11 June, 2025 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેઇલ-આર્ટ
નેઇલ-આર્ટમાં અવનવા ટ્રેન્ડ્સ આવતા રહે છે છે અને સમય સાથે ટ્રેન્ડને અનુસરવું યુવતીઓને ગમતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી સૉફ્ટ સર્વ નેઇલ્સનો ટ્રેન્ડ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે. સૉફ્ટ સર્વનું નામ આવતાં મગજમાં આઇસક્રીમ આવી જાય છે પણ હકીકતમાં એ લોકપ્રિય થઈ રહેલો નવો અને ક્રીએટિવ નેઇલ-આર્ટ ટ્રેન્ડ છે. આ પ્રકારની નેઇલ-આર્ટ સૉફ્ટ, યુનિક અને મિનિમલિસ્ટ પેસ્ટલ લુક આપતી હોવાથી એ દેખાવમાં આઇસક્રીમના સૉફ્ટ સર્વ જેવી સૉફ્ટ લાગે છે તેથી આ ટ્રેન્ડનું નામ સૉફ્ટ સર્વ નેઇલ-આર્ટ પડી ગયું. સૉફ્ટ સર્વ નેઇલ્સ નેઇલ-આર્ટની એવી સ્ટાઇલ છે જેમાં નેઇલ્સના રંગ આંખોને ઠંડક આપનારા આઇસક્રીમ સ્વર્લ્સ જેવા સૉફ્ટ હોય. એમાં બે કૂલ પેસ્ટલ કલર્સના કૉમ્બિનેશન પણ અલગ ઇફેક્ટ આપે છે. મોટા ભાગે યુવતીઓ પેલ પિન્ક અને મિલ્કી વાઇટને બ્લેન્ડ કરીને ઑમ્બ્રે ઇફેક્ટ બનાવીને લગાવવાનું પસંદ કરે છે. આ લુક ક્લાસિક ફ્રેન્ચ મૅનિક્યૉરનો ઍડ્વાન્સ્ડ અને મિનિમલિસ્ટિક અવતાર છે.
કેમ ટ્રેન્ડી બન્યો?
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર સૉફ્ટ સર્વ નેઇલ્સનો ટ્રેન્ડ જેન-ઝી અને મિલેનિયલ્સને એસ્થેટિક વાઇબ આપતો હોવાથી વધુ પૉપ્યુલર બની રહ્યો છે. એ પ્લેફુલ લુક આપતો હોવાથી કોઈ પણ પ્રસંગે સૉફ્ટ સર્વ નેઇલ્સ કરાવી શકાય છે. પેસ્ટલ કલર્સમાં સૌથી વધુ ઉપયોગ પિન્ક, લૅવન્ડર, બેબી બ્લુ અને મિન્ટ ગ્રીન જેવા રંગોનો થાય છે. એ શાઇનિંગ સિલ્કી લુક આપે છે ત્યારે સ્વર્લ્ડ પૅટર્ન આઇસક્રીમની ક્રીમ જેવી ફીલિંગ અપાવે છે. જેલ નેઇલ-આર્ટનો ઉપયોગ કરીને બનાવાતી સૉફ્ટ સર્વ નેઇલ-આર્ટને 3D ટેક્સ્ચર પણ આપી શકાય છે. જો સિમ્પલ લુક આપવો હોય તો બે કલરને મિક્સ કરીને અપ્લાય કરીને એના પર હાઈ ગ્લૉસ ટૉપ કોટ કરી શકાય જેથી ગ્લૉસી લાગે. કોટિંગ કરી શકાય પણ જો એમાં ફંકીનેસ ઉમેરવી હોય તો એમાં ગ્લિટર કે નેઇલ-આર્ટ કરાવી શકાય અથવા વેવીનેસ કે સ્વર્લ્સવાળા જેલ નેઇલ્સ પણ કરાવી શકાય. આ ટ્રેન્ડ આમન્ડ, ઓવલ અને સૉફ્ટ સ્ક્વેર એમ બધા જ પ્રકારના નખ પર સૂટ થાય છે. એની વર્સેટિલિટી આ ટ્રેન્ડને હિટ બનાવી રહી છે. તમે માર્બલ ઇફેક્ટ, સિલ્વર લાઇનિંગ અને બ્લૅક કલરથી હાઇલાઇટ કરીને અલગ-અલગ ઇફેક્ટ્સ આપી શકો છો.
કેવી રીતે મેળવશો સૉફ્ટ સર્વ લુક?
નખને નેઇલ-આર્ટના ટૂલ્સની મદદથી સાફ કરીને એના પર પેલ પિન્ક અથવા ન્યુડ શેડના બે કોટ લગાવો. પછી મેકઅપ સ્પન્જનો ઉપયોગ કરીને નખની ટિપ પર સફેદ પૉલિશ લગાવીને ધીમે-ધીમે બ્લેન્ડ કરો અને પછી હાઈ ગ્લૉસ ટૉપ કોટ લગાવીને ફિનિશિંગ આપો.
કોણ લગાવી શકે?
પેસ્ટલ કલર્સ અને મિનિમલ ઇફેક્ટ્સ અથવા ડિઝાઇન બધાને જ ગમે. એ કૉર્પોરટ લાઇફમાં પણ ચાલે. જે લોકોને સિમ્પલ અને મિનિમલિસ્ટ લુક જોઈતો હોય તો સૉફ્ટ સર્વનો લુક લાઇટ અને નૅચરલ લાગશે. એને અલગ-અલગ રીતે સ્ટાઇલ પણ કરી શકાય. જો તમે બેબી પિન્ક, મિન્ટ કે લૅવન્ડર જેવા પેસ્ટલ ડ્રેસ પહેરશો તો તમારા સૉફ્ટ સર્વ નેઇલ્સ કૉમ્પ્લીમેન્ટ કરશે. સફેદ કે ન્યુડ ટોનનાં કપડાં તમારા નેઇલ્સને હાઇલાઇટ કરશે. કૅઝ્યુઅલ લુકમાં યુનિકનેસ જોઈતી હોય તો ડેનિમ અથવા ફ્લોરલ ડ્રેસ સાથે પણ આવા નેઇલ્સ સારા લાગશે. ઍક્સેસરીઝની વાત કરીએ તો પેસ્ટલ કલર્સના નેઇલ્સ પર રોઝ ગોલ્ડ, પર્લ્સ કે મિનિમલ જ્વેલરી સાથે એસ્થેટિક લુક આપી શકે છે. મેકઅપમાં પણ ન્યુડ લિપસ્ટિક, પિન્ક બ્લશ અને સૉફ્ટ હાઇલાઇટર લગાવીને મિનિમલ લુક નેઇલ્સને હાઇલાઇટ કરશે.