ડબલ ડેનિમ : હૈ પુરાના પર ફિર ભી હર બાર લગે નયા

08 January, 2024 08:14 AM IST  |  Mumbai | Heena Patel

આમ તો આ ટ્રેન્ડ વર્ષો જૂનો છે, પણ હૅન્ડસમ લુક માટે એની પૉપ્યુલૅરિટી અકબંધ છે અને એટલે જ આજકાલ ડેનિમમાં તમને ફૉર્મલ બ્લેઝર, કુરતા, કો-ઑર્ડ સેટ્સ અવેલેબલ થયા છે ઉપરાંત સ્ટાઇલ અને કલર્સમાં પણ મલ્ટિપલ ઑપ્શન મળી જાય છે

પ્રતીકાત્મક તસવીર

પુરુષો માટે ડેનિમ એવી ફૅશન છે જે એવરગ્રીન અને ક્લાસી છે. એટલે જ ૧૯મી સદીમાં મજૂરો માટે બનાવવામાં આવેલાં ડેનિમ આજે ૨૦૨૪માં પણ એટલાં જ ટ્રેન્ડમાં છે. શરૂઆતમાં તો ફક્ત ડેનિમનાં જીન્સ જ બનતાં હતાં, પણ પછીથી ડેનિમનાં જૅકેટ પણ બનવા લાગ્યાં. એ પછીથી ડબલ ડેનિમનો પણ ટ્રેન્ડ આવ્યો. હવે ડેનિમ માત્ર યંગસ્ટર સુધી સીમિત નથી રહ્યાં. ડેનિમ તમને સ્ટાઇલિશ લુક તો આપે જ છે સાથે-સાથે એ પહેરવામાં પણ ખૂબ કમ્ફર્ટેબલ હોય છે. સમય સાથે ડેનિમના ટ્રેન્ડમાં અનેક ફેરફાર થયા છે, પણ એ ક્યારેય આઉટ ઑફ ફૅશન થયા નથી. 
મોનોક્રોમનો ટ્રેન્ડ | ડબલ ડેનિમ, જેને ડેનિમ ઑન ડેનિમ પણ કહેવાય છે એ ટ્રેન્ડમાં હાલમાં શું ચાલે છે એ વિશે વાત કરતાં સેલિબ્રિટી ફૅશન સ્ટાઇલિસ્ટ જિનલ નાગડા કહે છે, ‘આજકાલ મોનોક્રોમ લુક ખૂબ ટ્રેન્ડમાં છે. એટલે કે એમાં ટૉપ અને બૉટમ બંને સેમ કલર અને શેડનાં હોય અથવા તો બંનેમાં એકદમ લાઇટ ડિફરન્સ હોય. જેમ કે ઉપર ડાર્ક બ્લુ શર્ટ હોય તો નીચે જીન્સ પણ ડાર્ક બ્લુ જ હોય. પહેલાં એવું હતું કે જનરલી લોકો ઉપર અને નીચે સેમ ટુ સેમ કલર અવૉઇડ કરતા હતા અથવા જો કલર સેમ હોય તો જે શેડ હોય એ લાઇટ અને ડાર્ક પહેરતા હતા પણ હવે એવું રહ્યું નથી.’ 

