યોગ્ય કલર શેડ્સની પસંદગી તમારા સ્માઇલને વધુ બ્રાઇટ બનાવશે

03 October, 2025 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જાણીને એવું લાગતું હશે કે રંગો સાથે સ્માઇલનું શું કનેક્શન હોય, પણ હકીકત એ છે કે તમારા સ્મિતને વધુ સુંદર બનાવવામાં કલર્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે

પ્રતીકાત્મક તસવીર

સ્માઇલ માત્ર ચહેરાની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિના આત્મવિશ્વાસ અને પૉઝિટિવિટીનો પરિચય પણ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા સ્માઇલને વધુ બ્રાઇટ બનાવવા માટે ફક્ત દાંતની સફેદી નહીં પણ તમારાં કપડાંના રંગો, લિપ કલર્સ અને કપડાંની પસંદગી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે? યોગ્ય રંગો અને સ્ટાઇલ પસંદ કરવાથી તમારું સ્માઇલ કુદરતી રીતે વધુ બ્રાઇટ, પ્રભાવશાળી બની શકે છે.

સ્માઇલને વધુ સુંદર બનાવશે આ લિપ કલર્સ

લિપ કલર્સ પણ સ્માઇલને હાઇલાઇટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા સ્માઇલને સૂટ થાય એવી લિપસ્ટિક લગાવવાથી પણ તમારા ચહેરાનો લુક એકદમ બદલાઈ શકે છે. રોજિંદા લુક માટે ન્યુટ્રલ પિન્ક કલરના શેડ્સની લિપસ્ટિક તમારી સ્માઇલને નૅચરલ, સૉફ્ટ અને કોમળ લુક આપશે. બ્રાઇટ રેડ કલર્સ તમારા લિપ્સને હાઇલાઇટ કરવાની સાથે તમારા સ્મિતને બોલ્ડ અને આત્મવિશ્વાસભર્યું દેખાડશે. કૂલ કલર ટોનના આઉટફિટ્સ પર આવા કલર્સ ચાલે, પણ કોઈ વાર તહેવાર કે પ્રસંગ દરમિયાન પહેરશો તો સારું લાગશે. બેરી શેડ ટોન્સ એટલે કે લાઇલેક અથવા ડાર્ક પિન્ક શેડ્સ ચહેરાને ફ્રેશ લુક આપવાની સાથે તમારા સ્માઇલની સુંદરતાને વધારે છે. ખાસ પ્રસંગોમાં શાઇની અને મેટાલિક ટચ આપતા કલર ટોન્સની લિપસ્ટિક તમને વધુ ગ્લૅમરસ દેખાડશે અને સ્માઇલ પરનું ફોકસ બમણું થઈ જાય છે.

રંગોનું સ્માઇલ સાથે કનેક્શન

રંગો માત્ર દેખાવને બદલે છે એવું નથી પરંતુ એ તમારી સ્માઇલના તેજ અને દાંતના રંગ પર પણ સીધી અસર કરે છે. ઘણી વાર દાંતની યલોનેસ દૂર થતી નથી અને આ જ કારણે લોકો સ્માઇલ કરવામાં કૉન્ફિડન્ટ ફીલ કરતા નથી, પણ તમારા આઉટફિટના રંગોની મદદથી દાંત પ્યૉર વાઇટ ન હોય તો પણ એ તમારા સ્માઇલને સારું દેખાડે છે. આ માટે કલર્સના કૂલ ટોન્સ એટલે કે મિન્ટ ગ્રીન, બ્લુ કલરના બધા શેડ્સ, પર્પલ અને લાઇલેક જેવા કલર્સ દાંતના પીળા પડેલા શેડ્સને કૉન્ટ્રાસ્ટ લુક આપે છે અને તમારા દાંતને બદલે સ્માઇલ હાઇલાઇટ થવા લાગે છે. યલો, ઑરેન્જ, રેડ અને પીચ કલર્સ જેવા બ્રાઇટ ટોન્સ જેવા શેડ્સ તમારા દાંતને વધુ પીળા દેખાડી શકે છે અને સ્માઇલની નૅચરલ બ્રાઇટનેસ ઓછી કરી શકે એટલે આવા રંગો પહેરવાનું ટાળવું જોઈએ.

નેકલાઇનવાળાં આઉટફિટ્સનો પ્રભાવ

રંગો અને લિપ કલર્સ સિવાય નેકલાઇન પણ તમારા સ્માઇલને ચમકાવવામાં મદદ કરે છે. વી નેકલાઇનવાળાં આઉટફિટ્સ ચહેરા અને સ્માઇલને હાઇલાઇટ કરે છે ત્યારે સ્કૂપ નેકવાળાં આઉટફિટ્સ તમારા સ્માઇલને સ્વાભાવિક રીતે બ્રાઇટ બનાવે છે. આઉટફિટ્સની પસંદગી કરતી વખતે હાઈ નેકલાઇન અને ટર્ટલ નેક હોય એવાં કપડાં પહેરવાનું ટાળજો કારણ કે એ ચહેરાથી ધ્યાન હટાવી શકે છે.

ટિપ્સ

ચહેરાને હાઇલાઇટ કરવા માટે ઇઅર-રિંગ્સ અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો.
ફોટોગ્રાફ્સ માટે ખાસ કરીને બ્લુ કે પર્પલ શેડ્સ પહેરો, કારણ કે એ સ્માઇલને તરત જ કૅમેરા-રેડી બનાવે છે.
હોઠ પર હાઈ ગ્લૉસ લિપગ્લૉસ તમારા સ્માઇલને થ્રી-ડી અને બ્રાઇટ બનાવે છે. થોડા ડાર્ક શેડનું લિપ લાઇનર લગાવવાથી તમારું સ્માઇલ ડિફાઇન પણ થશે.
મેકઅપમાં ફક્ત લિપસ્ટિક પર ફોકસ કરવાને બદલે સ્માઇલને હાઇલાઇટ કરવા રોઝી બ્લશ અને ન્યુડ કલરનો આઇશૅડો યુથફુલ લુક આપે છે.

fashion fashion news life and style lifestyle news columnists