31 December, 2025 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્ટી અટેન્ડ કરતા લોકો બ્લૅક કલરની થીમને ફૉલો કરતા હોય છે
ન્યુ યરની પાર્ટીમાં કોઈ થીમ રાખો કે ન રાખો, પાર્ટી અટેન્ડ કરતા લોકો બ્લૅક કલરની થીમને ફૉલો કરતા હોય છે. બ્લૅક કલર ફૅશનની દુનિયામાં અલ્ટિમેટ ક્લાસિક ગણાય છે ત્યારે ન્યુ યર પાર્ટીમાં બ્લૅક કલર જ શા માટે પહેરાય છે એ ખબર છે? વર્ષોથી ચાલતા આવતા આ ટ્રેન્ડને આજે ડીકોડ કરીએ.
બ્લૅક રંગ એવો રંગ છે જે દરેક બૉડી-ટાઇપ અને સ્કિન-ટોન પર સૂટ થઈ જાય છે. એના કલરથી સ્લિમિંગ ઇફેક્ટ આવે છે. એટલે કે પહેરનારને પાતળા અને ઊંચા દેખાડવામાં મદદ કરે છે. રાતના સમયે કાળો રંગ વધુ હાઇલાઇટ થાય છે. એની સાથે ઑક્સિડાઇઝ્ડ, ગોલ્ડન, રોઝ ગોલ્ડ, ડાયમન્ડ અથવા કોઈ પણ કલરની જ્વેલરી અને ઍક્સેસરી મૅચ થઈ જતી હોય છે. જ્યારે તમને કંઈ ન સમજાય કે શું પહેરવું જોઈએ એ સમયે બ્લૅક કલર હંમેશાં સેફ અને સ્ટાઇલિશ ચૉઇસ છે. જો તમે બ્લૅક કલરના ફૅન છો અને પાર્ટીમાં બ્લૅક જ પહેરવું છે તો બૉલીવુડની આ અભિનેત્રીઓએ બ્લૅક કલરને અલગ-અલગ સ્ટાઇલમાં પહેરીને કઈ રીતે એને આઇકૉનિક બનાવ્યો છે એની સ્ટાઇલ ગાઇડને અનુસરી લેજો.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા બ્લૅક કલરને બહુ બોલ્ડ રીતે સ્ટાઇલ કરતી હોય છે. તેની સ્ટાઇલમાં ઇન્ટરનૅશનલ લેવલનું ગ્લૅમ ઝળકતું હોય છે. તેની પાસેથી તમે બ્લૅક લિટલ ડ્રેસ અથવા હાઇ સ્લિટ બ્લૅક ગાઉનની પ્રેરણા લઈ શકો. જો તમે પાર્ટીમાં કંઈક હટકે કરવા માગતા હો તો પ્રિયંકાની જેમ બ્લૅક આઉટફિટ સાથે ડાર્ક પ્લમ અથવા બર્ગન્ડી લિપસ્ટિક લગાવો અને ફુટવેઅરમાં હાઈ હીલ્સ પહેરો.
સોનમ કપૂર હંમેશાં તેની ફૅશન સાથે અવનવા પ્રયોગો કરતી હોય છે. તેની પાસેથી તમે બ્લૅક ઓવરડ્રેસ્ડ અથવા બોલ્ડ નેકલાઇનવાળા બ્લૅક આઉટફિટની પ્રેરણા લઈ શકો છો. સોનમની જેમ બ્લૅક ડ્રેસ સાથે વિન્ટેજ ગોલ્ડન જ્વેલરી અથવા મોટો સ્ટેટમેન્ટ નેકલેસ પહેરીને તમારી ફૅશનને લાઉડ દેખાડી શકો છો.
ક્રિતી સૅનન ઘણી વાર બ્લૅક લેધર ડ્રેસ અથવા સૂટમાં જોવા મળે છે. બ્લૅક કલરમાં તેનો લુક પણ હંમેશાં બોલ્ડ અને સ્ટ્રૉન્ગ હોય છે. જો તમારે ન્યુ યર પાર્ટીમાં ડાન્સ કરવો હોય અને સાથે કમ્ફર્ટેબલ પણ રહેવું હોય તો ક્રિતીની જેમ બ્લૅક હાઇ-વેસ્ટેડ પૅન્ટ સાથે બ્લૅક ક્રૉપ ટૉપ અને બ્લેઝર ટ્રાય કરી શકાય.
