29 September, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડોર પ્લાન્ટ્સ
અત્યાર સુધી આપણે ઘરમાં છોડ લાવતી વખતે એની સાઇઝ, સુંદરતા કે એની કૅર કેટલી ઈઝી છે એ જ જોતા હતા. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે પ્લાન્ટ્સ તમારા ઘરના વાઇબ્સ અને મૂડ સેટ કરવા માટે પણ બેસ્ટ ઑપ્શન બન્યા છે. લીલો રંગ શાંતિ આપે, પીળો મૂડ ફ્રેશ કરે અને ગુલાબી-સફેદ રંગ હૂંફ આપે. ઘરમાં કેવું વાતાવરણ જોઈએ છે એના આધારે પ્લાન્ટ પસંદ કરવાની આ મજાની રીત જાણી લો.
લાલ રંગ એટલે ફુલ-ઑન એનર્જી અને બોલ્ડનેસ. જો રૂમમાં એવો કોઈ કૉર્નર બનાવવો હોય જે પહેલી જ નજરે બધાનું ધ્યાન ખેંચે તો લાલ ફૂલોવાળો પ્લાન્ટ બેસ્ટ છે. એન્થુરિયમ આ માટે પર્ફેક્ટ છે. લીલાંછમ પાંદડાં વચ્ચે ખીલેલાં લાલ ફૂલો એકદમ આકર્ષક લાગે છે. જો ઘરનું ફર્નિચર સિમ્પલ કે સિંગલ ટોનનું હોય તો લાલ કલરનો સ્પર્શ આખી જગ્યાને લાઇવ કરી દે છે.
પીળો રંગ એટલે સૂર્યનો પ્રકાશ, ખુશી અને પૉઝિટિવ એનર્જી. ઘરના જે ખૂણામાં થોડી જીવંતતા અને ઉત્સાહ જોઈતો હોય ત્યાં પીળાં ફૂલોવાળા પ્લાન્ટ્સ મૂકો. સૂર્યમુખી કે એવાં બીજાં પીળાં ફૂલોવાળા છોડ લિવિંગરૂમમાં, બાલ્કનીમાં કે વિન્ડો ગ્રિલ પર રાખવાથી રૂમ એકદમ ખીલેલો લાગે છે. વર્ક ફ્રૉમ હોમ કે સ્ટડી-ટેબલ પર પણ આવો એક નાનો પ્લાન્ટ મૂડ એકદમ સારો કરી દે છે.
ઘરમાં પર્ફેક્ટ વાઇબ્સ લાવવા માટે માત્ર પ્લાન્ટ નહીં, એનાં કૂંડાં પણ મહત્ત્વનાં છે. વાઇટ કે પેસ્ટલ પૉટ્સ શાંત અને સોબર લુક આપે છે, જ્યારે માટીનાં કૂંડા નૅચરલ અને અર્થી ફીલ કરાવે છે. વળી સીઝન પ્રમાણે પણ પ્લાન્ટ્સ કે ફૂલો ચેન્જ કરી શકાય. કાયમ એકસરખી ગ્રીનરી રાખવા કરતાં ક્યારેક કલરફુલ ફ્લાવર્સ ઉમેરવાથી આખો લુક રિફ્રેશ થઈ જાય છે.
છોડના રંગની પસંદગી રૂમના યુઝ પ્રમાણે પણ કરી શકાય.
બેડરૂમ : શાંત અને રિલૅક્સિંગ વાતાવરણ માટે લીલા, લાઇટ પિન્ક કે સૉફ્ટ કલર્સ.
સ્ટડી અથવા વર્કસ્પેસ : ફોકસ વધારવા માટે લીલા પ્લાન્ટ્સની સાથે પીળાં કે નારંગી ફૂલોનો નાનો ટચ.
લિવિંગરૂમ : લીલા રંગની સાથે લાલ, સફેદ કે પીળાં ફૂલોથી કલરફુલ અને વરાઇટીવાળો લુક.
સફેદ રંગ એટલે સિમ્પ્લિસિટી, ક્લીનનેસ અને શાંતિ. ખાસ કરીને નાના રૂમમાં સફેદ ફૂલો કે વાઇટ-વેરિગેટેડ પાંદડાંવાળા પ્લાન્ટ્સ રૂમને મોટો અને ખુલ્લો દેખાડે છે. સફેદ ઑર્કિડ કે આવા બીજા પ્લાન્ટ્સ સિમ્પલ ફર્નિચર સાથે બહુ જ સૂટ થાય છે. વાઇટ કલર ગમે એની સાથે ઈઝીલી મિક્સ-મૅચ થઈ જાય છે એટલે ડેકોરેશનમાં એ ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી લાગતું.
પ્લાન્ટ્સની દુનિયામાં લીલો રંગ એટલે નેચર, ફ્રેશનેસ અને બૅલૅન્સ. જો દિવસભરના થાક પછી ઘરમાં આવીને શાંતિ જોઈતી હોય તો લીલાં પાંદડાંવાળા છોડ બેસ્ટ છે. લિવિંગરૂમ કે બેડરૂમમાં મૉન્સ્ટેરા, ફિલોડેન્ડ્રોન અથવા સ્નેક પ્લાન્ટ રાખી શકાય. મોટાં પાંદડાંવાળા પ્લાન્ટ્સ ઘરને એકદમ નૅચરલ ટચ આપે છે, જ્યારે નાના પ્લાન્ટ્સ ટેબલ કે શેલ્ફ પર સરસ લાગે છે. ખાસ કરીને સિટી-લાઇફમાં જ્યાં આસપાસ ઓછી હરિયાળી હોય ત્યાં આ ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં જ ફ્રેશ ફીલ કરાવે છે.
ગુલાબી રંગ એટલે સૉફ્ટનેસ, ક્યુટનેસ અને હૂંફ. જો રૂમમાં બહુ લાઉડ કે બ્રાઇટ કલર્સ ન જોઈતા હોય પણ થોડી સૉફ્ટનેસ ઉમેરવી હોય તો ગુલાબી રંગનાં ફૂલો બેસ્ટ છે. ઑર્કિડ જેવા ગુલાબી ફૂલોવાળા પ્લાન્ટ્સ લિવિંગરૂમ, બેડરૂમ કે બારી પાસે ખૂબ રૉયલ લાગે છે. પેસ્ટલ વૉલ કલર અને વુડન ફર્નિચર સાથે ગુલાબી પ્લાન્ટ્સનું કૉમ્બિનેશન ઘરને એકદમ ડ્રીમી અને સુંદર લુક આપે છે.