20 April, 2025 07:25 AM IST | Mumbai | Darshini Vashi
બ્લૅક બર્ન, ડી-માર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ
અત્યારે ચારે તરફ કુનાફા... કુનાફા બહુ સંભાળવા મળી રહ્યું છે. દુબઈની કહેવાતી આ કુનાફા ત્યાં એટલી લોકપ્રિય નથી થઈ એટલી અહીં થઈ છે. આજે અહીં અનેક ડિઝર્ટ શૉપમાં જ નહીં, રેસ્ટોરાંમાં પણ કુનાફાની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. એમાં કાંદિવલીના મહાવીરનગરમાં આવેલા બ્લૅક બર્ન નામના ડિઝર્ટ સ્ટૉલનો પણ સમાવેશ થાય છે જ્યાં કુનાફા ચૉકલેટ જ નહીં, ચીઝ કેક અને ડ્રીમ કેક જેવી ઘણી વાનગીઓ સર્વ કરવામાં આવે છે.
ડ્રીમ કેક (મિની)
ફ્લાવર પૉટ(મિની કેક)
મહાવીરનગરમાં ડી-માર્ટની સામે આવેલા બ્લૅક બર્નને શરૂ થયે હજી થોડા જ મહિના થયા છે, પણ એની ડિઝર્ટ આઇટમ ખૂબ જ ફેમસ બની રહી છે. એક શૉપની બહાર એક લેડીએ ડિઝર્ટ આઇટમનો એક નાનકડો સ્ટૉલ શરૂ કર્યો છે જેમાં તેઓ ટ્રેન્ડિંગ અને લોકપ્રિય ડિઝર્ટ ડિશ સર્વ કરે છે. તેમની મોસ્ટ પૉપ્યુલર ડિશ કુનાફા ચીઝ કેક છે. નામ પ્રમાણે એની અંદર કુનાફા, ચીઝ અને કેક હોય છે. જો તમને ચૉકલેટ કેક અને કુનાફા એમ બન્નેનો એકસાથે સ્વાદ માણવો હોય તો અહીં કુનાફા ડ્રીમ કેક પણ મળે છે. ફ્લાવર પૉટ જેવી દેખાતી સ્મૉલ અને લાર્જ ફ્લાવર પૉટ કેક અહીંની સૌથી હૉટ ફેવરિટ છે. આ પ્રકારના ફ્લાવર પૉટ મુંબઈમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે. એ મડ કેક, ચૉકલેટ મૂસ અને ડાર્ક ચૉકલેટમાંથી બને છે. આ સિવાય અહીં તિરામિસુ જે એક ઇટાલિયન ડિઝર્ટ છે એ અહીં લાઇવ બનાવીને આપવામાં આવે છે. અહીંની વધુ એક ફેમસ ડિશની વાત કરીએ તો એ છે ચૉકલેટ ડ્રીમ કેક. એ અંદરથી સૉફ્ટ અને ઉપરથી હાર્ડ લેયરની હોય છે. અહીં અલગ-અલગ ફ્લેવર અને ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથેની કુકીઝ પણ મળે છે. આ ઉપરાંત કંઈક નવું ટ્રાય કરવું હોય તો અહીં પાઇનૅપલ ગ્રૅનોલા ચૉકલેટ મળે છે જે પાઇનૅપલના ટુકડા, વાઇટ ચૉકલેટ, ક્રૅનબેરી અને ગ્રૅનોલામાં વપરાતી સામગ્રીમાંથી બને છે.
કુનાફા ચીઝ કેક ટબ
ક્યાં મળશે? : બ્લૅક બર્ન, ડી-માર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ
સમય : સાંજે પાંચ વાગ્યા પછી