04 June, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેક્સિકન સેવપૂરી વિથ ટૅન્ગી ટમૅટો
સામગ્રી : ૧ કપ પલાળીને બાફેલા રાજમા, બારીક સમારેલા કાંદા, ટમેટાં, કૅપ્સિકમ, બાફેલા સ્વીટ કૉર્ન, ૬થી ૭ લસણની કળી, ૪થી ૫ મોટા ટમેટાં, ૧ ચમચી લાલ મરચું, બેથી ત્રણ ચમચી પીત્ઝા સૉસ, ૨-૩ ચમચી ટમૅટો કેચપ, સેવપૂરી માટેની પૂરીઓ, ગાર્નિશિંગ માટે સૉસ
બનાવવાની રીત : સ્ટફિંગ માટે : રાજમા આખી રાત પલાળીને સવારે બાફી લેવા. રાજમાને થોડા છૂંદી લેવા. એમાં કાંદા, ટમેટાં, કૅપ્સિકમ, કોથમીર, મીઠું, ચાટ મસાલો, સ્વીટ કૉર્ન (બાફેલા સ્વીટ કૉર્ન) નાખીને મિક્સ કરી લો એટલે સ્ટફિંગ રેડી.
ટૅન્ગી ટમૅટો ચટણી માટે : ૪-૫ ટમેટાંને બૉઇલ કરવાં. ઠંડાં થાય એટલે છાલ કાઢીને મિક્સરમાં પીસી લેવાં. પીસીને ગળણીથી ગાળી લેવું (પ્યુરી કરવી). ૧ પૅનમાં થોડું તેલ ગરમ કરું. એમાં અજમો ને હિંગ નાખવાં. પછી લસણની કળીને છોલીને પેસ્ટ કરીને નાખવી. બરાબર સંતળાય એટલે એમાં ટમૅટો પ્યુરી નાખીને ધીમે તાપે ૫-૭ મિનિટ ચડવા દેવું. પછી ૧ ચમચી લાલ મરચું, ૨-૩ ચમચી પીત્ઝા સૉસ, ૨-૩ ચમચી ટમૅટો કેચપ નાખીને હલાવવું. મીઠું ઍડ કરવું. સેવપૂરી પર સ્ટફિંગ મૂકીને ટૅન્ગી ટમૅટો ચટણી નાખવી અને ઉપર સેવ નાખીને સર્વ કરવું.