04 November, 2025 06:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજુ-નારિયેળની બરફી
સામગ્રી : ૨થી ૩ ટેબલસ્પૂન ઘી (થીણું), ૧ કપ શુગર પાઉડર (ચાળીને લેવો), પા કપ (બે ટેબલસ્પૂન) દૂધ, ૨ કપ સૂકા નારિયેળનો પાવડર, પા કપ કાજુનો પાઉડર, ફૂડ કલર (યલો-ગ્રીન-રેડ-ઑરેન્જ), એલચી પાઉડર, બદામ-પિસ્તાંની કતરણ.
રીત : એક બાઉલમાં થીણું ઘી લઈને હલાવવું. ત્યાર બાદ પાઉડર શુગર ચાળીને ઘીમાં નાખીને ફીણવું, થોડું દૂધ (બે ટેબલસ્પૂન) નાખીને મિક્સ કરવું, થોડી વાર હલાવવું. ત્યાર બાદ થોડું-થોડું કરીને નારિયેળનું છીણ નાખવું. થોડું થિક થઈ જશે પછી કાજુ પાઉડર અને એલચી નાખવાં. હવે આ મિક્સ્ચર એક પૅનમાં નાખવું અને ધીમે તાપે બેથી ત્રણ મિનિટ હલાવવું. શુગર મેલ્ટ થઈ જશે એટલે એમાં ફૂડ કલર ઍડ કરવો અને હલાવવું. પછી ગૅસ બંધ કરીને થોડી વાર હલાવવું અને થોડું ઠંડું થાય એટલે ગ્રીસ કરેલા મોલ્ડમાં થાળીમાં નાખીને ઠંડું કરીને પીસ કરવા.