✕

આ દિવાળીએ ટ્રેન્ડી શૉર્ટ કુરતાની ફૅશન અજમાવો

05 November, 2026 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ ફૅશનમાં તહેવાર અને પ્રસંગો દરમ્યાન મળતા હેવી એમ્બ્રૉઇડરીવાળાં આઉટફિટ્સને બદલે મિનિમલ પ્રિન્ટ્સ અને પેસ્ટલ કલર્સના કુરતા એથનિક વેઅરમાં ટ્રેન્ડી બની રહ્યા છે

ટ્રેન્ડી શૉર્ટ કુરતા

દિવાળી જેવા પ્રસંગે ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. જોકે આ વખતે મેન્સ ફૅશનમાં ટ્રેડિશનલ સ્ટાઇલને મૉડર્ન ટચ આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હેવી એમ્બ્રૉઇડરી અને ભપકાદાર ડિઝાઇનને બદલે હવે મિનિમલ પ્રિન્ટ્સ, સૉફ્ટ કલર્સ અને રિલૅક્સ્ડ ફિટિંગવાળાં એથ્નિક આઉટફિટ્સ પસંદ કરી રહ્યા છે. એમાં શૉર્ટ કુરતા સાથે લૂઝ વાઇડ લેગ પૅન્ટ્સનું કૉમ્બિનેશન ખાસ ઍટ્રૅક્શન બની રહ્યું છે. આ સ્ટાઇલ ફેસ્ટિવ લુકને મૉડર્ન બનાવવાની સાથે લાંબા સમય સુધી પહેરવા માટે કમ્ફર્ટેબલ પણ રહે છે.

મિનિમલ પ્રિન્ટ્સ, એલિગન્ટ લુક

શૉર્ટ કુરતાની પસંદગી કરતી વખતે મોટી અને ભપકાદાર પ્રિન્ટ્સને બદલે માઇક્રો ફ્લોરલ, જ્યોમેટ્રિક અને બૉટેનિકલ મોટિફ્સને પ્રાધાન્ય આપી શકાય. આવા કુરતા સિમ્પલ હોવા છતાં ક્લાસી લુક આપે છે. ફૅબ્રિકની વાત કરીએ તો લિનન, ચંદેરી કૉટન, મલમલ અને લાઇટવેઇટ કૉટન-સિલ્ક જેવા વિકલ્પો તહેવારો માટે યોગ્ય છે. આ ફૅબ્રિક્સ દેખાવમાં પ્રીમિયમ લાગવાની સાથે પહેરવામાં પણ હળવું રહે છે.

કલરની પસંદગીમાં પણ આ વખતે પેસ્ટલ અને અર્થી શેડ્સ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે. પીચ, મિન્ટ ગ્રીન, સેજ ગ્રીન, ડસ્ટી રોઝ, આઇવરી અને બેજ જેવા રંગો સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. કુરતાની ડિઝાઇનમાં મેન્ડરિન કૉલર, સ્લિટ નેક અને એસિમેટ્રિક હેમલાઇન જેવા મૉડર્ન કટ્સ પસંદ કરીને પરંપરાગત આઉટફિટમાં નવો અંદાજ ઉમેરી શકાય છે.

બૉટમવેઅરની પસંદગીમાં ફિટિંગનું રાખો ધ્યાન

શૉર્ટ કુરતા સાથે બૉટમની પસંદગી નક્કી કરે છે કે તમારો લુક કેવો દેખાશે. આ કૉમ્બિનેશનમાં રિલૅક્સ્ડ ફિટ અથવા વાઇડ લેગ પૅન્ટ્સ સારાં લાગે છે. જોકે કુરતાની લંબાઈ અને પૅન્ટના વૉલ્યુમ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. શૉર્ટ કુરતા સાથે યોગ્ય ફિટિંગવાળું બૉટમ પસંદ કરવાથી લુક વધુ બૅલૅન્સ્ડ દેખાય છે.

ફૅબ્રિકની પસંદગી કરતી વખતે પણ બન્ને વચ્ચે તાલમેલ હોવો જોઈએ. કૉટન-સિલ્કના કુરતા સાથે લિનન-બ્લેન્ડ અથવા થોડું સ્ટ્રક્ચર્ડ ફૅબ્રિક ધરાવતું બૉટમ સારું લાગે છે. કલર કૉમ્બિનેશનમાં આઇવરી કુરતા સાથે ઑલિવ ગ્રીન કે ડાર્ક નેવી બ્લુ પૅન્ટ પસંદ કરી શકાય, જ્યારે મૉનોક્રોમ લુક માટે એક જ કલરના અલગ-અલગ શેડ્સનું કૉમ્બિનેશન પણ સૂટ થશે.

પલાઝો દરેક બૉડી ટાઇપ માટે યોગ્ય છે?

વાઇડ લેગ કે પલાઝો સ્ટાઇલ પૅન્ટ્સ ખાસ કરીને ટૉલ અને સ્લિમ બૉડી-ટાઇપ ધરાવતા યુવકો પર સારા લાગે છે. હાઇટ ધરાવતા યુવકોએ લાંબા કે વધુ પડતાં પહોળાં પૅન્ટ્સ પસંદ કરવાનું ટાળવું જોઈએ. ઍન્કલ લેન્ગ્થ અને યોગ્ય કમરનું ફિટિંગ લુકને વધુ પ્રૉપર બનાવી શકે છે.

જો વાઇડ લેગ પૅન્ટ્સ પહેરવામાં અનુકૂળતા ન હોય તો સ્ટ્રેટ કટ ઍન્કલ લેન્ગ્થ ટ્રાઉઝર્સ સારો વિકલ્પ છે. એ શૉર્ટ કુરતા સાથે સ્માર્ટ અને ક્લીન લુક આપે છે. આ ઉપરાંત અલીગઢ પાયજામા પરંપરાગત અંદાજ પસંદ કરતા લોકો માટે યોગ્ય છે. થોડો અલગ અને ઇન્ડો-વેસ્ટર્ન ટચ જોઈતો હોય તો ધોતી પૅન્ટ પણ પસંદ કરી શકાય છે.

fashion fashion news social media diwali columnists gujarati mid day