હવે દીવાલો નહીં પણ સીલિંગ બની રહી છે ઘરનું ફોકસ પૉઇન્ટ

22 July, 2026 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટીરિયરની દુનિયામાં અવનવા પ્રયોગો થતા રહે છે ત્યારે ઘરની સીલિંગને આકર્ષક બનાવવા નિતનવા પ્રયોગો થઈ રહ્યા છે. આજકાલ કેવી ડિઝાઇન અત્યારે ટ્રેન્ડ કરી રહી છે એ જાણી લો

હવે દીવાલો નહીં પણ સીલિંગ બની રહી છે ઘરનું ફોકસ પૉઇન્ટ

ઘરના રિનોવેશનની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો દીવાલોના રંગ, મોંઘાં ફર્નિચર અને આકર્ષક પડદા કે લેટેસ્ટ ફ્લોરિંગ-ટ્રેન્ડ વિશે વિચારતા હોય છે. જોકે હવે ઇન્ટીરિયર ડિઝાઇનિંગની દુનિયામાં ઘરની ઘટ એટલે કે સીલિંગને માત્ર પંખો કે લાઇટ લગાવવાની જગ્યા નથી ગણતા. એને ઘરની ફિફ્થ વૉલ તરીકે જોવામાં આવી રહી છે. આજકાલ લોકો પોતાના ઘરને મૉડર્ન લુક આપવા માટે સીલિંગ સાથે કેવા પ્રયોગો કરી રહ્યા છે અને ટ્રેન્ડમાં શું છે એ જાણીએ.

યુનિક એક્સપરિમેન્ટ્સ

સ્ટેટમેન્ટ કલર્સ અને ગ્લૉસી ફિનિશ : હવે લોકો વાઇટને બદલે સીલિંગ પર નેવી બ્લુ, ચારકોલ ગ્રે, ઑલિવ ગ્રીન કે સૉફ્ટ પેસ્ટલ કલર્સ પસંદ કરી રહ્યા છે. હાઈ-ગ્લૉસ પેઇન્ટ્સ રૂમને એક લક્ઝુરિયસ અને ડ્રામૅટિક ટચ આપે છે.

વુડન પૅનલિંગ : સીલિંગમાં લાકડાનો ઉપયોગ સદાબહાર છે. વુડન બીમ્સ અથવા કમ્પ્લીટ વુડન ટેક્સ્ચર રૂમને હૂંફાળો અને એલિગન્ટ લુક આપે છે.

વૉલપેપર અને ટેક્સ્ચર : માત્ર દીવાલો પર જ નહીં, હવે સીલિંગ પર પણ બોલ્ડ અને મૉડર્ન જ્યોમેટ્રિક કે ફ્લોરલ પ્રિન્ટનાં વૉલપેપર્સ લગાવવાનો ટ્રેન્ડ છે.

મલ્ટિ-લેયર્ડ POP ડિઝાઇન : આમાં POP કે જિપ્સમ બોર્ડની મદદથી અલગ-અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે. એક લેયરની અંદર બીજું લેયર અને એમાંથી બહાર આવતી હિડન લાઇટ્સ રૂમને 3D ઇફેક્ટ અને રૉયલ લુક આપે છે.

સ્ટ્રેચ સીલિંગ : આ આજકાલ સૌથી વધુ ઇન-ટ્રેન્ડ છે. આમાં એક ખાસ પ્રકારના PVC મટીરિયલ પર હાઈ-ડેફિનેશન 3D ગ્રાફિક્સ જેમ કે ખુલ્લું આકાશ, વાદળો, તારા કે કોઈ આર્ટ પ્રિન્ટ કરીને એને સીલિંગ પર સ્ટ્રેચ કરીને ફિટ કરવામાં આવે છે. પાછળ LED લાઇટ્સ હોવાને કારણે એવું લાગે છે કે તમે સાચે જ ખુલ્લા આકાશ નીચે બેઠા છો.

મલ્ટિ-લેયર્ડ POP ડિઝાઇન : આમાં POP કે જિપ્સમ બોર્ડની મદદથી અલગ-અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે. એક લેયરની અંદર બીજું લેયર અને એમાંથી બહાર આવતી હિડન લાઇટ્સ રૂમને 3D ઇફેક્ટ અને રૉયલ લુક આપે છે.

વુડન અને જ્યોમેટ્રિક બ્લૉક્સ : સીલિંગ પર લાકડાના કે POPના ત્રિકોણ, હેક્ઝાગોન કે સ્ક્વેર બ્લૉક્સને એવી રીતે ગોઠવવામાં આવે છે કે એ છત પરથી નીચે ઊપસી આવ્યા હોય એવા દેખાય છે. આ મૉડર્ન આર્કિટેક્ચરલ લુક લિવિંગરૂમ માટે બેસ્ટ ગણાય છે.

આટલું ધ્યાનમાં રાખો

જો તમારા રૂમની ઊંચાઈ ઓછી હોય તો બહુ હેવી અથવા ડ્રૉપ-ડાઉન ફૉલ્સ સીલિંગ બનાવવાની ભૂલ ન કરો. એનાથી રૂમ નાનો અને ગૂંગળામણભર્યો લાગશે.
સીલિંગ ડિઝાઇન કરતાં પહેલાં જ લાઇટ્સના પૉઇન્ટ્સ નક્કી કરી લો. સ્માર્ટ લાઇટિંગ સીલિંગની ડિઝાઇનને વધુ ઉભારે છે.
મુંબઈના ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને હંમેશાં વૉટર-રેઝિસ્ટન્ટ અને ક્વૉલિટી મટીરિયલ તેમ જ ઍન્ટિ-ફંગલ પેઇન્ટ્સનો જ ઉપયોગ કરો, જેથી સીલિંગ લાંબો સમય સુધી સુરક્ષિત રહે.

જો દીવાલો પર હેવી ટેક્સ્ચર કે ડાર્ક કલર હોય તો સીલિંગને સિમ્પલ રાખો. જો દીવાલો સોબર હોય તો સીલિંગને સ્ટેટમેન્ટ લુક આપી શકાય.

lifestyle news life and style home decor fashion news fashion exclusive