16 January, 2026 07:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરતી સ્ટાઇલમાં લીલી તુવેરની કચોરી
સામગ્રી : લોટ માટે: બે કપ મેંદો, અડધો કપ ઘી/તેલ (ગરમ), એક ચમચી મીઠું, અડધી ચમચી અજમો, પા ચમચી હળદર, પાણી (જરૂર પ્રમાણે).
સ્ટફિંગ માટે: બે કપ લીલી તુવેર, બે ચમચી ઘી, એક ચમચી તલ, એક ચમચી જીરું, ત્રણ મરચી, એક ચમચી આદું, એક ચમચી ખાંડ, એક ચમચી લીંબુનો રસ, બે મુઠ્ઠી કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, દસ કાજુ.
બનાવવાની રીત: સૌથી પહેલાં મેંદામાં ગરમ ઘી, મીઠું, અજમો, હળદર મેળવીને નરમ લોટ બાંધો. એને ઢાંકીને રાખો. હવે સ્ટફિંગ બનાવવા માટે લીલી તુવેર ધોઈ પાણીમાં રાખો. નરમ થાય તો બારીક કરો. ઘીમાં તલ-જીરું, તુવેર, મરચી, આદું, ખાંડ, મીઠું, મસાલા, કોથમીર, કાજુ નાખી શેકો. ઠંડી કરો. હવે લોટનો નાનો લૂઓ લઈ નાની-નાની પૂરી વણો. એક ચમચી સ્ટફિંગ ભરી બંધ કરો, હળવું દબાવો. તેલ મધ્યમ આંચે ગરમ કરો. પહેલાં હળવું તળો, પછી સોનેરી થાય ત્યાં સુધી તળો. ચટણી-દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.