સવારે ‌ટિ‌ફિન-સ‌ર્વિસ અને સાંજે ૭૦ પ્રકારના ઢોસાનો સ્ટૉલ

20 September, 2026 01:17 AM IST  |  Mumbai | Darshini Vashi

નોકરી છૂટી ગયા પછી ઘાટકોપર-ઈસ્ટનાં અમી ગડાએ પોતાની કુ‌કિંગ ‌સ્કિલ્સનો ઉપયોગ કરીને આગવી ઓળખ બનાવી છે, આવડત અને સૂઝબૂઝની સાથે સાહસ પણ હોય તો માણસ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે. એનું ઉદાહરણ અમી ગડા છે.

સવારે ‌ટિ‌ફિન-સ‌ર્વિસ અને સાંજે ૭૦ પ્રકારના ઢોસાનો સ્ટૉલ

આવડત અને સૂઝબૂઝની સાથે સાહસ પણ હોય તો માણસ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે. એનું ઉદાહરણ અમી ગડા છે. તેમની નોકરી છૂટી ગયા બાદ તે હાથ પર હાથ રાખીને અને નસીબને દોષ આપીને બેસી ન રહ્યાં, પોતાની આવડતનો ઉપયોગ કરીને ટિફિન-સર્વિસ શરૂ કરી. એમાં સફળતા મળતાં તેમણે વધુ સાહસ કરીને ઢોસાનો સ્ટૉલ શરૂ કર્યો. એટલું જ નહીં, મુંબઈમાં લગભગ તમામ ઠેકાણે મળતા ઢોસાની વરાઇટીને પોતાના મેનુની અંદર આવરી લીધી. અમી ગડા કહે છે, ‘મને પાકકળામાં સારીએવી હથોટી છે જેનો મેં સમયસર યોગ્ય ઉપયોગ કરીને પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી. ટિફિન-સર્વિસમાં સફળતા મળ્યા બાદ મેં ઢોસાનો સ્ટૉલ શરૂ કરવાનું વિચાર્યું. મારે બે દીકરી છે. તેઓ હજી નાની છે. એમ છતાં મારા હસબન્ડ રાજ ગડાએ મને હિંમત આપી અને મેં ઢોસા અને ફ્રૅન્કીનો સ્ટૉલ શરૂ કર્યો. મારા હસબન્ડ હિંમત આપવાની સાથે મને ઘણી મદદ પણ કરે છે. એટલું જ નહીં, મારાં સાસુ-સસરાને લીધે મને ઘરની ચિંતા પણ રહેતી 
નથી એટલે હું મારા કામ પર વધારે ધ્યાન આપી શકું છું. સ્ટૉલ શરૂ થયાને હજી મહિનો થયો છે તો પણ મને સારોએવો રિસ્પૉન્સ મળી રહ્યો છે. મારે ત્યાં ફ્યુઝન ઢોસા મળે છે. ૭૦ કરતાં પણ વધુ વરાઇટીના ઢોસા અહીં મળે છે. એવી રીતે ફ્રૅન્કીમાં પણ ઘણી વરાયટી છે. ફૂડ ફ્રેશ અને હાઇજીનિક રહે એ માટે હું ઘરેથી જ બધું પ્રિપેર કરીને સ્ટૉલ પર મોકલું છું. ઢોસાનું ખીરું હોય કે મસાલા બધું હું ઘરેથી જ મોકલું છું. એને લીધે ટેસ્ટમાં પણ ઘણો ફરક હોય છે. અહીં સૌથી વધારે વેચાતા ઢોસામાં બાહુબલી ઢોસા, જીની ઢોસા, બાલટી ઢોસા અને ડિઝર્ટ વરાઇટીના ઢોસા છે. બાલટી ઢોસામાં મિની બાલટી આપવામાં આવે છે જેની અંદર ગ્રેવી અને ઢોસાના પીસ મૂકીને આપવામાં આવે છે. ડિઝર્ટ વરાઇટીમાં ચૉકલેટ ઢોસા, ચૉકલેટ ચીઝ ઢોસા વગેરે છે.’
ક્યાં મળશે? : અમી’સ ઢોસા ઍન્ડ ફ્રૅન્કી કૉર્નર, સતી કૃપા શૉપિંગ સેન્ટર, ગારોડિયાનગર, ઘાટકોપર-ઈસ્ટ
સમય : સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી

food and drink food news street food Gujarati food mumbai food indian food columnists life and style darshini vashi