હેલ્ધી સ્ટફ્ડ પનીર ભુર્જી ચિલ્લા

01 May, 2026 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી (ચીલા માટે) : ૧ કપ મગની ફોતરાંવાળી લીલી દાળ, બે ટેબલસ્પૂન ચોખા, બે ટેબલસ્પૂન અડદની દાળ, બે ટેબલસ્પૂન ચણાની દાળ, સ્વાદ મુજબ મીઠું, બે ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ઝીણો ખમણેલો કાંદો, અડધો કપ ઝીણું સમારેલું કૅપ્સિકમ

હેલ્ધી સ્ટફ્ડ પનીર ભુર્જી ચિલ્લા

સામગ્રી (ચીલા માટે) : ૧ કપ મગની ફોતરાંવાળી લીલી દાળ, બે ટેબલસ્પૂન ચોખા, બે ટેબલસ્પૂન અડદની દાળ, બે ટેબલસ્પૂન ચણાની દાળ, સ્વાદ મુજબ મીઠું, બે ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ઝીણો ખમણેલો કાંદો, અડધો કપ ઝીણું સમારેલું કૅપ્સિકમ

સામગ્રી (પનીર ભુર્જી માટે) : ૧ કપ પનીર (ક્રમ્બલ કરેલું), અડધી ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ કપ ઝીણો સમારેલો કાંદો, અડધો કપ ઝીણું સમારેલું કૅપ્સિકમ, બે ટેબલસ્પૂન ઝીણું ચૉપ કરેલું ટમેટું, કસૂરી મેથી (જરૂર મુજબ), તેલ અથવા બટર (જરૂર મુજબ), સ્વાદ મુજબ મીઠું, અડધી ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન ધાણા-જીરુંનો પાઉડર, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો, ૧ કપ ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત : બૅટર તૈયાર કરવાની રીત : બધી દાળ અને ચોખા છ-સાત કલાક અથવા રાતભર પલાળી રાખો. પછી સારી રીતે ધોઈ લો. (મગની દાળનાં ફોતરાં કાઢવાનાં નથી.) હવે મિક્સરમાં બધી દાળ સાથે આદું-મરચાંની પેસ્ટ નાખીને પીસી લો. એમાં થોડી છાશ અથવા દહીં ઉમેરીને સ્મૂથ બેટર બનાવો. સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરો.
પનીર ભુર્જી બનાવવાની રીત : કડાઈમાં તેલ અને થોડું બટર ગરમ કરો. એમાં કસૂરી મેથી નાખીને વઘાર કરો. પછી કાંદો, કૅપ્સિકમ અને ટમેટું ઉમેરીને સાંતળો. હવે એમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. પછી હળદર, મીઠું, ધાણા-જીરું, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી થોડું પાણી ઉમેરીને થોડું શેકો. છેલ્લે પનીર અને કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પનીર ભુર્જી તૈયાર છે.

સ્ટફ્ડ ચિલ્લા બનાવવાની રીત : તવા અથવા લોઢીને ગરમ કરીને એમાં થોડું તેલ અથવા ઘી લગાવો. તૈયાર બૅટર નાખીને થોડો જાડો ચિલ્લો બનાવો. બે મિનિટ પછી એના પર પનીર ભુર્જી સરખી રીતે પાથરો. હવે એના પર ફરીથી થોડું બૅટર નાખીને કવર કરો. ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દો. પછી પલટી મારીને બીજી બાજુ પણ ઘી/તેલ લગાવીને પાંચ મિનિટ શેકો.
સર્વિંગ સૂચન : ગરમાગરમ ચિલ્લો સૉસ અથવા ચટણી સાથે સર્વ કરો. આ હેલ્ધી રેસિપી નાસ્તા, ડિનર અથવા 
ટિફિન-બોક્સ માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.

food and drink food news Gujarati food mumbai food indian food life and style lifestyle news