મોતીચૂર ચીઝ કેક

14 August, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેને ૩૦ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા રાખવું. પછી ક્રીમ ચીઝ, મલાઈ અને ખાંડને હૅન્ડ બ્લેન્ડરથી મિક્સ કરવું (હૅન્ડ બ્લેન્ડર ન હોય તો મિક્સરમાં કરવું). હવે આને બિસ્કિટના લેયર પર પાથરવું.

મોતીચૂર ચીઝ કેક

સામગ્રી ૧૦ મારી બિસ્કિટ અથવા ડાઇજેસ્ટિવ બિસ્કિટ, બે ચમચી બટર, ૧૦૦ ગ્રામ ક્રીમ ચીઝ, ૫૦ ગ્રામ અમૂલ ક્રીમ અથવા દૂધની મલાઈ, બે ચમચી દળેલી ખાંડ, ૨-૩ મોતીચૂર લાડવા 

રીત : મિક્સર જારમાં બિસ્કિટનો ચૂરો કરી લેવો. પછી એમાં પીગળેલું બટર નાખી મિક્સ કરવું અને એને એક કાચની ટ્રેમાં ચમચા અથવા વાટકીથી દબાવીને પાથરી લેવું એટલે આપણું પહેલું બિસ્કિટનું લેયર તૈયાર થશે. ટ્રેને ૩૦ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા રાખવું. પછી ક્રીમ ચીઝ, મલાઈ અને ખાંડને હૅન્ડ બ્લેન્ડરથી મિક્સ કરવું (હૅન્ડ બ્લેન્ડર ન હોય તો મિક્સરમાં કરવું). હવે આને બિસ્કિટના લેયર પર પાથરવું. આ આપણું બીજું લેયર તૈયાર થશે. હવે એના પર મોતીચૂરના લાડવાને ક્રશ કરી ત્રીજું લેયર તૈયાર કરવું અને ફરી ટ્રેને બે કલાક માટે ફ્રિજમાં સેટ કરવા માટે મૂકવું. સેટ થઈ જાય એટલે એને ઠંડું સર્વ કરવું.

-કાજલ ડોડિયા

food news food and drink indian food mumbai food life and style columnists gujarati mid day mumbai