✕

ગુજરાતીઓ માટે આવી ગયાં છે ખાખરા વૉફલ

03 October, 2026 06:02 PM IST  |  Mumbai | Darshini Vashi

બોરીવલીમાં રહેતી સરલ રમાણીએ ડૅફલ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે જ્યાં ખાખરા જેવા સપાટ વૉફલની વિવિધ વરાઇટી મળે છે, ખાખરા અને વૉફલનો આમ તો દૂર-દૂર સુધીનો કોઈ નાતો નથી. એમ છતાં એને સાથે લાવવાનું સાહસ બોરીવલીની એક ગુજરાતી યુવતીએ કર્યું છે.

ગુજરાતીઓ માટે આવી ગયાં છે ખાખરા વૉફલ

ખાખરા અને વૉફલનો આમ તો દૂર-દૂર સુધીનો કોઈ નાતો નથી. એમ છતાં એને સાથે લાવવાનું સાહસ બોરીવલીની એક ગુજરાતી યુવતીએ કર્યું છે. થોડી આવડત, મહેનત અને આઇડિયા વાપરીને તેણે ખાખરા વૉફલ રજૂ કર્યાં છે. એ દેખાવમાં અને ટેસ્ટમાં વૉફલ જેવાં છે, પણ ખાખરા જેવા કન્ચી છે. આમ આ દેશી અને વિદેશી ડિઝર્ટનું એક અનોખું કૉમ્બિનેશન છે. ખાખરા વૉફલ જ નહીં, તેણે નવા શરૂ કરેલા પોતાના સ્ટૉલમાં બીજી પણ અનેક વરાઇટી છે.
બોરીવલીમાં રહેતી અને હાલમાં જ BSc-ITમાં ગ્રૅજ્યુએટ થયેલી સરલ રમાણીએ બે મહિના પહેલાં જ ડૅફલ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે જ્યાં તેમણે ખાખરા વૉફલ લૉન્ચ કર્યાં છે. આ વિશે માહિતી આપતાં તે કહે છે, ‘ફૂડ મારું પૅશન છે. જૉબ પર લાગતાં પહેલાં મારે મારું પૅશન પૂરું કરવું હતું એટલે મેં વૉફલ અને ડેફલનો સ્ટૉલ શરૂ કર્યો છે. ખાખરા વૉફલ મારી નવી ડિઝર્ટ આઇટમ છે. નૅચરલમાં જે કૉર્ન મળે છે એ જ કૉર્નને મેં ખાખરાનો શેપ આપ્યો છે. હું પણ ગુજરાતી છું અને મને ખબર છે કે ખાખરા પ્રત્યે આપણા હૃદયમાં હંમેશાં એક સૉફ્ટ કૉર્નર હોય છે એટલે મને આવો આઇડિયા આવ્યો. ખાખરા શેપમાં સ્ટુપ એટલે કે કોન બનાવવાનું મશીન આવે છે જેમાં આ શેપના કોન બનાવીને એના પર વિવિધ ચૉકલેટ, સ્પ્રિન્કલ વગેરે સ્પ્રેડ કરીને એને ડેફલ નામ આપીને આ ડિઝર્ટ પીરસી રહી છું. આવી રીતે મેં બ્લુબેરી ચીઝ કેક સન્ડે વૉફલ પણ બનાવી છે જેમાં બાઉલ શેપના કોનની અંદર વૉફલના નાના-નાના ટુકડા, બ્લુબેરી ચીઝ કેક આઇસક્રીમ, બ્લુબેરી ક્રીમ, વિવિધ ટૉપિંગ્સ અને ચૉકલેટ સૉસ નાખીને એને સર્વ કરું છું જે વિથ બાઉલ ખાઈ શકાય છે.’
ક્યાં મળશે? : ડેફલ અપ 
યૉર ડે, બેલા વિસ્ટા, ચંદાવરકર રોડ, 
બોરીવલી-વેસ્ટ
સમય : સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી

borivali food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi lifestyle news life and style columnists