મૉડર્ન હોમ ડેકોરની નવી પસંદ ફ્લોટિંગ શેલ્વ્ઝ ઓછી જગ્યામાં ઘરને આપો સુપરસ્ટાઇલિશ લુક

18 May, 2026 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજના મૉડર્ન અને મિનિમલિસ્ટિક હોમ ડેકોરના યુગમાં ભારેખમ, મોટા અને જમીન પર જગ્યા રોકતા લાકડાના કબાટોનો ક્રેઝ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. એની જગ્યાએ હવે સ્માર્ટ અને લાઇટવેઇટ ઑપ્શન્સ પસંદ કરવામાં આવી રહ્યા છે.

ગ્રીન કૉર્નર અને ઇન્ડોર પ્લાન્ટ્સ

આજના મૉડર્ન અને મિનિમલિસ્ટિક હોમ ડેકોરના યુગમાં ભારેખમ, મોટા અને જમીન પર જગ્યા રોકતા લાકડાના કબાટોનો ક્રેઝ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. એની જગ્યાએ હવે સ્માર્ટ અને લાઇટવેઇટ ઑપ્શન્સ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેન્ડમાં અત્યારે સૌથી મોખરે છે ફ્લોટિંગ શેલ્વ્ઝ

ફ્લોટિંગ શેલ્વ્ઝ એટલે લાકડાનાં પાટિયાં જે દીવાલ પર એવી રીતે ફિટ કરવામાં આવે છે કે એના સપોર્ટિંગ બ્રૅકેટ્સ કે સ્ક્રૂ બહારથી બિલકુલ દેખાતાં નથી. જોતાં એવું લાગે કે જાણે આ પાટિયાં દીવાલ પર હવામાં તરી રહ્યાં છે. આ નાનકડો બદલાવ ઘરની દીવાલોને એક અદ્ભુત આધુનિક લુક આપે છે. ચાલો જાણીએ કે ફ્લોટિંગ શેલ્વ્ઝ કેમ આજના સમયની મસ્ટ-હૅવ ડેકોર આઇટમ છે અને એને કેવી રીતે સ્ટાઇલ કરવી.
ખાસ કરીને નાના ઘર કે ફ્લૅટ માટે ફ્લોટિંગ શેલ્વ્ઝ વરદાન સમાન છે. એ ફ્લોર સ્પેસ બિલકુલ રોકતી નથી જેને કારણે રૂમ ખુલ્લી અને મોકળી લાગે છે. ભારે કબાટ રૂમને નાની અને ગૂંગળામણભરી બનાવે છે, જ્યારે ફ્લોટિંગ શેલ્વ્ઝ દીવાલના ખાલી ભાગનો સદુપયોગ કરીને ઘરને વધુ હવાદાર લુક આપે છે.

લિવિંગ રૂમમાં બુકશેલ્ફ અને શો-પીસ ડિસ્પ્લે
તમારા લિવિંગ રૂમની ટીવી પાછળની દીવાલ કે સોફાની સાઇડની દીવાલ પર અલગ-અલગ લંબાઈનાં બે કે ત્રણ ફ્લોટિંગ શેલ્વ્ઝ એકની ઉપર એક (સ્ટૅગર્ડ ફૉર્મેટમાં) ગોઠવો. એના પર તમારાં મનપસંદ પુસ્તકો, પ્રવાસ દરમ્યાન ખરીદેલાં નાનાં ક્યુટ શો-પીસ કે ફૅમિલી ફોટોફ્રેમ્સ મૂકો. આનાથી લિવિંગ રૂમમાં ખૂબ જ આર્ટિસ્ટિક વાઇબ્સ આવશે.

રસોડાનું સ્માર્ટ મેકઓવર 
આજકાલ કિચનમાં બંધ ઓવરહેડ કૅબિનેટ્સને બદલે ઓપન ફ્લોટિંગ શેલ્વ્ઝ રાખવાનો મોટો ટ્રેન્ડ છે. રસોડાની એક દીવાલ પર આવાં શેલ્વ્ઝ લગાવીને એના પર કાચની સુંદર બરણીઓમાં મસાલા, અનાજ અથવા તમારા મૉડર્ન સિરૅમિક મગ અને ક્રૉકરી ગોઠવો. આનાથી રસોડું મૉડર્ન કૅફે જેવું લાગશે અને કામ કરતી વખતે વસ્તુઓ સરળતાથી મળી પણ જશે.

ગ્રીન કૉર્નર અને ઇન્ડોર પ્લાન્ટ્સ
જો તમને ઘરમાં છોડ ઉગાડવાનો શોખ હોય પણ ગૅલરીમાં જગ્યા ન હોય તો ફ્લોટિંગ શેલ્વ્ઝ બેસ્ટ ઑપ્શન છે. બારીની નજીકની દીવાલ પર શેલ્ફ લગાવી એના પર નાના-નાના ઇન્ડોર પ્લાન્ટ્સ જેમ કે મની પ્લાન્ટ, સક્યુલન્ટ્સ કે સ્નેક પ્લાન્ટ મૂકો. નીચે તરફ લટકતી વેલો આ શેલ્વ્ઝ પરથી ખૂબ જ નયનરમ્ય લાગે છે.

બેડરૂમ અને બાથરૂમ માટે ઑર્ગેનાઇઝર
બેડરૂમમાં બેડની બાજુમાં મોટું સાઇડ-ટેબલ રાખવાની જગ્યા ન હોય તો બેડની બરાબર બાજુમાં એક નાનું ફ્લોટિંગ શેલ્ફ લગાવી દો. એના પર તમે રાત્રે મોબાઇલ, ચશ્માં કે પાણીની બૉટલ આરામથી મૂકી શકો છો. એ જ રીતે બાથરૂમની દીવાલ પર સિન્કની બાજુમાં શેલ્ફ લગાવીને પરફ્યુમ, લોશન કે નાનાં નૅપ્કિન્સ ઑર્ગેનાઇઝ કરી શકાય છે.

કલર કો-ઑર્ડિનેશન કેમ જરૂરી છે?
ફ્લોટિંગ શેલ્વ્ઝને સજાવતી વખતે લેસ ઇઝ મોરનો નિયમ યાદ રાખો. એના પર ખીચડો કે ગીચતા ન કરો. થોડી જગ્યા ખાલી રહેવા દો. જો તમે બુક્સ ગોઠવતા હો તો એના કલર પ્રમાણે ગોઠવો. જેમ કે બધી બ્લુ બુક્સ એક તરફ, વાઇટ બીજી તરફ. આનાથી એ જોવામાં આંખોને ગમે એવું લાગશે.
ફ્લોટિંગ શેલ્વ્ઝ ઉપયોગિતા અને સુંદરતાનું પર્ફેક્ટ મિશ્રણ છે. બજારમાં એ ખૂબ જ સસ્તા ભાવે રેડીમેડ પણ મળે છે અને તમે સુથાર પાસે પણ કસ્ટમાઇઝ કરાવી શકો છો. તો આ વખતે તમારા ઘરની કોઈ ખાલી અને કંટાળાજનક દીવાલને ફ્લોટિંગ શેલ્વ્ઝની મદદથી નવો અને આધુનિક અવતાર આપો.

fashion news fashion columnists lifestyle news life and style