આજની રેસિપી : સુરતી સ્ટાઇલ કોલ્ડ કોકો

10 August, 2026 09:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દૂધ, કોકો, ડાર્ક ચોકલેટ, ચોકલેટ સીરપ અને વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરીને ઘરે ક્રીમી કાફે-સ્ટાઇલ ચોકલેટ કોલ્ડ કોકો બનાવો.

સુરતી સ્ટાઇલ કોલ્ડ કોકો

સામગ્રી : ઠંડું ફુલ ફૅટ દૂધ ૫૦૦ મિલીલીટર, કોકો પાઉડર અઢી ટેબલસ્પૂન, ડાર્ક ચૉકલેટ (ઓગાળેલી) બે ટેબલસ્પૂન, ખાંડ ૪ ટેબલસ્પૂન (સ્વાદ મુજબ), કૉર્નફ્લોર ૧ ટેબલસ્પૂન, ઠંડું દૂધ બે ટેબલસ્પૂન (કૉર્નફ્લોર ભેળવવા માટે), વૅનિલા એસેન્સ અડધી ટીસ્પૂન, ચૉકલેટ સિરપ બે ટેબલસ્પૂન, બરફના ટુકડા ૮-૧૦
ટૉપિ‍‍ંગ માટે : વૅનિલા આઇસક્રીમ બે સ્કૂપ, ચૉકલેટ ચિપ્સ બે ટેબલસ્પૂન, ચૉકલેટ સિરપ જરૂર મુજબ
બનાવવાની રીત : એક વાસણમાં કોકો પાઉડર, ખાંડ અને ૧૦૦ મિલીલીટર દૂધ ભેળવીને ગાંઠ વગરનું મિશ્રણ બનાવો. એમાં બાકીનું દૂધ ઉમેરો અને મધ્યમ તાપે ગરમ કરો. કૉર્નફ્લોરને બે ટેબલસ્પૂન ઠંડા દૂધમાં ઓગાળીને ગરમ દૂધમાં ઉમેરો અને સતત હલાવતા રહો. મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ઓગાળેલી ડાર્ક ચૉકલેટ અને વૅનિલા એસેન્સ ઉમેરીને એક-બે મિનિટ રાંધો. ગૅસ બંધ કરીને સંપૂર્ણ ઠંડું થવા દો. પછી બે-ત્રણ કલાક ફ્રિજમાં સારી રીતે ઠંડું કરો. પીરસતી વખતે ઠંડા મિશ્રણમાં બરફ અને ચૉકલેટ સિરપ ઉમેરીને બ્લેન્ડરમાં ૩૦-૪૦ સેકન્ડ બ્લેન્ડ કરો જેથી ફીણદાર બને. એને સર્વિંગ ગ્લાસમાં રેડો. ઉપર એક વૅનિલા આઇસક્રીમનો સ્કૂપ મૂકો. એના પર ચૉકલેટ ચિપ્સ અને થોડું ચૉકલેટ સિરપ નાખીને તરત જ સર્વ કરો.

lifestyle news life and style food and drink food news Gujarati food