✕

બારે માસ પહેરી શકાય એવી ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનું બનાવો સ્માર્ટ કલેક્શન

20 October, 2026 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી ચણિયાચોળી અને ટ્રેડિશનલ લુકમાં જ સારી લાગે એવું કશું હવે રહ્યું નથી. કૅઝ્યુઅલ અને ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં પણ જો આઉટફિટ્સના હિસાબે આ જ્વેલરી સ્ટાઇલ કરવામાં આવે તો એ તમારા લુકને યુનિક અને ક્લાસી બનાવી શકે છે

નવરાત્રિ પૂરતી જ નહીં, બારે માસ પહેરી શકાય એવી ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનું બનાવો સ્માર્ટ કલેક્શન

ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી ચણિયાચોળી અને ટ્રેડિશનલ લુકમાં જ સારી લાગે એવું કશું હવે રહ્યું નથી. કૅઝ્યુઅલ અને ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં પણ જો આઉટફિટ્સના હિસાબે આ જ્વેલરી સ્ટાઇલ કરવામાં આવે તો એ તમારા લુકને યુનિક અને ક્લાસી બનાવી શકે છે

ગરબાનાં ઘેરદાર ચણિયાચોળી હોય કે પછી દૈનિક જીવનમાં પહેરાતી સિમ્પલ કૉટન કુરતી, કલમકારી ડ્રેસ, પ્લેન બૉર્ડર સાડી કે પછી કૅઝ્યુઅલ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ - એક જ્વેલરી જે આખા લુકને એલિગન્ટ અને ક્લાસી બનાવી દે છે એ છે ઑક્સિડાઇઝ્ઇડ જ્વેલરી. નવરાત્રિ દરમ્યાન ઑક્સિડાઇઝ્ડ દાગીનાની ડિમાન્ડ સૌથી વધુ હોય છે, પણ જો સમજી-વિચારીને પસંદગી કરવામાં આવે તો આ જ્વેલરી માત્ર નવરાત્રિના ૯ દિવસ પૂરતી મર્યાદિત ન રહેતાં આખા વર્ષ દરમ્યાન તમારા દરેક આઉટફિટ સાથે શ્રેષ્ઠ મૅચ બની શકે છે.
મલ્ટિ-પર્પઝ અને મિનિમલિસ્ટ ડિઝાઇનની પસંદગી
તમે જ્યારે એવી જ્વેલરી ખરીદવા માગતા હો જે ગરબા સિવાય રેગ્યુલર સ્ટાઇલમાં પણ ઉપયોગમાં લઈ શકાય ત્યારે અતિશય ભારે કે ચોક્કસ થીમ-આધારિત ડિઝાઇન પસંદ કરવાને બદલે મિનિમલ અને જ્યોમેટ્રિક અથવા ટ્રેડિશનલ સબટલ ડિઝાઇન પસંદ કરવી જોઈએ. ગોળાકાર, ત્રિકોણ, ચોરસ અથવા પરંપરાગત ફ્લોરલ અને પીછાંની હળવી છાપ ધરાવતા જ્યોમેટ્રિક અને સબટલ મોટિફ્સવાળી જ્વેલરી દરેક પ્રકારનાં કપડાં પર શોભે છે. ચણિયાચોળી પર ઘૂઘરીવાળા ભારે સેટ સારા લાગે છે, પરંતુ ઑફિસ કે ડેઇલીવેઅર કુરતી પર એ વધુ પડતા લાઉડ લાગી શકે છે. તેથી બહુ ઓછો અવાજ કરે અથવા પ્લેઇન ફિનિશિંગ ધરાવતાં પીસ પસંદ કરવાં.
સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ
નવરાત્રિ માટે મોટાં અને કાનમાં ભારે લાગે એવાં ઝૂમખાં પહેરાતાં હોય છે, પણ વર્સેટિલિટી માટે વજન અને ડિઝાઇનનું સંતુલન જરૂરી છે. મીડિયમ સાઇઝની ચાંદબાલી ગરબા-લુકમાં ભવ્યતા ઉમેરે છે અને સાથે જ પ્લેઇન સાડી કે કલમકારી કુરતા સાથે પહેરતાં અત્યંત સોબર અને એલિગન્ટ લુક આપે છે. જો તમને રોજના વપરાશમાં કે ઇન્ડો-વેસ્ટર્ન શર્ટ-ટૉપ પર પહેરવું હોય તો ઑક્સિડાઇઝ્ડ સ્ટેટમેન્ટ સ્ટડ્સ અથવા ઍડ્જસ્ટેબલ ઝૂમખાં પણ સારો ઑપ્શન છે. લાંબા સમય સુધી કમ્ફર્ટ જળવાઈ રહે એ માટે હળવાં ઇઅર-રિંગ્સ લેવાનો આગ્રહ રાખવો.
નેકલેસ અને ચોકર
ગળાના દાગીનામાં એવા વિકલ્પો પસંદ કરવા જોઈએ જેને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય. જે નેકલેસમાં પાછળ ઍડ્જસ્ટેબલ દોરી આપેલી હોય એને તમે ચોકર તરીકે પણ પહેરી શકો છો અને થોડી લંબાઈ વધારીને મીડિયમ લાઇનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એક નાનું પરંતુ સ્ટેટમેન્ટ ઑક્સિડાઇઝ્ડ પેન્ડન્ટ અને લાંબી ચેઇન નવરાત્રિમાં કુરતી સાથે અને બાદમાં રેગ્યુલર કૉટન ડ્રેસ કે પ્લેઇન સાડી પર ખૂબ જ ક્લાસી અને બોહો-ચિક લુક આપે છે. ભારે ચોકર સેટ લેવા કરતાં બે-ત્રણ પાતળી ચેઇન કે નાના પેન્ડન્ટ્સ ખરીદવા વધુ ફાયદાકારક છે. નવરાત્રિમાં આ બધાનું સાથે લેયરિંગ કરીને હેવી લુક ક્રીએટ કરી શકાય છે અને રૂટીનમાં એને અલગ-અલગ એકલ-દોકલ પહેરી શકાય છે.
કડાં અને સ્ટેટમેન્ટ રિંગ્સ
હાથ માટે જ્વેલરી લેતી વખતે ફિટિંગ અને વર્કવેઅર ફ્રેન્ડ્લીનેસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. બંધ કાચની બંગડીઓ કે ભારે ચૂડાને બદલે સિંગલ કે ડબલ ઑક્સિડાઇઝ્ડ ઓપન-એન્ડ કડાં પસંદ કરવાં. આ કડાં ચણિયાચોળી સાથે પણ સેટ થાય છે અને ફૉર્મલ કુરતી કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસની સ્લીવ્સ સાથે પણ સૂટ થાય છે. આ ઉપરાંત યુનિક ડિઝાઇનવાળી ઑક્સિડાઇઝ્ડ આઇના-રિંગ અથવા સ્ટોનવર્કવાળી ફિંગર-રિંગ તમારા આખા હાથને રૉયલ લુક આપી દે છે. એને કોઈ પણ આઉટફિટ સાથે સોલો પીસ તરીકે પહેરી શકાય છે.
મિક્સ-મૅચ કરો
જો જ્વેલરીમાં માત્ર ઑક્સિડાઇઝ્ડ મેટલ અને કાચનો ઉપયોગ થયો હશે તો એ દરેક રંગના આઉટફિટ પર ચાલશે, પરંતુ જો એમાં ચોક્કસ રંગના મણકા કે સ્ટોન હશે તો એનો ઉપયોગ મર્યાદિત થઈ જશે. એવી ડિઝાઇન પસંદ કરો જે ઇન્ડિયન એથ્નિકની સાથે વેસ્ટર્ન શર્ટ, ડેનિમ જૅકેટ કે ફ્યુઝન મૅક્સી ડ્રેસ સાથે પણ કન્ટેમ્પરરી લુક આપી શકે.

