✕

આજની રેસિપી : હાઈ-પ્રોટીન ખમણ બર્ગર

22 October, 2026 08:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચણાનો લોટ, રવો અને દહીં મિક્સ કરી પાણી નાખીને ખીરું તૈયાર કરવું. એને બે કલાક રાખીને પછી ખીરામાં ૧ ચમચી તેલ, મીઠું, હળદર, સાકર નાખીને બરાબર મિક્સ કરો. એક બાજુ સ્ટીમર તૈયાર કરવું. ૪ વાટકી તેલથી ગ્રીસ કરવી.

હાઈ-પ્રોટીન ખમણ બર્ગર

સામગ્રી : ૧ વાટકી ચણાનો લોટ, બે ચમચી રવો, અડધી ચમચી આદું-મરચાંની પેસ્ટ, બેથી ૩ ચમચી દહીં, મીઠું, ચપટી હળદર, પા ચમચી સાકર, અડધી ચમચી ઈનો, ગ્રીન ચટણી, કેચપ, બે ક્યુબ ચીઝ / ચીઝ સ્લાઇસ

ટિક્કી માટે : ૧૦૦ ગ્રામ પનીર, બે નાના બાફેલા બટાટા, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું, અડધા લીંબુનો રસ, અડધી ચમચી ધાણાજીરું પાઉડર, પા ચમચી ગરમ મસાલો, ત્રણથી ૪ ચમચી ચોખાનો લોટટિક્કીની બધી સામગ્રી મિક્સ કરીને, બરાબર પૂરણ ટિક્કી બનાવીને, ચોખાના લોટમાં કોટ કરીને તવી પર સેલો ફ્રાય કરવી.

બનાવવાની રીત : ચણાનો લોટ, રવો અને દહીં મિક્સ કરી પાણી નાખીને ખીરું તૈયાર કરવું. એને બે કલાક રાખીને પછી ખીરામાં ૧ ચમચી તેલ, મીઠું, હળદર, સાકર નાખીને બરાબર મિક્સ કરો. એક બાજુ સ્ટીમર તૈયાર કરવું. ૪ વાટકી તેલથી ગ્રીસ કરવી. ખીરમાં ઈનો નાખીને, એક બાજુ હલાવીને ફ્લફી થાય ત્યારે ખીરું અડધી વાટકી ભરવું. ૨૦ મિનિટ થવા દેવું. પછી ઠંડું પડે ત્યારે વાટકીમાંથી ખમણ બહાર કાઢી લેવાં. હવે એને વચ્ચેથી કટ કરીને બે ભાગમાં કરવા. એક ભાગ પર ગ્રીન ચટણી લગાવવી અને બીજા ભાગ પર કેચપ લગાવો. પછી એના પર ચીઝ ખમણીને ‍નાખવું અથવા તો ચીઝ સ્લાઇસ હોય તો એ મૂકવી. વચ્ચે ટિક્કી મૂકી બંધ કરીને તવી પર બટર, કોથમીર, લાલ મરચું નાખીને બન શેકી લેવા.ગરમાગરમ હેલ્ધી પ્રોટીનયુક્ત બર્ગર તૈયાર. એ ટેસ્ટી અને સરસ લાગે છે. એને ચટણી અને ટમૅટો કેચપ સાથે સર્વ કરવું.

- રાગિણી ગાંધી

food news Gujarati food indian food mumbai food lifestyle news life and style columnists