આજની રેસિપી : પંચરત્ન શીરો

07 September, 2026 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજગરા અને શિંગોડાના લોટ, અંજીર, કોપરું, માવો અને દૂધથી બનાવો સ્વાદિષ્ટ પંચરત્ન શીરો. ઘી અને એલચીની સુગંધવાળી આ મીઠાઈ ઘરે સરળતાથી બનાવી શકાય છે.

આજની રેસિપી : પંચરત્ન શીરો

સામગ્રી : અડધી વાટકી રાજગરાનો લોટ, પા વાટકી શિંગોડાનો લોટ, પાંચ અંજીર પલાળીને પેસ્ટ કરવી, પા વાટકી કોપરાનું ખમણ, ૫૦ ગ્રામ માવો, અઢી વાટકી દૂધ મલાઈવાળું, પાંચથી ૬ ચમચી ઘી, પા ચમચી એલચી પાઉડર, અડધી વાટકી સાકર 
બનાવવાની રીત : કડાઈમાં ઘી ગરમ કરવું. પછી એમાં રાજગરાનો લોટ નાખી મિક્સ કરીને હલાવો. પછી શિંગોડાનો લોટ નાખી બરાબર મિક્સ કરીને હલાવો. એને બેથી ૪ મિનિટ ધીરા તાપે શેકો. ગુલાબી થાય એટલે કોપરાનું છીણ, અંજીરની પેસ્ટ, માવો તથા દૂધ નાખી બરાબર મિક્સ કરીને હલાવો. એમાં સાકર નાખી બરાબર મિક્સ કરીને હલાવો. સાકર મિક્સ થાય એટલે ઘી છૂટશે. એટલે એલચી પાઉડર અને કાપેલાં ડ્રાયફ્રૂટ્સ નાખીને ગૅસ પરથી ઉતારી લો. એકદમ મસ્ત પંચરત્ન શીરો તૈયાર છે.

-રાગિણી ગાંધી

lifestyle news life and style food and drink food news street food Gujarati food mumbai food indian food