હવે બૅન્ગલ્સમાં પણ ફ્લેક્સિબિલિટી આવી પેસ્ટલ શેડ્સની જેલી બૅન્ગલ્સ છે ફૅશનમાં ઇન

01 May, 2026 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૂટવાનો ડર નહીં અને ફિટિંગની ચિંતા નહીં. ફ્લેક્સિબલ મટીરિયલની આ બંગડીઓ આ સીઝનની મસ્ટ-હૅવ ઍક્સેસરી બની રહી છે...

હવે બૅન્ગલ્સમાં પણ ફ્લેક્સિબિલિટી આવી પેસ્ટલ શેડ્સની જેલી બૅન્ગલ્સ છે ફૅશનમાં ઇન

જો તમે તમારી જૂની બંગડીઓના કલેક્શનને અપડેટ કરવાનું વિચારી રહ્યા હો તો પેસ્ટલ મલ્ટિ-કલર જેલી બૅન્ગલ્સ અત્યારે બેસ્ટ ઑપ્શન છે. પહેરવામાં અત્યંત સૉફ્ટ અને દેખાવમાં પ્રીમિયમ એવી આ બંગડીઓ વેસ્ટર્નથી લઈને એથ્નિક આઉટફિટ સુધી દરેક સાથે મૅચ થાય છે. આ ફ્લેક્સિબલ જેલી બૅન્ગલ્સ અત્યારે ફૅશન-સ્ટેટમેન્ટ બની ગઈ છે.

શા માટે વૉર્ડરોબમાં હોવી જોઈએ?
કાચની બંગડીઓ ફૂટી જવાનો ડર રહે છે, જ્યારે જેલી બૅન્ગલ્સ ફ્લેક્સિબલ હોવાથી ગમે એ રીતે વાળી શકાય છે. એ તમારા કાંડા પર કોઈ નિશાન પાડતી નથી. પેસ્ટલ કલર્સ અત્યારે ઇન્ટરનૅશનલ ટ્રેન્ડ છે. આ મલ્ટિ-કલર સેટ કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ કે ઇન્ડો-વેસ્ટર્ન લુક સાથે પર્ફેક્ટ મૅચ થાય છે. ઑફિસના ફૉર્મલ્સ હોય કે બીચ વેકેશનના ફ્લોરલ ડ્રેસિસ, આ બંગડીઓ દરેક લુકમાં એક પૉપ-ઑફ કલર ઉમેરે છે. તમે આખા ૮ બંગડીઓના સેટને એકસાથે પહેરી શકો છો અથવા તો એને તમારી ઘડિયાળ કે અન્ય મેટલ બંગડીઓ સાથે મિક્સ કરીને નવો લુક ક્રીએટ કરી શકો છો. જો તમે ઑફિસમાં જઈ રહ્યા હો તો માત્ર બે કે ત્રણ પેસ્ટલ જેલી બૅન્ગલ્સ પહેરો, પણ જો કોઈ ફેસ્ટિવલ કે સંગીતસંધ્યા જેવો પ્રસંગ હોય તો આખો સેટ પહેરીને બોહો-ચિક લુક મેળવી શકાય છે.

ફૅશન-ફૅક્ટ
જેલી બૅન્ગલ્સનો ફાયદો એ છે કે જો તમે મુસાફરી કરી રહ્યા હો તો આ બંગડીઓ બૅગમાં દબાઈ જવાથી તૂટવાનો ભય રહેતો નથી. ચોમાસામાં કે બીચ વેકેશન પર આ બંગડીઓ ખરાબ થતી નથી કે એનો રંગ ઊતરતો નથી. કાચ કે મેટલની બંગડીઓ જેવું વજન લાગતું નથી અથવા આખો દિવસ પહેરી રાખવા છતાં કાંડા પર ભાર નથી લાગતો.

fashion news fashion social media life and style lifestyle news