26 November, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૅટિન સ્લિપ ડ્રેસ
એક સમયે જે ફૅબ્રિક અને કટ માત્ર બેડરૂમ કે હોમવેઅર પૂરતું સીમિત હતું એ સૅટિન સ્લિપ ડ્રેસ આજે ગ્લૅમરસ પાર્ટીઓ, રેડ કાર્પેટ અને હાઈ-એન્ડ ઈવનિંગ ઇવેન્ટ્સનો નવો યુનિફૉર્મ બની ગયો છે. ૯૦ના દશકથી શરૂ થયેલી આ ફૅશન આજે વધુ પરિપક્વ અને વર્સટાઇલ બની છે. સૅટિન ફૅબ્રિકની કુદરતી ચમક, એનું સૉફ્ટ ટેક્સ્ચર અને બૉડી-હગિંગ ફિટિંગ મહિલાઓને એક એફર્ટલેસ અને એલિગન્ટ લુક આપે છે. નાઇટવેઅર જેવો દેખાતો આ ડ્રેસ અચાનક આટલો મોંઘો અને ક્લાસી કેમ ગણાવા લાગ્યો? એનું મુખ્ય કારણ છે એની મિનિમલિસ્ટિક ડિઝાઇન અને એની સાથે કરી શકાતું લેયરિંગ. આ ડ્રેસને કઈ રીતે અલગ-અલગ આઉટવેઅર સાથે ગ્રેસફુલી કૅરી કરી શકાય એ જાણો.
લેધર જૅકેટ સાથે મૉડર્ન લુક
સૅટિનનું સૉફ્ટ ટેક્સ્ચર અને લેધરની રફ-ઍન્ડ-ટફ ઇમેજ આ બે વિરોધાભાસી વસ્તુઓનું કૉમ્બિનેશન બહુ પૉપ્યુલર છે. જો તમે તમારા લુકમાં થોડો આધુનિક અને બોલ્ડ ટચ ઉમેરવા માગતા હો તો આ પર્ફેક્ટ ઑપ્શન છે. કાળા કે ડાર્ક બ્રાઉન કલરનું ઓરિજિનલ અથવા વીગન લેધર બાઇકર જૅકેટ સૅટિન સ્લિપ ડ્રેસ સાથે સ્ટાઇલ કરવાથી ડ્રેસની નાજુકતાને એક મજબૂત બૅલૅન્સ મળે છે. આ લુક સાથે હાઈ હીલ્સને બદલે ઍન્કલ-લેન્ગ્થ લેધર બૂટ્સ અથવા કન્કી બૂટ્સ મૅચ કરો. ઘરેણાંમાં મિનિમલ ગોલ્ડન હૂપ ઇઅર-રિંગ્સ પસંદ કરવાં. કૂલ ઈવનિંગ પાર્ટી, કૉન્સર્ટ કે નાઇટઆઉટ માટે આ ફ્યુઝન લુક બેસ્ટ સાબિત થાય છે.
ઓવરસાઇઝ્ડ સ્વેટર સાથે કમ્ફર્ટેબલ ગ્લૅમર
ઠંડીની સાંજ હોય અને તમારે સ્ટાઇલિશ પણ દેખાવું હોય ત્યારે ઓવરસાઇઝ્ડ નીટેડ સ્વેટર અને સૅટિન સ્લિપ ડ્રેસનું કૉમ્બિનેશન સૌથી ઉત્તમ અને આરામદાયક અનુભવ આપે છે. સૅટિન ડ્રેસની ઉપર જન્કી અથવા સૉફ્ટ વુલનું ઓવરસાઇઝ્ડ સ્વેટર પહેરો. સ્વેટરના નીચેના ભાગને કમર પાસે બેલ્ટમાં સહેજ ટક-ઇન કરો અથવા સ્વેટરને એક શોલ્ડર પરથી નીચે ઉતારી ઑફ-શોલ્ડર લુક આપો. આનાથી ડ્રેસનો નીચેનો સૅટિન ફ્લેર સ્કર્ટ જેવો દેખાશે. પેસ્ટલ શેડ્સ જેમ કે ક્રીમ, પાઉડર બ્લુ કે બેજ સ્વેટર સાથે ડાર્ક કલરનો સૅટિન ડ્રેસ ખૂબ સરસ ઉઠાવ આપે છે. આની સાથે પૉઇન્ટેડ-ટો, ની-હાઈ બૂટ્સ કે સિમ્પલ લોફર્સ ક્લાસી લુક આપે છે.
કાશ્મીરી શાલ સાથે રૉયલ એલિગન્સ
જ્યારે કોઈ શાહી અથવા ટ્રેડિશનલ ઈવનિંગ ફંક્શનમાં જવાનું હોય ત્યારે સૅટિન સ્લિપ ડ્રેસને કાશ્મીરી શાલ અથવા પશ્મીના સ્ટોલ સાથે કૅરી કરીને રૉયલ લુક મેળવી શકાય. હાથથી વણેલી પશ્મીના શૉલને એક ખભા પર ગ્રેસફુલી ડ્રેપ કરો. સૅટિનનો પ્લેન ડીસન્ટ લુક અને કાશ્મીરી શાલનું બારીક વર્ક એકબીજાને પૂરક બનાવે છે. આ લુક સાથે સ્ટેટમેન્ટ કુંદન અથવા સ્ટેટમેન્ટ પર્લ
ઇઅર-રિંગ્સ અને ડાર્ક લિપસ્ટિક ખૂબ સુંદર લાગે છે. વેડિંગ રિસેપ્શન, ગ્રૅન્ડ ડિનર કે કલ્ચરલ ઈવનિંગ માટે આ આઉટફિટ એકદમ યોગ્ય છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
સૅટિન ખૂબ જ પાતળું અને
બૉડી-ફિટિંગ ફૅબ્રિક હોવાથી એની સાથે સીમલેસ અન્ડરગાર્મેન્ટ્સ જ પસંદ કરવાં, જેથી ડ્રેસ પર કોઈ લાઇન ન દેખાય.
સ્લિપ ડ્રેસ લેતી વખતે હંમેશાં હેવી વજન ધરાવતા સિલ્ક-સૅટિન ફૅબ્રિકની પસંદગી કરવી. સસ્તું અને પાતળું સૅટિન ડ્રેસને ક્લાસી દેખાવ આપવાને બદલે ખરેખર નાઇટી જેવો લુક આપી શકે છે.
ડ્રેસ બહુ વધારે ટાઇટ ન હોવો જોઈએ. એ શરીર પરથી પ્રવાહીની જેમ ફ્લો થવો જોઈએ.