✕

જુવારની સ્ટ્રૉબેરી કેક ટ્રાય કરવી છે?

28 November, 2026 11:08 AM IST  |  Mumbai | Darshini Vashi

મા-દીકરાની જોડીએ ૧૦ વર્ષ પહેલાં બાંદરામાં શરૂ કરેલી વૅનિલા બીન્સ બેકરીમાં દરેક કેક વીગન, ગ્લુટન-ફ્રી અને શુગરલેસ બને છે

વૅનિલા બીન્સ બેકરીના કેક

મેંદા અને શુગર વગરની કેકમાં વરાઇટી ઘણી લિમિટેડ હોય છે અને તમારે યુનિક અને લેટેસ્ટ ડિઝર્ટ ખાવાં હોય તો હેલ્ધી કેકના બ્રૅકેટમાંથી બહાર નીકળવું પડે છે એવું નૉર્મલી કહેવામાં આવતું હોય છે, પરંતુ બાંદરામાં આવેલી એક બેકરીએ આ ધારણાને ખોટી પાડી દીધી છે. હાલમાં જ તેમણે સ્ટ્રૉબેરી પ્રોટીન જુવાર કેક રજૂ કરી છે, જે સ્વાદની સાથે પ્રોટીન પણ આપતું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
બાંદરામાં માતા-પુત્રની જોડી દીપા અને રોહિત દેસાઈએ લગભગ એક દાયકા પહેલાં વૅનિલા બીન્સ નામની બેકરી શરૂ કરી હતી. તેઓ 
ગ્લુટન-ફ્રી, શુગર-ફ્રી, વીગન કેક, પેસ્ટ્રી જેવી બેકરી આઇટમ બનાવે છે. બેકરી શરૂ કરવાનું પૅશન દીપા દેસાઈ ધરાવતાં હતાં. બાળકો મોટાં થયાં બાદ તેમણે તેમની આફ્ટર ૪૦ની એજમાં પોતાના દીકરા સાથે મળીને બેકરી શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં માત્ર મફિન્સ જ મળતાં હતાં. પછી અનેક રિસર્ચ અૅન્ડ ડેવલપમેન્ટ અને ટ્રાયલ ઍન્ડ એરર બાદ મા-દીકરાની જોડી વીગન અને ગ્લુટન-ફ્રી રેન્જમાં વિવિધ વરાઇટી લઈ આવવામાં સફળ રહી હતી. આ વિશે રોહિત દેસાઈ કહે છે, ‘હેલ્ધી રહેવા માટે ટેસ્ટ-બડ સાથે સમાધાન કરવાની જરૂર નથી અને એ જ સાબિત કરવા માટે અમે ટોટલ હેલ્ધી કહી શકાય એવી સામગ્રી સાથે કેક બનાવીએ છીએ. હાલમાં રજૂ કરેલી સ્ટ્રૉબેરી પ્રોટીન જુવાર કેક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં દરેક સ્લાઇસમાં ૧૨ ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય ઓટ્સના લોટથી બનેલી વીગન ક્રૅનબેરી-ઇન્ફ્યુઝ્ડ ચૉકલેટ સ્પૉન્જ કેક અને ચૉકલેટ ક્રૅનબેરી રોસ્ટેડ બદામ કેક છે. માત્ર કેક જ નહીં, તિરામિસુ, પેસ્ટ્રી, ટબ, ફજ વગેરે પણ 
અહીં છે.’
ક્યાં મળશે? : વૅનિલા બીન્સ, આરાધના, સ્ટેશન રોડની સામે, બાંદરા (વેસ્ટ)

food and drink food news street food darshini vashi Gujarati food mumbai food indian food lifestyle news life and style