✕

પર્સનલ કૅર ટિપ્સ: ઇન્સ્ટન્ટ હેરગ્રોથ માટે આ નુસખો કારગત બની શકે

08 October, 2026 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નુસખો અપનાવતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરી લેવો.

ઇન્સ્ટન્ટ હેરગ્રોથ

 ગરમી વધુ પડે ત્યારે હેરફૉલનો પ્રૉબ્લેમ બહુ વધી જાય છે. ત્યારે એને સૉલ્વ કરવા ઈઝી હોમ રેમેડી અપનાવી શકાય. સૌથી પહેલાં ઘરમાં પડેલા ચોખાને ધોઈને એનું પાણી ફેંકવાને બદલે એક બાઉલમાં જમા કરો. એમાં રોઝમેરીનાં પાન અથવા એક ચમચી ગ્રીન ટી ઉમેરીને પાંચ મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીને ઠંડું થવા રાખી દો અને એક સ્પ્રે બૉટલમાં ભરીને ફ્રિજમાં રાખો. રોજ રાત્રે સ્કૅલ્પમાં આ પાણી સ્પ્રે કરવાથી ડૅન્ડ્રફ ગાયબ થાય છે અને વાળ ઝડપથી વધે છે. આ નુસખો અપનાવતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરી લેવો.

fashion news fashion columnists lifestyle news life and style