04 April, 2026 07:13 PM IST | Mumbai | Darshini Vashi
MUVN
કૉફી-કલ્ચર અત્યારે ખૂબ વધી રહ્યું છે. માર્કેટમાં એટલીબધી નવી-નવી વરાઇટી અને ફ્લેવરની કૉફી આવી ગઈ છે કે ખબર જ નથી પડતી કે કૉફીમાં શું-શું ઉમેરવામાં આવી રહ્યું છે. મિલ્ક, શુગર, કૉફી બીન્સ કરતાં પણ હવે કૉફીની ઓળખ ઘણી આગળ વધી ગઈ છે. અત્યારે વાત કરીએ ઇટાલિયન કૉફીની, જેનો ટેસ્ટ ખાટો હોય છે.
કૉફી ફૂડ-ટ્રકનો અને ઇટાલિયન કૉફી લૉન્ચ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જણાવતાં માહિરા સૈફ કહે છે, ‘હું પહેલાં કૉર્પોરેટ જૉબ કરતી હતી પરંતુ કૉફી પ્રત્યે મારું હંમેશાંથી એક ખેંચાણ રહ્યું છે. એટલે મેં ઘણી કૉફી-શૉપમાં કામ પણ કર્યું છે અને ત્યાં જઈને બધું શીખી પણ લીધું છે. હું મારી પોતાની કૅફે શરૂ કરવા માગતી હતી એટલે મેં મારી જૉબ છોડી દીધી અને કૉફીની કાર્ટ શરૂ કરી પરંતુ મારી કાર્ટ રસ્તા પર હોવાથી મારે એને વારંવાર હટાવવી પડતી હતી એટલે મેં ફૂડ-ટ્રક જ લઈ લીધી જેથી કોઈ મુશ્કેલી ન આવે. મારી આ કૉફી-ટ્રકમાં હું સિટ્રસ કૉફી લઈને આવી છું જે ઇટાલિયન કૉફી તરીકે પણ ઓળખવામાં આવે છે જે કૉફીની ટોચની બ્રૅન્ડનાં આઉટલેટમાં જ મળે છે. એમાં ઑરેન્જ જૂસની સાથે આઇસ, પાણી અને કૉફી ઉમેરવામાં આવે છે. આ સિવાય તિરામિસુ કોલ્ડ ફોમ પણ કંઈક અલગ છે. ચૉકલેટ ચિપ કુકી લાટે પણ ટ્રાય કરવા જેવી છે જેમાં ઉપર ચૉકલેટ કુકી મૂકીને આપવામાં આવે છે. આવી રીતે કોકોનટ કોલ્ડ ફોમ લાટે પણ છે જેમાં નારિયેળ પાણીનો ઉપયોગ કરીને કૉફી બનાવવામાં આવે છે. કૉફી જ નહીં પણ અહીં માચા, રેડ વેલ્વેટ, લોટસ કુકીઝ પણ મળે છે.’
ક્યાં મળશે? : MUVN, જૉગર્સ પાર્કની સામે, લોખંડવાલા, અંધેરી (વેસ્ટ)
સમય : સાંજે ૭થી રાત્રે ૧ સુધી