02 October, 2026 10:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રીમી અને ચીઝી વાઇટ સૉસ વેજ પાસ્તા
સામગ્રી : પાસ્તા માટે : પેને/મૅક્રોની પાસ્તા – ૨૫૦ ગ્રામ, પાણી – જરૂર મુજબ, મીઠું –૧ ટીસ્પૂન, તેલ – ૧ ટીસ્પૂન
વેજિટેબલ્સ : બટર – ૧ ટેબલસ્પૂન, લસણ – ૧ટેબલસ્પૂન (બારીક સમારેલું), ડુંગળી – ½ કપ, કૅપ્સિકમ –અડધો કપ, ગાજર અડધો કપ, સ્વીટ કૉર્ન – અડધો કપ, બ્રૉકલી – અડધો કપ, ટમેટું – પા કપ, મીઠું – સ્વાદ મુજબ, ચિલી ફ્લેક્સ – અડધો ટીસ્પૂન, ઑરેગૅનો – ૧ ટીસ્પૂન
વાઇટ સૉસ માટે : બટર – બે ટેબલસ્પૂન,
મેંદો – બે ટેબલસ્પૂન, દૂધ – બે કપ, ચીઝ – અડધો કપ (છીણેલું), મરી પાઉડર – અડધી ટીસ્પૂન, મીઠું – સ્વાદ મુજબ, ઑરેગૅનો - અડધી ટીસ્પૂન, ચિલી ફ્લેક્સ – અડધી ટીસ્પૂન
બનાવવાની રીત : એક મોટા વાસણમાં પાણી ઉકાળો. એમાં મીઠું અને થોડું તેલ ઉમેરો. પાસ્તા નાખીને ૮૦-૯૦ ટકા સુધી બાફી લો. પાસ્તા નરમ થાય પરંતુ થોડો બાઇટ રહે એવા રાખવા. એ પછી પાસ્તા અને પાણી અલગ તારવી લો. પાણી ફેંકી ન દેવું.
પૅનમાં બટર ગરમ કરીને એમાં લસણ ઉમેરો અને થોડું સાંતળો. હવે ડુંગળી, ગાજર, કૅપ્સિકમ, બ્રૉકલી અને સ્વીટ કૉર્ન ઉમેરો. બે-ત્રણ મિનિટ હાઈ ફ્લેમ પર સાંતળો જેથી શાકભાજી થોડાં ક્રન્ચી રહે. બીજી પૅનમાં બે ટેબલસ્પૂન બટર ગરમ કરો. એમાં મેંદો ઉમેરો અને એક-બે મિનિટ ધીમા તાપે શેકો. હવે ધીમે-ધીમે દૂધ ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. સૉસ થોડો ઘટ્ટ થાય ત્યારે એમાં મીઠું, મરી પાઉડર, ઑરેગૅનો અને ચિલી ફ્લેક્સ ઉમેરો. હવે છીણેલું ચીઝ ઉમેરો અને ચીઝ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો. એમાં તૈયાર કરેલાં શાકભાજી અને બાફેલા પાસ્તા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. જરૂર લાગે તો થોડું પાસ્તાનું ઉકાળેલું પાણી અથવા દૂધ ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરો. ઉપરથી ચીઝ, ઑરેગૅનો અને ચિલી ફ્લેક્સ નાખીને ગરમાગરમ સર્વ કરો.