રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

16 May, 2022 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો ફાયરી ચેરી-બેરી નૅચરલ ડ્રિન્ક; ગ્રીન ગ્રાસ ઍન્ડ ગ્રેપ્સ કૉકટેલ અને સ્પ્રાઉટેડ બીન્સ વિથ પનીર ત્રિરંગી બરીટોની રેસિપી

પ્રતીકાત્મક તસવીર

ફાયરી ચેરી-બેરી નૅચરલ ડ્રિન્ક

ફાયરી ચેરી-બેરી નૅચરલ ડ્રિન્ક અને પારુલ પરેશ શાહ, બોરીવલી-વેસ્ટ

સામગ્રી :  ફ્રેશ નારિયેળ પાણી બે કપ, ચેરી ટમૅટો ૮-૧૦ નંગ (ડ્રિન્ક તૈયાર કરવા માટે), ૫-૬ નંગ (ગાર્નિશ કરવા માટે), ક્રેન બેરી ૫૦ ગ્રામ, કાશ્મીરી આખાં મરચાં ૧ નંગ (Optional), વરિયાળી પાઉડર ૧ ટી સ્પૂન, શેકેલું જીરું પાઉડર ૧ ટી સ્પૂન, લેમન ગ્રાસ પાઉડર ૧ ટી સ્પૂન,  જીંજર પાઉડર ૧/૪ ટી સ્પૂન, સંચળ પાવડર સ્વાદ અનુસાર.
ગાર્નિશ કરવા માટે : ઇટાલિયન બેસિલ ૪-૫ પાન
નાનું માટીનું મટકું / પૉટ (નૅચરલ ફ્રીઝનું કામ કરે છે)
માટીના કુલ્લડ / કાચનો ગ્લાસ (સર્વ કરવા માટે)
રીત : ૧. માટીનું માટલું કે પૉટમાં ફ્રેશ નારિયેળ પાણી, ચેરી ટમૅટોના ટુકડા, ક્રેન બેરી, કાશ્મીરી આખું મરચું, વરિયાળી પાઉડર, શેકેલું જીરું પાઉડર, લેમન ગ્રાસ પાઉડર, જીંજર પાઉડર, સંચળ પાવડર ઉમેરીને ૧ કલાક સુધી પલળવા દો.
૨. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી ગાળી લો.
૩. સમર સ્પેશ્યલ હેલ્ધી અને નૅચરલ ઇઝી-ઇન્સ્ટન્ટ ડ્રિન્ક તૈયાર છે સર્વ 
કરવા માટે.
૪. માટીની કુલ્લડમાં કે કાચના 
ગ્લાસમાં તૈયાર થયેલા ડ્રિન્કને રેડી ઇટાલિયન બેઝિલ અને ચેરી ટમૅટોથી ગાર્નિશ કરી, ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરો.
૫. અરોમા વધારવા અને ડ્રિન્કને વધુ ટેસ્ટી કરવા તજની સ્ટિક (Cinnamon Stick)નો સ્ટ્રૉની જેમ ઉપયોગ કરો.
ખાસિયત : દરેક સીઝનમાં હેલ્ધી અને નૅચરલ, સરળ અને ઝડપથી બની જતી ફાયરલેસ રેસિપી

 

ગ્રીન ગ્રાસ ઍન્ડ ગ્રેપ્સ કૉકટેલ

ગ્રીન ગ્રાસ ઍન્ડ ગ્રેપ્સ કૉકટેલ અને તેજલ એમ. શાહ, ઘાટકોપર-ઈસ્ટ

સામગ્રી : લીલી દ્રાક્ષ 1 વાટકી (100 ગ્રામ), લેમન ગ્રાસ 1/4 વાટકી (ઝીણી સમારેલી), ચપટી ચાટ મસાલો, 1 ચમચી તકમરિયાં (પલાળેલાં), 3થી 4 ફુદીનાનાં પાન
બનાવવાની રીત : સૌપ્રથમ મિક્સરની જારમાં લેમન ગ્રાસને થોડું પાણી, ફુદીનાનાં પાન નાખી ચર્ન કરી લો. પછી સર્વ એક ગ્લાસમાં પલાળેલાં તકમરિયાં, ચાટ મસાલો નાખીને સર્વ કરો.
ગરમીની સીઝનમાં ઓછામાં ઓછી વસ્તુઓ સાથે તૈયાર થતું આ પીણું ખૂબ ફાયદાકારક છે. ગરમીમાં ઠંડક આપનારું આ ડ્રિન્ક લૂ લાગે ત્યારે ખાસ પીવું.

 

સ્પ્રાઉટેડ બીન્સ વિથ પનીર ત્રિરંગી બરીટો

સ્પ્રાઉટેડ બીન્સ વિથ પનીર ત્રિરંગી બરીટો અને ચંદ્રિકા પ્રતાપ કેસરિયા, મુલુંડ-વેસ્ટ

સામગ્રી : ફણગાવેલા મગ, મઠ, ચણા 1-1 વાટકી, 4 નંગ બટેટા, 2 વાટકી પનીર, 2 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 1 વાટકી કોથમીર, 1 કાંદો, તેલ, બટર, ચીઝ, મીઠું, હળદર, ગરમ મસાલો, ફ્રૅન્કી મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર, ટમૅટો કૅચઅપ 
પરોઠાં : ઘઉંના લોટમાં મીઠું, મરી પાઉડર અને તેલનું મોણ નાખી લોટના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં પાલકની પ્યુરી નાખીને ગ્રીન લોટ બાંધવો. બીજા ભાગમાં બીટની પ્યુરી નાખી રેડ લોટ બાંધવો. ત્રીજો નૉર્મલ પરાઠાંનો લોટ બાંધવો. ત્રણેય લોટમાંથી પરોઠાં વણી કાચાં-પાકાં શેકી લેવાં.
સૅલડ - એક બાઉલમાં કોબી, કૅપ્સિકમ, કાંદાની ઝીણી લાંબી ચીર કરી એમાં ખમણેલું ગાજર નાખી મીઠું, લીંબુ, ચાટ મસાલો, ફ્રૅન્કી મસાલો નાખી મિક્સ કરવું. આ સૅલડ બરીટો બનાવતી વખતે છેલ્લે તૈયાર કરવું. 
બરીટો બનાવવાની રીત : ફણગાવેલા મગ, મઠ, બટેટા સાથે કુકરમાં બાફી લેવા. ચણાને કુકરમાં અલગથી 7-8 સીટી વગાડી બાફી લેવા. પછી કઠોળને અધકચરા કરી લેવા અને બટેટાને છૂંદી માવો બનાવી લેવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં લસણ અને આદું-મરચાંની પેસ્ટ અડધી મિનિટ સાંતળી એમાં 1 ઝીણો સમારેલો કાંદો નાખી પછી બટેટાનો માવો અને અધકચરા કઠોળ ઉમેરવા. મીઠું, હળદર, ચાટ મસાલો, ફ્રૅન્કી મસાલો, ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી મિક્સ કરો. ગૅસ બંધ કરી એમાં કોથમીર, પનીર નાખી મિક્સ કરી ઠંડું કરવા મૂકવું. હવે જમતી વખતે એક પૅનમાં એક પરોઠાને બટરથી બ્રાઉન શેકી પ્લેટમાં લેવું એના પર ટમૅટો કૅચઅપ લગાડી બરીટોનું મિશ્રણ રાખીને ઉપર સૅલડ નાખવું અને ચીઝ ખમણીને પછી ટાઇટ રોલ વાળીને ફરી પૅન પર ગરમ કરી સર્વ કરવું. 

life and style indian food mumbai food Gujarati food