આજની રેસિપી : બેસન પૂડલા વિથ પીત્ઝા ટૉપિંગ

24 August, 2026 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચણાના લોટ, રવા અને ચોખાના લોટથી બનતા આ પીત્ઝા પૂડલામાં કૅપ્સિકમ, કૉર્ન અને ચીઝનું ટેસ્ટી ટૉપિંગ ઉમેરાય છે. નાસ્તામાં કે બાળકોની પાર્ટી માટે સરળતાથી બનાવી શકાય એવી આ ગુજરાતી રેસિપી જરૂર ટ્રાય કરો.

આજની રેસિપી : બેસન પૂડલા વિથ પીત્ઝા ટૉપિંગ

સામગ્રી : એક કપ ચણાનો લોટ, પા કપ રવો, પા કપ ચોખાનો લોટ, મીઠું, હળદર, જીરું, અજમો, મરચાંની પેસ્ટ, કોથમીર
ટૉપિંગ માટે : રેડ, ગ્રીન અને યલો કૅપ્સિકમ; બાફેલા કૉર્ન; ચીઝ; ચિલી ફ્લેક્સ; ઑરેગૅનો, પીત્ઝા સૉસ
બનાવવાની રીત : ચણાનો લોટ, રવો અને ચોખાનો લોટ મિક્સ કરીને પૂડલાનું ખીરું બનાવવું. એમાં મીઠું, હળદર, જીરું, અજમો, મરચાંની પેસ્ટ અને કોથમીર નાખીને થોડી વાર રહેવા દેવું. નૉનસ્ટિક લોઢીમાં પૂડલો પાથરવો. એના પર તેલ લગાડીને પીત્ઝા સૉસ સ્પ્રેડ કરવો. એના પર રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ તથા કૉર્ન નાખીને ઉપર ચીઝ ખમણીને નાખવું. એના પર ચિલી ફ્લેક્સ અને ઑરેગૅનો નાખીને ધીમા તાપે પૂડલા ઉતારીને ગરમાગરમ સર્વ કરવા.

lifestyle news life and style food and drink food news street food Gujarati food mumbai food indian food