આજની રેસિપી : ચીઝી કૉર્ન ઢોકળાં

12 August, 2026 09:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઢોકળાં અને હાંડવાના લોટથી બનાવો ચીઝ-કૉર્ન ઢોકળાં. કૉર્નની પેસ્ટ, ચીઝ, ચિલી ફ્લેક્સ અને ઑરેગૅનોનો ટેસ્ટ આ ગુજરાતી નાસ્તાને બનાવશે વધુ સ્વાદિષ્ટ.

ચીઝી કૉર્ન ઢોકળાં

સામગ્રી : એક કપ ઢોકળાંનો લોટ, એક કપ હાંડવાનો લોટ, એક કપ કૉર્નની પેસ્ટ, બે ચમચી તેલ, મીઠું, હળદર, ચિલી ફ્લેક્સ, ઑરેગૅનો, ચીઝ, મરચાંની પેસ્ટ, ખાટી છાશ, ઇનો.
રીત : હાંડવા અને ઢોકળાંનો લોટ મિક્સ કરી છાશ નાખીને પાંચથી ૬ કલાક પલાળી રાખવો. પછી કૉર્નની પેસ્ટ, મરચાંની પેસ્ટ, મીઠું, તેલ અને ઇનો નાખીને ઢોકળાંની થાળી ગૅસ પર મૂકવી. દસથી ૧૨ મિનિટ પછી ખમણેલું ચીઝ નાખી એના પર ચિલી ફ્લેક્સ અને ઑરેગૅનો ભભરાવી એક મિનિટ ઢાંકણું ઢાંકીને ગૅસ બંધ કરી દેવો અને ઢોકળાંની થાળી ઉતારી લેવી. બે મિનિટ પછી કટ કરીને ઢોકળાં સર્વ કરવાં.

lifestyle news life and style food and drink food news Gujarati food