બન પાંઉમાંથી બનેલી સ્વીટ ઍન્ડ સ્પાઇસી દાબેલી ટ્રાય કરવી છે?

08 August, 2026 09:19 PM IST  |  Mumbai | Darshini Vashi

માટુંગા દાબેલીની બન મસ્કા ચીઝ ગાર્લિક અને બન મસ્કા દાબેલી જેન-ઝીને આકર્ષી રહી છે, તમે મોટા ભાગે નૉર્મલ પાંઉની જ દાબેલી ખાધી હશે, પરંતુ ક્યારેય કલ્પના કરી છે કે દાબેલી બન પાંઉની અંદર પણ બની શકે છે? નહીંને?

બન પાંઉમાંથી બનેલી સ્વીટ ઍન્ડ સ્પાઇસી દાબેલી ટ્રાય કરવી છે?

તમે મોટા ભાગે નૉર્મલ પાંઉની જ દાબેલી ખાધી હશે, પરંતુ ક્યારેય કલ્પના કરી છે કે દાબેલી બન પાંઉની અંદર પણ બની શકે છે? નહીંને? આ કલ્પનાને હકીકતમાં ફેરવીને માટુંગાની પચીસ વર્ષ જૂની દાબેલીની આ શૉપે બન પાંઉની સાથે દાબેલી લાવવાનો એક્સપરિમેન્ટ કર્યો છે. 
છેલ્લાં પચીસ વર્ષથી માટુંગામાં માટુંગા દાબેલી નામની શૉપ ધરાવતા કીર્તિ સોની કહે છે, ‘માટુંગા દાબેલી મારા પપ્પા નવીન સોનીએ પચીસ વર્ષ પહેલાં શરૂ કરી હતી. એને હવે મારી મમ્મી હંસા સોની, હું અને મારી પત્ની શિલ્પા સંભાળી રહ્યાં છીએ. બન મસ્કા ચીઝ ગાર્લિક અને બન મસકા દાબેલી અમે હમણાં થોડા દિવસ પહેલાં જ લૉન્ચ કરી છે. બનનો ટેસ્ટ સ્વીટ હોય છે અને દાબેલીનો મસાલો સ્પાઇસી હોય છે એટલે આ સ્વીટ ઍન્ડ સ્પાઇસી ટેસ્ટ સાથે ચીઝી દાબેલી રજૂ કરવાનું અમે સાહસ કર્યું છે જેમાં સફળ થયા છીએ. અમારા કસ્ટમર્સને એ પસંદ પડી રહી છે. ખાસ કરીને જેન-ઝીને આ બન મસ્કા દાબેલી ખૂબ ભાવી રહી છે. આ સિવાય અમે ચીઝ ગાર્લિક ચકરી પાંઉ, ચીઝ ગાર્લિક વેફર પાંઉ અને બન મસ્કા પણ લઈને આવ્યા છીએ. ચીઝ ગાર્લિક દાબેલી અને ચીઝ ગાર્લિક પાંઉ અત્યારે ઘણી જગ્યાએ મળતાં હશે, પરંતુ એને સૌપ્રથમ અમે જ લઈને આવ્યા હતા. ૨૦૦૩ની આસપાસ અમે આ બન્ને આઇટમ લૉન્ચ કરી હતી. ત્યારે માર્કેટમાં કોઈ પાસે એ હતી નહીં. એ સમયે સ્કૂલમાં જતાં બાળકોને આ આઇટમો ખૂબ પસંદ પડી હતી. હજી પણ અમારે ત્યાં આ વરાઇટી મળે છે. કોઈને એમાં દાબેલીનો મસાલો જોઈતો હોય તો એની સાથે પણ અમે સર્વ કરીએ છીએ.’
ક્યાં મળશે? : માટુંગા દાબેલી, રામાશ્રય હોટેલની સામે, એલ. એન. માર્ગ, માટુંગા-ઈસ્ટ

columnists darshini vashi food and drink matunga food news street food Gujarati food mumbai food indian food