29 September, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : એક્ઝૉટિક ફ્રૂટ ક્રીમ
સામગ્રી : બે નાનાં રેડ ડ્રૅગન ફ્રૂટ, માર્કેટમાં મળતું વ્હીપિંગ ક્રીમ, થોડીક ચેરી – ગાર્નિશિંગ માટે
બનાવવાની રીત : સૌપ્રથમ માર્કેટમાં મળતું વ્હીપિંગ ક્રીમ લો. એને એક બાઉલમાં કાઢીને સારી રીતે વ્હીપ કરો, જેથી ક્રીમ એકદમ ફૂલીને લાઇટ અને ક્રીમી બની જાય. ત્યાર બાદ તૈયાર થયેલા વ્હીપ્ડ ક્રીમને પાઇપિંગ બૅગમાં ભરી લો અને થોડી વાર માટે ફ્રિજમાં સેટ થવા મૂકી દો. હવે બન્ને ડ્રૅગન ફ્રૂટની છાલ કાઢીને એને નાના-નાના પીસમાં કટ કરી લો. કટ કરેલા ડ્રૅગન ફ્રૂટના પીસને પણ થોડી વાર માટે ફ્રિજમાં ઠંડા થવા મૂકી દો. ચેરીને મીડિયમ સાઇઝમાં કટ કરી શકો છો અથવા ગાર્નિશિંગ માટે આખી ચેરી પણ રાખી શકો છો. હવે સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલાં વ્હીપ્ડ ક્રીમનું એક લેયર બનાવો. ત્યાર બાદ એના પર કાપેલા ડ્રૅગન ફ્રૂટનાં પીસ મૂકો. ફરીથી ક્રીમનું લેયર કરો અને ત્યાર બાદ ડ્રૅગન ફ્રૂટનું લેયર કરો. આ જ રીતે ક્રીમ અને ડ્રૅગન ફ્રૂટનાં કુલ ત્રણથી ૪ સુંદર લેયર તૈયાર કરો. અંતમાં ઉપરથી ચેરીથી ગાર્નિશિંગ કરો.
સર્વિંગ-ટિપ : આ ડિઝર્ટ રિફ્રેશિંગ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. નાના હોય કે મોટા, બધાને એનો સ્વાદ ચોક્કસ પસંદ આવશે. સર્વ કરવું હોય ત્યારે જ ફ્રેશ બનાવવું હિતાવહ છે.