પાર્ટીમાં કયુટ દેખાવું હોય અને સૉફ્ટ ફૅશનને અપનાવવી હોય તો એ શ્રદ્ધા કપૂર પાસેથી શીખો. બ્લૅક શિમરી શૉર્ટ્સ હોય કે બ્લૅક મિની સ્કર્ટ હોય તે બ્લૅક કલરને બહુ સહજતાથી સ્ટાઇલ કરે છે. જો તમારે ન્યુ યર પાર્ટીમાં ડાન્સ કરવો હોય અને લુક થોડો પ્લેફુલ રાખવો હોય તો બ્લૅક વેલ્વેટ ડ્રેસ પહેરો અને સાથે હાઇ પોનીટેલ રાખજો, બહુ સુંદર લાગશે.
અનુષ્કા શર્મા ઘણી વાર શાર્પ કટ ધરાવતાં બ્લૅક પૅન્ટ સૂટ અને બ્લૅક મેક્સી ડ્રેસમાં જોવા મળે છે. જો તમને મિનિમલ ફૅશન જોઈતી હોય તો અનુષ્કાની જેમ ઑલ બ્લૅક પૅન્ટ સૂટ પહેરો. તેની સાથે ડાયમન્ડ સ્ટડ્સ અને ખુલ્લા વાળ રાખો. એકદમ ક્લાસી અને પાવરફુલ લુક આપશે. પાર્ટીમાં જતી વખતે બ્લૅક લાઇનરની બદલે સિલ્વર લાઇનર અથવા ગ્લિટર આઇશૅડો અપ્લાય કરશો તો એ તમારા લુકમાં યુનિકનેસ લાવશે.
માત્ર પ્લેન કાળું કપડું પહેરવાને બદલે અલગ-અલગ મટીરિયલ મિક્સ કરો. એક બ્લૅક સૅટિન સ્લિપ ડ્રેસ પહેરો અને એની ઉપર ઓવરસાઇઝ્ડ બ્લૅક સિક્વન્ડ બ્લેઝર સ્ટાઇલ કરો. સૅટિનની નરમાશ અને સિક્વન્સની ચમક રાત્રિની લાઇટ્સમાં તમારા લુકને હાઇલાઇટ કરશે.
જો આખો ડ્રેસ કાળો હોય તો હીલ્સ પણ બ્લૅક પહેરી શકાય પણ એમાં સ્ટ્રૅપ્સ પર ડાયમન્ડ અથવા મોતીનું કામ હોવું જોઈએ. જો તમે ડાન્સ કરવાની ઇચ્છા હોય તો બ્લૅક પ્લૅટફૉર્મ શૂઝ તમારા લુકને કૉમ્પ્લીમેન્ટ આપશે.
જ્વેલરીમાં તમે કાનમાં મોટા ગોલ્ડન ચંકી હૂપ્સ અથવા લાંબાં ડ્રૉપ ઇઅરરિંગ્સ પહેરો. હાથમાં સ્ટેટમેન્ટ ગોલ્ડન ઘડિયાળ અથવા જાડું બ્રેસલેટ સ્ટાઇલ કરો.
બ્લૅક ડ્રેસ સાથે મેકઅપમાં પ્રયોગ કરવાની પૂરી આઝાદી મળે છે. ક્લાસિક વિન્ગ્ડ આઇલાઇનર સાથે શિમરી આઇશૅડો લગાવો. હોઠ માટે બોલ્ડ રેડ લિપસ્ટિક અથવા ચૉકલેટ બ્રાઉન ગ્લૉસ પસંદ કરો. બૉડી પર થોડું હાઇલાઇટર લગાવો જેથી તમારા ખભા અને કૉલર બોન ચમકે.
જો ડ્રેસનું ગળું આકર્ષક હોય તો સ્લિક પોનીટેલ રાખો. જો તમે લુકને સૉફ્ટ રાખવા માગતા હો તો સૉફ્ટ બીચ વેવ્ઝ પણ સારો ઑપ્શન છે.
ઍક્સેસરીઝમાં તમે મેટાલિક ક્લચ બૅગ અથવા ટૅસલ્સવાળી મિની બૅગ સાથે સ્ટાઇલ કરી શકો.