વર્સેટાઇલ રહેવા વૉર્ડરોબમાં રાખજો વાઇડ લેગ પૅન્ટ્સ

03 September, 2026 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેનિમ અને પ્લેન કૉટનને બદલે હવે માઇક્રો-પ્લીટેડ ફૅબ્રિક ફૅશનવર્લ્ડમાં પૉપ્યુલરિટી મેળવી રહ્યાં છે ત્યારે જાણો આ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી આઉટફિટને કૅઝ્યુઅલથી લઈને પાર્ટી લુક માટે કઈ રીતે પેર-અપ કરવું

મિડ-થાઈ વાઇડ-લેગ પ્લીટેડ શૉર્ટ્‍સ, માઇક્રો-પ્લીટેડ પેન્ટ અને પ્લીટેડ નાઇફ ફિટ ટ્રાઉઝર

ફૅશનમાં સતત નવા પ્રયોગો થતા રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી ડેનિમ જીન્સ અને પરંપરાગત પ્લેન કૉટન ટ્રાઉઝર્સનું સ્થાન એક ખૂબ જ રિલૅક્સ્ડ અને એલિગન્ટ ટ્રેન્ડે લીધું છે. આ ટ્રેન્ડ છે માઇક્રો-પ્લીટેડ અથવા ઍકૉર્ડિયન-પ્લીટેડ વાઇડ-લેગ પૅન્ટ્સ અને શૉર્ટ્‍સ. કપડામાં આખા ટેક્સ્ચરમાં આવેલી એકસરખી ઝીણી પ્લીટ્સ એને દેખાવમાં પ્રીમિયમ અને પહેરવામાં કમ્ફર્ટ આપે છે. તમે ચાલતા હો ત્યારે ફૅબ્રિકની ફ્લોઈ મૂવમેન્ટ અને એનો ગ્રેસ અલગ જ રૉયલ લુક ઊભો કરે છે. હાલમાં એશિયન અને ગ્લોબલ ફૅશન માર્કેટમાં આ સ્ટાઇલને યુથ અને વર્કિંગ વિમેન બન્ને દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

કેવાં વાઇડ-લેગ પૅન્ટ્સ ટ્રેન્ડમાં છે?

મુખ્યત્વે માઇક્રો-પ્લીટ્સ અથવા ઍકૉર્ડિયન પ્લીટ્સ સૌથી વધુ ઇન-થિંગ છે. આમાં કપડાના ટોચના ભાગથી લઈને નીચેની હેમલાઇન સુધી ખૂબ જ ઝીણી અને ગીચ ગડીઓ હોય છે. પ્લીટેડ નાઇફ ફિટ ટ્રાઉઝરને લાંબો અને લીન લુક આપે છે. વર્ટિકલ ક્રશ પ્લીટ્સ ફૅબ્રિકમાં પ્લીટ્સ થોડી અસમાન પણ શાર્પ હોય છે, જેથી ડ્રેસી અને નાઇટ-આઉટ લુક સરળતાથી મળે છે.
ઘૂંટણ સુધી અથવા મિડ-થાઈ લંબાઈ ધરાવતા વાઇડ-લેગ સૉફ્ટ પ્લીટેડ શૉર્ટ્‍સ, જેમાં બૉટમ ફ્લેર પ્લીટ્સના કારણે ખૂબ સરસ વૉલ્યુમ મેળવે છે. બેજ, પિસ્તા ગ્રીન, પાઉડર બ્લુ અને પેસ્ટલ પિન્ક જેવા સૉફ્ટ શેડ્સમાં પ્લીટેડ વાઇડ-લેગ પૅન્ટ્સ અત્યારે કૅઝ્યુઅલ અને રિસૉર્ટવેઅર માટે સૌથી વધુ ડિમાન્ડમાં છે.

સ્ટાઇલ ગાઇડ

પ્લીટેડ વાઇડ-લેગ પૅન્ટ્સ પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ છે એટલે એને સ્ટાઇલ કરતી વખતે વૉલ્યુમ અને બૅલૅન્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

ટૉપ વેઅરનું સિલેક્શન :

પ્લીટેડ વાઇડ-લેગ પૅન્ટ્સમાં નીચેનો ભાગ પહેલેથી જ વૉલ્યુમ અને ટેક્સ્ચર હોવાથી અપરવેઅર ફિટેડ હોવું જોઈએ. બૉડીકન ટાઇટ ટૉપ, ટૅન્ક ટૉપ અથવા ફિટેડ રિબ્ડ ટી-શર્ટ આ પૅન્ટ્સ સાથે ઉત્તમ કૉમ્બિનેશન બનાવે છે. જો તમે ક્રૉપ ટૉપ કે સેમી-ફૉર્મલ શર્ટ પહેરતા હો તો શર્ટને હંમેશાં ટ્રક-ઇન કરવું, જેથી વેસ્ટ લાઇન હાઇલાઇટ થાય અને શરીરનો શેપ યોગ્ય દેખાય.

ફુટવેઅર અને ઍક્સેસરીઝ :

પ્લીટેડ બૉટમ્સ ફ્લોઇ હોવાથી એની સાથે યોગ્ય ફુટવેઅરની પસંદગી લુકને વધુ નિખારે છે. કૅઝ્યુઅલ આઉટિંગ માટે તમે સ્ટ્રેપી ફ્લૅટ સૅન્ડલ્સ, બ્લૉક હીલ્સ કે પૉઇન્ટેડ ટો શૂઝ પેર કરી શકો છો. જો સ્ટ્રીટ-સ્ટાઇલ લુક જોઈતો હોય તો પ્લૅટફૉર્મ સ્નીકર્સ પણ સારો ઑપ્શન છે. ઍક્સેસરીઝમાં કમર પર એક સટલ કે સ્લિક બેલ્ટ ઉમેરવાથી આખો ડ્રેસ વધુ શાર્પ લાગે છે.

લેયરિંગ અને પ્રપૉર્શન :

પ્રસંગ મુજબ જો લેયરિંગ કરવું હોય તો ક્રૉપ ડેનિમ જૅકેટ અથવા શૉર્ટ-ટેલર્ડ બ્લેઝર બેસ્ટ છે. લાંબું કે લૂઝ જૅકેટ આ પૅન્ટ સાથે પેર કરવાથી તમારો લુક બલ્કી લાગી શકે છે. તેથી શૉર્ટ અને ફિટેડ આઉટરવેઅર જ પસંદ કરવું.

સંભાળ કેવી રીતે રાખશો?

આ ફૅબ્રિકની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કરચલી વળતી નથી. ટ્રાવેલિંગ કે પ્રોફેશનલ મીટિંગ્સ માટે આ પૅન્ટ અનુકૂળ રહે છે, કારણ કે એને વારંવાર પ્રેસ કરવાની જરૂર પડતી નથી. એને વૉશ કર્યા પછી હૅન્ગર પર જ ડ્રાય કરવાથી એની પ્લીટ્સ લાંબા સમય સુધી એવી ને એવી રહે છે. આઉટિંગ હોય, ઑફિસનો કૅઝ્યુઅલ ડે હોય કે પછી વેકેશન લુક; આ ઝીણી પ્લીટ્સવાળાં ટ્રાઉઝર્સ ઓછી મહેનતમાં સ્ટાઇલિશ અને ગ્રેસફુલ લુક આપે છે.

lifestyle news life and style fashion news fashion gujarati mid day