14 August, 2026 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : હેલ્ધી પાવરપૅક્ડ એનર્જી બાર
સામગ્રી : રોલ્ડ ઓટ્સ ૮૦ ગ્રામ (શેકેલા), રેગ્યુલર ઓટ્સ ૮૦ ગ્રામ (શેકેલા), રાઇસ ક્રિસ્પ્સ (બ્રાઉન અને વાઇટ) ૧૦ ગ્રામ (શેકેલા), બદામ બે ટેબલસ્પૂન (શેકીને ઝીણી સમારેલી), કોળાનાં બી બે ટેબલસ્પૂન (શેકેલાં), ફ્લેક્સ સીડ્સ (અળસીનાં બી) બે ટેબલસ્પૂન (શેકેલી), ક્રેનબેરી બે ટેબલસ્પૂન (સૂકી, ઝીણી સમારેલી), કિવી બે ટેબલસ્પૂન (સૂકી, ઝીણી સમારેલી), મધ ૬૦ મિલી., પીનટ બટર ૫૦ ગ્રામ, મીઠું ૧/૮ ટીસ્પૂન, વૅનિલા એસેન્સ ૧ ટીસ્પૂન, નરમ ખજૂર ૨૦૦ ગ્રામ (પેસ્ટ બનાવી લો)
બનાવવાની રીત : એક મોટા બાઉલમાં શેકેલા રોલ્ડ ઓટ્સ, રેગ્યુલર ઓટ્સ, રાઇસ ક્રિસ્પ્સ, બદામ, કોળાનાં બી, અળસીનાં બી, ક્રેનબેરી અને કિવી ભેગાં કરીને મિક્સ કરો. નૉન-સ્ટિક પૅનમાં મધ અને પીનટ બટર માત્ર ૩૦ સેકન્ડ સુધી ગરમ કરો. પછી ગૅસ બંધ કરીને એમાં વૅનિલા એસેન્સ અને ખજૂરની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ઓટ્સના મિશ્રણમાં ઉમેરીને બધું સારી રીતે ભેળવી લો. બ્રેડ ટિન અથવા ચોરસ મૉલ્ડમાં બટર પેપર પાથરીને મિશ્રણ ભરી દો. એને ચમચી અથવા હાથથી સારી રીતે દબાવીને સમતલ કરો. એને બેથી ૩ કલાક માટે ફ્રિજમાં સેટ થવા મૂકો. સેટ થઈ જાય પછી મૉલ્ડમાંથી બહાર કાઢીને મનપસંદ આકારમાં કાપો અને પીરસો.