midday

ડ્રાઇવિંગ કરતી વખતે કે લૉન્ગ ડ્રાઇવ વખતે વાળમાં આવું ક્લચર ન પહેરવું જોઈએ

25 February, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવિંગ કરતી વખતે કે કારમાં લૉન્ગ ડ્રાઇવ પર જતી વખતે વાળ હવાથી લહેરાઈને આંખો સામે ન આવે એ માટે વાળને બાંધવામાં જ શાણપણ છે. જોકે ડ્રાઇવિંગ કરતી વખતે વાળ બાંધવા માટે તમે કઈ હેર ઍક્સેસરીનો ઉપયોગ કરો છો એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
ડ્રાઇવિંગ કરતી વખતે કે લૉન્ગ ડ્રાઇવ વખતે વાળમાં આવું ક્લચર ન પહેરવું જોઈએ

ડ્રાઇવિંગ કરતી વખતે કે લૉન્ગ ડ્રાઇવ વખતે વાળમાં આવું ક્લચર ન પહેરવું જોઈએ

ડ્રાઇવિંગ કરતી વખતે કે કારમાં લૉન્ગ ડ્રાઇવ પર જતી વખતે વાળ હવાથી લહેરાઈને આંખો સામે ન આવે એ માટે વાળને બાંધવામાં જ શાણપણ છે. જોકે ડ્રાઇવિંગ કરતી વખતે વાળ બાંધવા માટે તમે કઈ હેર ઍક્સેસરીનો ઉપયોગ કરો છો એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ટ્રાવેલ દરમ્યાન ક્લચર વાપરવામાં ફૅશન સાથે કોઈ વાંધો નથી, પરંતુ અકસ્માત સમયે એ નાનકડું ક્લચર જીવલેણ સાબિત થઈ શકે છે

ડ્રાઇવ કરતી વખતે વાળ બાંધેલા હોય તો એ વચ્ચે આવતા નથી અને ફોકસ સારું થાય છે, પણ ઘણી વાર અકસ્માતના સમયે વાળ બાંધવા માટે માથામાં નાખેલું હેર ક્લચર તમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી શકે છે. ઇંગ્લૅન્ડમાં એક અકસ્માત થયેલો જેમાં એક મહિલા રોડ-ઍક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. એ મહિલાએ વાળમાં ક્લચર લગાવ્યું હતું જે ઍક્સિડન્ટ સમયે તેના માથામાં ખૂંચી ગયું. મહિલાને ઍક્સિડન્ટને કારણે જેટલી ઈજા ન થઈ એનાથી વધુ ઈજા વાળમાં બાંધેલા ક્લચરને કારણે થઈ. આ ઘટના બાદ મહિલાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મહિલાઓને ડ્રાઇવિંગ કરતી વખતે ક્લચર ન પહેરવાની અપીલ કરી હતી. 

વાળ બાંધવા માટેના જે ક્લચર આવે છે એ પ્લાસ્ટિક અને મેટલ જેવી મજબૂત વસ્તુથી બનેલાં હોય છે. રોડ-ઍક્સિડન્ટ દરમિયાન આ ક્લચર માથાની સાથે ડોક પર પણ ખૂંચી શકે છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી શકે છે. કાર-અકસ્માત દરમિયાન અચાનક ઝટકો લાગે છે. એવામાં કારની સીટ, ડૅશબોર્ડ અથવા બારી સાથે માથું ટકરાઈ શકે છે, જેનાથી ક્લચર માથામાં ઘૂસી શકે છે. એમાં પણ પ્લાસ્ટિક કે લાકડાનું ક્લચર હોય તો એ તૂટી શકે છે અને એના ધારદાર ટુકડા માથામાં ઊંડા ઘાવ કરી શકે છે. અકસ્માત સમયે ઝટકો લાગવાથી માથું પાછળની તરફ જાય છે અને સીટના હેડરેસ્ટ સાથે ટકરાય છે. એવામાં વાળમાં જો ક્લચર લાગેલું હોય તો એ ગળામાં ઘૂસી શકે છે. ઘણી વાર આવી ગંભીર ઈજા જીવલેણ સાબિત થઈ શકે છે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે માથામાં ક્લચર અથવા તો હેરસ્ટિક જેવી ધારદાર હેર ઍક્સેસરીઝનો ઉપયોગ ન કરવો જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે વાળ બાંધવા માટે એવી ઍક્સેસરીઝનો ઉપયોગ કરવો જોઈએ જે સુરક્ષ‌િત અને આરામદાયક હોય. એ માટે તમે ફૅબ્રિકનાં બનેલાં ક્રન્ચિસ, ઇલૅસ્ટિક બૅન્ડનો ઉપયોગ કરી શકો. 

એવી જ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે આરામદાયક કપડાં અને સૅન્ડલ પહેરવાં પણ એટલાં જ જરૂરી છે. હાઈ હીલ્સવાળાં સૅન્ડલ કે ટાઇટ કપડાં અકસ્માતનું જોખમ વધારી શકે છે. ડ્રાઇવિંગ દરમિયાન કમ્ફર્ટેબલ સૅન્ડલ કે શૂઝ પહેર્યાં હોય તો સારી ગ્ર‌િપ મળે છે અને બ્રેકને કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. હાઈ હીલ્સ પહેરેલી હોય તો બ્રેક અને એસ્કેલેટરને ઑપરેટ કરવામાં મુશ્કેલી થઈ શકે. એવી જ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે ટાઇટ જીન્સ, ભારી લેહંગો, લાંબો દુપટ્ટો અને હેવી સાડી પહેરવાનું ટાળવું જોઈએ. એ સિવાય ડ્રાઇવિંગ કરતી વખતે સનગ્લાસિસ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે એ વિઝિબિલિટી ઓછી કરી શકે છે. 

fashion news fashion life and style health tips road accident columnists