13 March, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાણીપૂરી ચૉકલેટ
સામગ્રી: પાણીપૂરીની પૂરી દસ નંગ, મિલ્કમેઇડ લગભગ ૫૦ ml, કોપરાનું ખમણ ૧૦૦ ગ્રામ, ડાર્ક ચૉકલેટ સ્લૅબ ૧૦૦ ગ્રામ
રીત: કોપરાના તૈયાર કરેલા ખમણમાં મિલ્કમેઇડ નાખી લોટ બાંધી ગોળા વાળો. એમાં ઑપ્શનલ તરીકે બદામ–પિસ્તાનો પાઉડર નાખી શકાય. પાણીપૂરીની પૂરીમાં નાનું કાણું પાડી એમાં આ ગોળા નાખવા. ચૉકલેટ સ્લૅબને ડબલ બૉઇલરથી પિગાળવો. પછી પાણીપૂરીની પૂરીને પિગાળેલી ચૉકલેટમાં રગદોળી કોટ કરવી. પછી એને લગભગ પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂકી સેટ થવા દેવું. પછી તૈયાર થયેલી પાણીપૂરી ચૉકલેટ ખાવામાં ઉપયોગમાં લેવી.
-ચેતના ઠક્કર