28 September, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેર સીરમ
સ્કિનિફિકેશનનો સૌથી સરળ અર્થ એ છે કે લોકો હવે વાળની કાળજી પણ સ્કિનકૅરની જેમ સ્ટેપ બાય સ્ટેપ લેવા લાગ્યા છે. એટલે એક જ શૅમ્પૂથી કામ પતાવવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ પ્રોડક્ટ્સ ઉમેરવામાં આવે છે.
સ્કૅલ્પ સીરમ : જેમ ચહેરા માટે સીરમ હોય છે એમ સ્કૅલ્પ માટે પણ સીરમ ઉપલબ્ધ છે. આવા સીરમમાં હાઇડ્રેશન, સ્કૅલ્પ બૅરિયર અથવા ચોક્કસ સ્કૅલ્પ કન્સર્નને ધ્યાનમાં રાખીને વિવિધ ઇન્ગ્રીડિઅન્ટ્સ હોય છે. જોકે હેરફૉલ માટે મળતા દરેક સીરમને વાળ ખરવાનું રોકનાર ટ્રીટમેન્ટ માનવી યોગ્ય નથી.
સ્કૅલ્પ સીરમ : સ્કૅલ્પ પર જમા થતી ડેડ સ્કિન અને પ્રોડક્ટ બિલ્ડ-અપ દૂર કરવા માટે સ્કૅલ્પ સ્ક્રબ અથવા કેમિકલ સીરમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વારંવાર એક્સફૉલિએટ કરવાથી સ્કૅલ્પ ઇરિટેટ પણ થઈ શકે છે એટલે એનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો.
પ્રી-શૅમ્પૂ ટ્રીટમેન્ટ : શૅમ્પૂ કરતાં પહેલાં વાળ અથવા સ્કૅલ્પ પર લગાવવામાં આવતું ઑઇલ, માસ્ક અથવા અન્ય ટ્રીટમેન્ટ પણ આ રૂટીનનો ભાગ બની રહ્યાં છે. ખાસ કરીને ડ્રાય અને ડૅમેજ્ડ હેર માટે પ્રી-શૅમ્પૂ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્કિનકૅરમાં જેમ નિયમિત માસ્ક કરવામાં આવે છે એમ હેરકૅરમાં પણ હેરમાસ્કનો ઉપયોગ વધ્યો છે. કન્ડિશનર કરતાં વધુ કન્ડિશનિંગ આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે; ખાસ કરીને ડ્રાય, રફ અથવા ડૅમેજ્ડ વાળમાં. એની સાથે
લીવ-ઇન કન્ડિશનર પણ લોકપ્રિય થયું છે. શૅમ્પૂ કર્યા પછી એને ધોયા વગર વાળમાં રહેવા દેવામાં આવે છે. એ વાળને સૉફ્ટ રાખવામાં અને ફ્રીઝ ઘટાડવામાં મદદ કરી શકે છે.
હેર સીરમનો ઉપયોગ ઘણા સમયથી થાય છે, પરંતુ સ્કિનિફિકેશન ટ્રેન્ડમાં એની ભૂમિકા પણ વધી ગઈ છે. વાળને સ્મૂધ દેખાડવા, ફ્રીઝ કન્ટ્રોલ કરવા અને સ્ટાઇલિંગ પછી ફિનિશ આપવા
માટે વિવિધ પ્રકારનાં સીરમ વપરાય છે.
આ સાથે હીટ પ્રોટેક્ટન્ટ પણ હેરકૅર રૂટીનનો મહત્ત્વનો ભાગ બન્યો છે. સ્ટ્રેટનર, કર્લર અથવા બ્લો-ડ્રાયરનો નિયમિત ઉપયોગ કરતા લોકો માટે હીટથી થતા ડૅમેજને ઘટાડવા હીટ પ્રોટેક્શન પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
જેમ ચહેરા માટે ટોનર અને મિસ્ટનો ઉપયોગ થાય છે એમ હવે સ્કૅલ્પ ટોનર અને સ્કૅલ્પ મિસ્ટ પણ બજારમાં જોવા મળે છે. ખાસ કરીને સ્કૅલ્પને હળવું હાઇડ્રેશન આપવા અથવા ફ્રેશ ફીલ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે દરેક વ્યક્તિને આવી પ્રોડક્ટ્સની જરૂર હોય એવું નથી.
સ્કિનિફિકેશનનો અર્થ વાળ માટે ૧૦ અલગ-અલગ પ્રોડક્ટ્સ વાપરવાનો નથી. તમારી સ્કૅલ્પ અને હેરટાઇપ પ્રમાણે જ રૂટીન નક્કી થવું જોઈએ. ઑઇલી સ્કૅલ્પ ધરાવતી વ્યક્તિની જરૂરિયાત ડ્રાય સ્કૅલ્પ ધરાવતી વ્યક્તિથી અલગ હશે.
એ જ રીતે કર્લી, કલર-ટ્રીટેડ કે ડૅમેજ્ડ વાળ માટેની કાળજી પણ અલગ હોઈ શકે છે.
એટલે સોશ્યલ મીડિયા પર કોઈનું ૮-૧૦ સ્ટેપનું હેરકૅર રૂટીન જોઈને એ જ બધું શરૂ કરવાને બદલે પહેલાં પોતાની સમસ્યા સમજવી જરૂરી છે. સતત ખંજવાળ, ડૅન્ડ્રફ, સ્કૅલ્પમાં લાલાશ અથવા વધારે વાળ ખરતા હોય તો માત્ર કૉસ્મેટિક પ્રોડક્ટ્સ અજમાવવાને બદલે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી વધુ યોગ્ય છે.
સ્કિનિફિકેશન ઑફ હેરનો મૂળ વિચાર એટલો જ છે કે વાળને માત્ર ‘હેર’ તરીકે નહીં, પરંતુ એની નીચેની સ્કૅલ્પથી લઈને છેડા સુધી એક સંપૂર્ણ હેલ્થ-રૂટીન તરીકે જોવામાં આવે.