27 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિલેટ્સ વેજ હાકા નૂડલ્સ
સામગ્રી : ૨ કપ નૂડલ્સ (૧૫૦ ગ્રામ), ૬ લસણની કળી બારીક સમારેલી, ૧ ટીસ્પૂન આદું બારીક સમારેલું, પા કપ કાપેલી ફણસી, પા કપ લીલી ડુંગળી બારીક સમારેલી, અડધો કપ કૅપ્સિકમ સમારેલું, અડધો કપ કાપેલી કોબી, પા કપ લાંબી પાતળી સ્લાઇસ ગાજર, ૧/૪ ટીસ્પૂન મરીનો ભૂકો, ૨ ટીસ્પૂન સોયા સૉસ, ૧/૨ ટીસ્પૂન રેડ ચિલી સૉસ, ૧ ટેબલસ્પૂન ટમેટો કેચઅપ, ૨ ટેબલસ્પૂન તેલ
રીત : નૂડલ્સને બાફી લો (થોડાં કાચાં રાખો). એક કડાઈમાં મધ્યમ આંચ પર એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. એમાં બારીક સમારેલું લસણ અને આદું નાખીને ૩૦ સેકન્ડ સાંતળો. એમાં કાપેલી ફણસી નાખો અને એક મિનિટ સાંતળો. પછી કાપેલી લીલી ડુંગળી, કૅપ્સિકમ, કોબી અને ગાજર નાખો. એ પાકી જાય પરંતુ ક્રિસ્પી રહે એટલે એમાં સોયા સૉસ, ચિલી સૉસ, ટમેટો કેચઅપ, મરીનો ભૂકો અને મીઠું નાખો. એને બરાબર મિશ્ર કરી લો અને એમાં બાફેલાં નૂડલ્સ નાખો. એને મિક્સ કરવા માટે ટૉસ કરો (ધીમેથી ઉછાળીને મિક્સ કરો). એને ત્યાં સુધી ટૉસ કરો જ્યાં સુધી નૂડલ્સ સમાન સૉસ અને લગભગ શાકભાજી સાથે મિક્સ થઈ જાય. એમાં એક મિનિટનો સમય લાગશે. ગૅસને બંધ કરી દો અને સર્વિંગ પ્લેટમાં એને કાઢી લો.