ભરેલાં ગૂંદાં (સંભારો)

18 May, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લો. એમાં અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરુ, મીઠું, લીંબુનો રસ, સાકર ઑપ્શનલ અને ચાટ મસાલો મિક્સ કરો. તૈયાર મસાલો ગૂંદાંની અંદર સારી રીતે દબાવીને ભરો. બધાં ગૂંદાંને આવી રીતે તૈયાર કરો.

ભરેલાં ગૂંદાં (સંભારો)

સામગ્રી : ગૂંદાં ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૧ કપ (શેકેલો), અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરુ, અડધા લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, ચપટી હિંગ, તેલ ૨-૩ ચમચી, સાકર ઑપ્શનલ, થોડો ચાટ મસાલો
 તૈયારી : ગૂંદાંને ભીના કપડાથી સાફ કરો. એની ઉપરનો ટોપકો અને દાંડીનો ભાગ કાઢી નાખો. દરેક ગૂંદાને હળવેથી પથ્થર મારીને અંદરનો ઠળિયો (બી) કાઢી લો.
ભરવાની પ્રક્રિયા : એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લો. એમાં અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરુ, મીઠું, લીંબુનો રસ, સાકર ઑપ્શનલ અને ચાટ મસાલો મિક્સ કરો. તૈયાર મસાલો ગૂંદાંની અંદર સારી રીતે દબાવીને ભરો. બધાં ગૂંદાંને આવી રીતે તૈયાર કરો. બનાવવાની રીત : કુકરમાં થોડું પાણી અને સ્ટૅન્ડ (કાંઠો) મૂકો. એના પર ડિશમાં ગૂંદાં મૂકીને બે સીટી સુધી બાફો. હવે કડાઈમાં અડધો ચમચો તેલ ગરમ કરો. એમાં હિંગ નાખો અને બાફેલાં ગૂંદાં ઉમેરો. ધીમા તાપે ગૂંદાંને સરસ રીતે કોટિંગ થાય ત્યાં સુધી હલાવો. એને થોડી વાર માટે ઢાંકી રાખો અને લાઇટ પિન્ક કલર આવે ત્યાં સુધી શેકો. છેલ્લે બચેલો મસાલો એની ઉપર ભભરાવીને સારી રીતે મિક્સ કરો.
 સર્વિંગ સૂચન : આ ગૂંદાં રોટલી, પરાઠા અથવા થેપલાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળામાં સીઝનલ શાક તરીકે આ એક સરસ વિકલ્પ છે.
સ્ટોરેજ : બે દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. ઓછા તેલમાં બનેલાં હોવાથી હેલ્ધી પણ છે.

food and drink food news street food Gujarati food mumbai food indian food lifestyle news life and style