12 February, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોલ્ડ નેઇલ આર્ટને બદલે ન્યુડ અને બેજ નેઇલ્સ પસંદ કરી રહી છે
પર્સનલિટીને એન્હૅન્સ કરવામાં નેઇલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. નૉર્મલી વૅલેન્ટાઇન્સ ડે પર લાલ રંગ બહુ પૉપ્યુલર હોવાથી યુવતીઓ એ દિવસે રેડ નેઇલ આર્ટ કરવાનો આગ્રહ રાખે છે. એ દેખાવમાં થોડી લાઉડ પણ હોય છે, પણ હવે યુવતીઓ લાઉડ ફૅશનને બદલે ક્લાસી ફૅશન પર વધુ ભાર મૂકી રહી છે અને આ જ કારણ છે કે તેઓ બોલ્ડ નેઇલ આર્ટને બદલે ન્યુડ અને બેજ નેઇલ્સ પસંદ કરી રહી છે.
લાલ રંગને પ્રેમનું પ્રતીક ગણવામાં આવે છે પણ હવે યુવતીઓ ક્વાએટ લક્ઝરી અને મિનિમલિઝમને પસંદ કરી રહી છે અને બેજ કલર નૅચરલ લુકની સાથે સૉફિસ્ટિકેટેડ અને પ્રીમિયમ લુક આપે છે. આ કલર ટ્રેન્ડમાં હોવા પાછળ ઘણાં કારણો છે. બેજ કલર દરેક પ્રકારના આઉટફિટ સાથે મૅચ થઈ જાય છે. એ ઇન્ડિયન, વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન બધાં જ પ્રકારનાં આઉટફિટ પર સારા લાગે છે. અત્યારે જેમ નો-મેકઅપ લુક ટ્રેન્ડમાં છે એમાં બેજ નેઇલ્સ બંધ બેસતો નેઇલ ટ્રેન્ડ છે. બેજ બેઝ પર લાઇટ અથવા પેસ્ટલ પિન્ક કલરના હાર્ટ્સ કે ગોલ્ડન નેઇલ આર્ટ તમારા લુકને વધુ રોમૅન્ટિક બનાવે છે.
ન્યુડ નેઇલ્સ વિથ હાર્ટ્સ : આવી નેઇલ આર્ટમાં બેજ રંગનો બેઝ લગાવ્યા બાદ એના પર ઝીણાં લાલ, સફેદ, લાલ કે ગુલાબી રંગનાં હાર્ટ્સની આર્ટ કરવામાં આવે તો એ ક્યુટ તો લાગશે જ સાથે રોમૅન્ટિક લુક આપશે.
રોમ બેજ : જે યુવતીઓને થોડી ચમક ધમક પસંદ છે તેમના માટે ક્રોમ ફિનિશ નેઇલ આર્ટ બેસ્ટ છે. બેજ કલર પર હાલો ઇફેક્ટ આપતા પાઉડરને સેટ કરવાથી આવો લુક મેળવી શકાય છે. ઈવનિંગ ડેટ કે પાર્ટી માટે આ નેઇલ્સ લક્ઝરી લુક આપશે.
બેજ ફ્રેન્ચ મૅનિક્યૉરઃ બેજ કલરના બેઝ અને ઉપરના ભાગમાં ઑફવાઇટ કે ડાર્ક બ્રાઉન શેડનો ઉપયોગ કરીને કરારી નેઇલ આર્ટ પ્રોફેશનલ વાઇબ આપે છે. આ સ્ટાઇલ ઑફિસ જતી મહિલાઓ પર સૂટ થશે. તેમને સોબર લુક આપશે.
મૅટ ફિનિશઃ ઘણી યુવતીઓને ચમકતા નેઇલ્સને બદલે મેટ લુક વધુ પસંદ હોય છે. બેજ કલર પર મૅટ કોટ લગાવવાથી નખ બહુ મૉડર્ન અને ક્લાસી લાગે છે. તમારા હાથને વધુ સુંદર અને એલિગન્ટ દેખાડવા હોય તો બેજ નેઇલ્સની સાથે ગોલ્ડન સ્ટિકિંગ રંગ પહેરવાનું ભૂલતા નહીં.