સ્કિનકૅર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો મેન્સ્ટ્રુઅલ માસ્કનો વિચિત્ર ટ્રેન્ડ

28 November, 2025 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ પર સુંદરતાને વધારવાના અજીબોગરીબ ટ્રેન્ડની કમી નથી ત્યારે પિરિયડ બ્લડને યુઝ કરવાનો આ ટ્રેન્ડ કેટલો અસરકારક છે એનું વિશ્લેષણ કરીએ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર સ્કિનકૅરના વિવાદાસ્પદ દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે પિરિયડ બ્લડનો ફેસમાસ્ક તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફેસમાસ્ક લગાવવાથી ત્વચા વધુ ક્લીન અને ચમકદાર બને છે એવા દાવા થઈ રહ્યા છે, પણ એની પાછળનું વિજ્ઞાન અઘરું છે. કુદરતી રીતે મળતી ચીજો હંમેશાં સુર​િક્ષત નથી હોતી. સ્કિનકૅર 
માટે સલામત અને મેડિકલ રીતે માન્ય ઉપાયો સૌથી યોગ્ય છે. આ ટ્રેન્ડ વિશે સાયન્સ શું કહે છે અને ખરેખર એની અસરકારકતા કેટલી છે એ જાણીએ.

શું કહે છે સાયન્સ?

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે પિરિયડ બ્લડમાંળી મળતા પ્લાઝમા ત્વચાના ટિશ્યુઝ રિપેર કરવામાં અને ઘા રુઝાવવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકોએ પણ પરીક્ષણ કરતાં પ્રભાવશાળી પરિણામો મળ્યાં હતાં. ઘામાં રૂઝ આવી હતી અને ત્વચાને જરૂરી પ્રોટીન કોલાજનનું સ્તર પણ સુધર્યું હતું, પણ એનો અર્થ એ નથી કે એને ડાયરેક્ટ ફેસ પર લગાવવું જોઈએ. આ સ્ટેમસેલ્સને શુદ્ધ કરવામાં આવ્યા હતા. એને પ્રોસેસ કરીને જંતુરહિત મેડિકલ વાતાવરણમાં ઉપયોગમાં લેવાયા હતા. પિરિયડ બ્લડ પર પ્રક્રિયા કરીને એનો ઉપયોગ ફેસમાસ્ક તરીકે કરવામાં આવે એને મેન્સ્ટ્રુઅલ માસ્ક પણ કહેવાય છે. કેટલાક લોકો મેન્સ્ટ્રુઅલ માસ્કની સરખામણી વૅમ્પાયર ફેશ્યલ સાથે કરી રહ્યા છે, જેમાં દરદીના લોહીમાંથી તૈયાર કરેલા PRP એટલે પ્લેટલેટ રિચ પ્લાઝમાનો ઉપયોગ થાય છે. હૉલીવુડની અભિનેત્રી કિમ કર્ડાશિયને પોતાનો અનુભવ શૅર કર્યા બાદ આ ફેશ્યલ ટ્રેન્ડમાં આવ્યું હતું.

ટ્રેન્ડ રિસ્કી છે

આ સરખામણીઓ છતાં મેન્ટ્રુઅલ માસ્કના કન્સેપ્ટને મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે પિરિયડ બ્લડમાં વિવિધ પ્રકારના બૅક્ટેરિયા અને ફૂગ હોય છે જે ત્વચાનાં છિદ્રોની અંદર જઈને ઇન્ફેક્શન પેદા કરી શકે છે. જે DIY ઘરે જાતે બનાવેલા માસ્કને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પ્રમોટ કરી રહ્યા છે એ PRP જેવું નથી. આ કોઈ પ્રૂફ સાથેનો સ્કિનકૅર ઉપાય નથી અને એના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ નથી. નિષ્ણાતોની સલાહ લીધા વિના અને લૅબમાં એને પ્રોસેસ કરીને પ્યૉરિફાય ન કર્યું હોય તો પિરિયડ બ્લડને ચહેરા પર લગાવવું જોખમી અને ચેપનું કારણ સાબિત થઈ શકે છે.

skin care fashion fashion news life and style lifestyle news columnists