોરિયન બ્યુટી દ્વારા પ્રેરિત આ બૅન્ડ સૉફ્ટ ફૅબ્રિક અથવા સિલિકૉનમાંથી બને છે. એમાં કાન માટેના કટ-આઉટ્સ હોય છે. માથા પર અથવા પાછળના ભાગમાં ઍડ્જસ્ટેબલ વેલ્ક્રો સ્ટ્રૅપ વડે એને બાંધવામાં આવે છે. માર્કેટમાં કેટલાક બૅન્ડ્સ ખાલી સ્ટ્રૅપ જ હોય છે પણ કેટલાક પાટામાં હાયોલ્યુરોનિક ઍસિડ, કોલૅજન, કૅફિન કે પેપ્ટાઇડ્સ જેવાં સિરમ ઇન્ફ્યુઝ કરેલાં હોય છે જે ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે
સ્કિન-ટાઇટનિંગમાં પણ મદદ કરે છે. હકીકતમાં આ ફેશ્યલ બૅન્ડ્સનો ઉપયોગ ફેશ્યલ સર્જરી પછી થાય છે. એ સોજા ઘટાડે છે. ટેમ્પરરી યુઝ માટે આ ટ્રીટમેન્ટ ચાલે, કારણ કે એ ચહેરાને કોઈ જાતની હાનિ નથી પહોંચાડતી. જો કાયમી ધોરણે તમારે ચહેરાને શાર્પ બનાવવો હોય તો ફક્ત ફેશ્યલ બૅન્ડ્સ પૂરતા નથી.