આટલી કૅર કરશો તો ફાયદામાં રહેશો
 સારી જ્વેલેરી વસાવ્યા પછી એને લાંબા સમય સુધી ચમકતી અને નવી રાખવા માટે એની યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે. ઉપયોગ કર્યા પછી જ્વેલરીને હંમેશાં ઝિપલૉક પ્લાસ્ટિક બૅગ અથવા કૉટનમાં વીંટીને રાખવી. ખુલ્લામાં રાખવાથી હવામાંના ભેજને કારણે એનો ઓરિજિનલ ટોન બદલાઈ શકે છે.
 પર્ફ્યુમ, ડીઓડરન્ટ, હેર-સ્પ્રે કે બૉડી લોશન લગાવ્યા બાદ જ જ્વેલરી પહેરવી. કેમિકલ્સના સીધા સંપર્કથી પૉલિશ ઊખડી જાય છે.
 ગરબા રમ્યા પછી કે દિવસના અંતે પરસેવો થયો હોય તો જ્વેલરીને મૂકતાં પહેલાં સુકા સુતરાઉ કપડાથી લૂછીને કોરી કરી લેવી. ક્યારેય એને પાણીથી ધોવી નહીં. 

ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
જ્વેલરીના ટકાઉપણાનો આધાર એની ધાતુ અને પૉલિશની ગુણવત્તા પર રહેલો છે. ખરીદતી વખતે આ ટેક્નિકલ બાબતો ચકાસવી અત્યંત જરૂરી છે. ખૂબ જ સસ્તા મેટલને બદલે સારું જર્મન સિલ્વર અથવા બ્રાસ બેઝ ધરાવતી ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પસંદ કરવી, જેથી એની કાળી પૉલિશ લાંબા સમય સુધી ઝાંખી ન પડે અને ત્વચા પર ઍલર્જી કે ખંજવાળ ન આવે. પર્ફ્યુમ કે પરસેવાના સંપર્કમાં આવ્યા પછી ઘણી વાર સસ્તી જ્વેલરી ત્વચા પર લીલા કે કાળા ડાઘ પાડે છે. તેથી લીડમાંથી બનેલી જ્વેલરી ખરીદવાનો આગ્રહ રાખવો. જ્વેલરીની પાછળની બાજુ ધારદાર કે ખરબચડી ન હોવી જોઈએ, નહીંતર તે તમારાં મોંઘાં આઉટફિટ્સને ખરાબ કરશે.

lifestyle news fashion news fashion navratri festivals columnists life and style Garba