મેન્સ ફૅશનમાં ચાર્મ ઍડ કરશે હૂપ ઇઅર-‌‌‌‌‍‍‍રિ‍ગ્સ

01 June, 2026 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ ઍક્સેસરીઝમાં ચેઇન અને વીંટી તો બહુ કૉમન થઈ ગઈ છે ત્યારે હૂપ ઇઅર-રિંગ્સ તેમના લુકને કૂલ અને બોલ્ડ ટ્‍‍વિસ્ટ આપી રહ્યાં છે

હૂપ ઇઅર-‌‌‌‌‍‍‍રિ‍ગ્સ

બદલાતા સમય સાથે મેન્સ ફૅશન વધુ બોલ્ડ, કૂલ અને એક્સપ્રેસિવ બની રહી છે. આજકાલ પુરુષોની જ્વેલરી અને ફૅશનમાં વધુ એક્સપરિમેન્ટ થઈ રહ્યા છે. સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં કાનમાં સિમ્પલ સિલ્વર કે ગોલ્ડનાં હૂપ ઇઅર-રિંગ્સ પહેરવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ગળામાં હેવી ચેઇન કે આંગળીઓમાં રિંગ્સ પહેરવા કરતાં કાનમાં નાનાં ઇઅર-રિંગ્સ પહેરવાં વધુ ક્લાસી લાગે છે. બૉલીવુડના ઍક્ટર ઈશાન ખટ્ટર અને મિહિર આહુજાએ હૂપ ઇઅર-રિંગ્સને પોતાના પર્સનલ લુકની સિગ્નેચર સ્ટાઇલ બનાવી દીધી છે ત્યારે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ટ્રેડિશનલ લુકમાં હૂપ્સને કૂલ અંદાજમાં ફ્લૉન્ટ કર્યાં હતાં.

કેવાં હૂપ્સ સારાં લાગે?

જો તમે ફર્સ્ટ ટાઇમ ટ્રાય કરી રહ્યા છો અથવા પ્રોફેશનલ લુક જાળવી રાખવા માગો છો તો એકદમ નાનાં અને પાતળાં હૂપ્સ બેસ્ટ ઑપ્શન છે. આ ટાઇપનાં હૂપ્સ તમારા રેગ્યુલર ટી-શર્ટ, જીન્સ અને ઑફિસના કૅઝ્યુઅલ શર્ટ સાથે ખૂબ જ એલિગન્ટ લુક આપે છે.

જે પુરુષોનો ફેસકટ થોડો બ્રૉડ કે ઓવલ છે તેમના પર મીડિયમ સાઇઝનાં હૂપ્સ વધારે સૂટ થાય છે. એ બહુ મોટાં નથી લાગતાં અને લુકમાં એક પર્ફેક્ટ બૅલૅન્સ ક્રીએટ કરે છે.

આજકાલ યુવાનોમાં ટ્રેન્ડ-ડ્રિવન લુક માટે બ્લૅક મેટલ અથવા ટેક્સ્ચર્ડ સ્ટેનલેસ સ્ટીલનાં હૂપ્સ ખૂબ પૉપ્યુલર છે. આ ટાઇપનાં ઇઅર-રિંગ્સ સ્ટ્રીટ-સ્ટાઇલ ફૅશન અને ઓવરસાઇઝ્ડ હૂડી કે જૅકેટ સાથે કૂલ વાઇબ્સ આપે છે.

જો કોઈ તહેવાર કે વેડિંગ ફંક્શનમાં કુરતો કે શેરવાની પહેરવાના હો તો થોડી બ્રેડેડ અથવા ઑક્સિડાઇઝ્ડ સિલ્વર કડીઓ ટ્રાય કરી શકાય. ટ્રેડિશનલ લુક માટે ૧૮ કૅરૅટ ગોલ્ડની નાની કડી પણ ચાર્મિંગ લુક આપે છે.

જો તમે કાનમાં સિલ્વર હૂપ પહેર્યું હોય તો તમારા હાથની ઘડિયાળ, બ્રેસલેટ કે ગળાની ચેઇન પણ સિલ્વર ટોનની જ હોવી જોઈએ. જો બધું ગોલ્ડ હોય તો ગોલ્ડ પસંદ કરો. મિક્સ ઍન્ડ મૅચ કરવાથી લુક બગડી શકે છે. આ સિવાય જો તમારી હેરસ્ટાઇલ શૉર્ટ હોય અથવા વાળ પાછળ જેલથી સેટ કરેલા હોય તો હૂપ ઇઅર-રિંગ્સ વધુ સારી રીતે હાઇલાઇટ થાય છે અને તમારા ચહેરા પર એક કૂલ અને શાર્પ ચાર્મ ઍડ કરે છે.

ક્વિક ટિપ્સ

જો કાન નવો જ વીંધાવ્યો હોય તો સર્જિકલ સ્ટીલ અથવા સિલ્વર હૂપ્સ પસંદ કરો જેથી ઇન્ફેક્શન ન થાય.

બન્ને કાન વીંધાવવા જરૂરી નથી. મેન્સ ફૅશનમાં માત્ર એક જ કાનમાં ખાસ કરીને ડાબા કાનમાં સિંગલ હૂપ પહેરવાનો ટ્રેન્ડ અત્યારે સૌથી વધુ ઇનથિંગ છે.

ઑફિસ કે ફૉર્મલ મીટિંગ્સ માટે હંમેશાં ક્લાસિક અને એકદમ નાની સાઇઝની વાળી જ પસંદ કરો.

જો કાનમાં હૂપ પહેર્યું હોય તો ગળામાં હેવી ચેઇન અને હાથમાં મોટું બ્રેસલેટ એકસાથે પહેરવાનું ટાળો. લુકને મિનિમલ રાખો.

જો તમારી પાસે શાર્પ બિઅર્ડ  હોય તો મેટ બ્લૅક કે ગનમેટલ કલરનાં હૂપ્સ તમારી જો-લાઇનને વધુ શાર્પ અને મૅસ્ક્યુલિન લુક આપશે.

જો કાન વીંધાવતાં ડર લાગતો હોય તો માર્કેટમાં ક્લિપ-ઑન હૂપ્સ એટલે મૅગ્નેટિક કે સ્પ્રિંગવાળાં ઇઅર-રિંગ્સ પણ મળે છે જે કાન વીંધાવ્યા વગર પણ તમે ટ્રાય કરી શકો છો.

fashion fashion news life and style lifestyle news columnists