26 February, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઠંડાઈ કુલ્ફી
સામગ્રી : ૫૦૦ ગ્રામ ફુલ ફૅટ દૂધ, ૨ મોટી ચમચી મિલ્ક પાઉડર, ૩ ચમચી ઠંડાઈ પાઉડર, ૨ ચમચી પિસ્તાંની કતરણ, સજાવટ માટે થોડી ગુલાબની પાંદડીઓ, ૧/૨ કપ ખાંડ.
રીત : સૌપ્રથમ એક કપ ઠંડા દૂધમાં મિલ્ક પાઉડર સારી રીતે ઓગાળી લેવો. હવે એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સારી રીતે ૧૦થી ૧૫ મિનિટ ઉકાળવું. દૂધ સારી રીતે ઘટ્ટ થઈ જાય પછી એમાં મિલ્ક પાઉડરવાળું દૂધ ઉમેરી ૧૦ મિનિટ ઉકાળવું. હવે એમાં ખાંડ અને ઠંડાઈ પાઉડર ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. પછી ગૅસ બંધ કરી દૂધને રૂમ-ટેમ્પરેચર પર લાવો. હવે કુલ્ફીના મોલ્ડમાં ભરી આઇસક્રીમ સ્ટિક નાખી સાતથી આઠ કલાક માટે સેટ કરવા મૂકો. હવે બહાર કાઢી પાંચ મિનિટ રહીને કુલ્ફી અનમોલ્ડ કરવી. તો તૈયાર છે ઠંડી-ઠંડી ઠંડાઈ કુલ્ફી. ઠંડાઈ કુલ્ફીને પિસ્તાંની કતરણ અને ગુલાબની પાંદડી વડે સજાવીને સર્વ કરવી.