સ્માર્ટ કૅઝ્યુઅલ વેઅર | જનરલી ડેનિમ કૅઝ્યુઅલ વેઅરમાં આવે, પણ આજકાલ ડેનિમનો સ્માર્ટ કૅઝ્યુઅલ વેઅર તરીકે પણ ઉપયોગ થાય છે એમ જણાવતાં જિનલ નાગડા કહે છે, ‘તમે જોશો તો આજકાલ ડેનિમનાં બ્લેઝર પણ આવે છે, જે તમે કૅઝ્યુઅલ ફ્રાઇડેના પહેરી શકો છો. ઘણી ઑફિસોમાં શુક્રવારના દિવસે એમ્પ્લૉઈઝને કૅઝ્યુઅલ વેઅર પહેરવાનું અલાઉડ હોય છે. આજકાલ ડેનિમ પ્લસ ફૉર્મલ બ્લેઝર પણ ટ્રેન્ડમાં છે, જેમાં અડધુ બ્લેઝર ડેનિમ જીન્સનું અને અડધુ બ્લેઝર બીજા ફૅબ્રિકનું હોય. આ પણ એક સ્માર્ટ કૅઝ્યુઅલ વેઅર છે. જોકે ડેનિમના બનેલા કેટલાક પ્રૉપર ફૉર્મલ બ્લેઝર પણ મળે છે, જે તમે સરખી રીતે શર્ટ અને ટાઇ સાથે પહેરીને ઑફિસમાં જાઓ તો ચાલે.’ 

બ્લુ સિવાયના કલર પણ લાગશે બેસ્ટ | ડેનિમનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણા મગજમાં બ્લુ કલર આવે. નો ડાઉટ કે મોટા ભાગે લોકો બ્લુ કલરનાં ડેનિમ જૅકેટ પહેરવાનું પ્રિફર કરે છે. બ્લુ કલરમાં પણ લાઇટથી લઈને ડાર્ક કલરના મલ્ટિપલ ઑપ્શન અવેલેબલ છે, જે પહેરવામાં ક્લાસી લાગે છે. જોકે લોકો આજકાલ બીજા ઑપ્શન પણ એક્સપ્લોર કરતા થઈ ગયા છે જેમ કે ગ્રે, ચારકોલ, વાઇટ, ક્રીમ, લાઇટ પિન્ક વગેરે. તમે જોશો તો આજકાલ બૉય્ઝ પણ બધા જ કલરના આઉટફિટ પહેરે છે.

મલ્ટિપલ ઑપ્શન અવેલેબલ | ડેનિમનાં જીન્સ અને જૅકેટ જ આવે એવું નથી, ડેનિમમાં પણ તમને ઘણી વરાઇટીના આઉટફિટ મળશે જેમ કે ઓવરસાઇઝ શર્ટ, સ્લીવલેસ જૅકેટ, ડેનિમ કો-ઑર્ડ વિથ શૉર્ટ્સ વગેરે. તમે જોશો તો ડેનિમના લૉન્ગ કુરતા પણ આવે છે. ડેનિમના કુરતા તમે વેડિંગ કે રિસેપ્શનમાં ન પહેરી શકો, પણ દિવાળી પાર્ટી કે રક્ષાબંધન જેવા ઓકેઝન પર તો પહેરી જ શકો છો. 

થ્રી સ્ટાઇલિંગ ટિપ્સ | ડેનિમ ઑન ડેનિમ લુકમાં તમે ટી-શર્ટ પર ડેનિમનું જૅકેટ અને નીચે જીન્સ પહેરશો તો તમને એક સ્ટાઇલિશ લુક મળશે. જેમ કે વાઇટ ટી-શર્ટ પર બ્લુ કલરનું ડેનિમનું જૅકેટ અને નીચે બ્લૅક જીન્સ, જે પાર્ટીવેઅર માટે બેસ્ટ ઑપ્શન છે. જો તમને એક કૂલ લુક જોઈતો હોય તો તમે ડેનિમ શર્ટ સાથે રિપ્ડ જીન્સ પહેરી શકો છો. જેમ કે ગ્રે કલરના રિપ્ડ જીન્સ પર વાઇટ કલરનું ડેનિમનું શર્ટ. એક સ્માર્ટ કૅઝ્યુઅલ લુક માટે તમે તમારા ડબલ ડેનિમ લુકમાં એક બ્લેઝર પણ ઍડ કરી શકો છો. જેમ કે સ્કાય બ્લુ શર્ટ ઉપર નેવી બ્લુ કલરનું ફૉર્મલ ડેનિમ જૅકેટ અને નીચે ડેનિમનું ખાખી ફૉર્મલ પૅન્ટ. 

columnists fashion news fashion