મૅન્ગો કાજુ સંદેશ

16 June, 2025 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૉફ્ટ પનીર થઈ જાય એટલે એના નાના લૂવા વાળીને પેંડા જેવો શેપ આપવો. વચમાં આંગળીથી ખાડો કરીને એમાં બદામ-પિસ્તાંની કતરણ અને રોઝ પેટલ્સથી ડેકોરેટ કરવું

મૅન્ગો કાજુ સંદેશ

સામગ્રી : ૧ લીટર દૂધ, લીંબુનો રસ, ૧/૩ કપ પાઉડર શુગર, એક ચપટી એલચી પાઉડર, બદામ-પિસ્તાંની કતરણ, રોઝ પેટલ્સ, ૧ મૅન્ગોનો પલ્પ.

રીત : દૂધ ફાડીને પનીર બનાવવું. પાણી નીતરી જાય પછી પનીરમાં ૧ મૅન્ગોનો પલ્પ, એલચી પાઉડર, શુગર પાઉડર બધું નાખીને મિક્સરમાં ક્રશ કરવું. સૉફ્ટ પનીર થઈ જાય એટલે એના નાના લૂવા વાળીને પેંડા જેવો શેપ આપવો. વચમાં આંગળીથી ખાડો કરીને એમાં બદામ-પિસ્તાંની કતરણ અને રોઝ પેટલ્સથી ડેકોરેટ કરવું

indian food food news food and drink mumbai food life and style columnists gujarati mid-day mumbai