19 June, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેલ્ટિંગ મૂવમેન્ટ
સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૧૭૫ ગ્રામ પાઉડર શુગર, ૨૨૫ ગ્રામ માર્જરિન, ૨૦ ગ્રામ મિલ્ક પાઉડર, ૩૦ મિલીલીટર દૂધ રૂમ-ટેમ્પરેચરવાળું, ૧૦૦થી ૧૫૦ ગ્રામ પ્લેન કૉર્નફ્લેક્સનો ભૂકો, ૧\૨ ટીસ્પૂન લેમન એસેન્સ, ૧ ચપટી (અથવા ૧ ડ્રૉપ) લેમન યલો કલર, ૧\૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર, ૧ ટેબલસ્પૂન લેમન જૂસ.
રીત : એક તપેલાની અંદર માર્જરિન સ્મૂધ થાય ત્યાં સુધી મિક્સ કરવું (બીટરથી). પાઉડર શુગર નાખીને સારી રીતે મિક્સ કરીને બૅટર કરવું. હવે એમાં લેમન એસેન્સ, લેમન યલો કલર, લાઇમ જૂસ ઍડ કરવા. દૂધ ઍડ કરીને બૅટર સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આમ કરવું. સાઇડમાં મેંદો, બેકિંગ પાઉડર અને મિલ્ક પાઉડર નાખીને ટેબલ અથવા પ્લૅટફૉર્મ પર ચાળી લેવું. હવે એમાં માર્જરિનનું બૅટર મેળવીને મિક્સિંગ ઍડ કરવું. હાથેથી મિક્સ કરવું. હવે એના ઇક્વલ ૩૫ ભાગ કરવા (બૅટર લિક્વિડમાં રહે છે). દરેક ભાગ હાથમાં લઈને ક્રશ કરેલા કૉર્નફ્લેક્સમાં રબ કરવો અને ઓવલ શેપ આપવો. બિસ્કિટને ટ્રેમાં થોડા-થોડા અંતરે રાખવા અને સેટ કરવા. હવે પ્રીહીટ કરેલા તપેલામાં મીઠું નાખી એમાં કાંઠલા મૂકી ૧૦ મિનિટ ગૅસ પર ગરમ થવા દઈ એમાં બિસ્કિટની ટ્રે મૂકી પાંચ મિનિટ ફાસ્ટ ગૅસ પર રાખી ઢાંકણ ઢાંકીને પણ ધીમા તાપે ૩૦-૩૫ મિનિટ થવા દેવું. ત્યાર બાદ તપેલામાંથી બહાર કાઢીને પ્લેટમાં મૂકી સર્વ કરવાં.