રેસિપી કૉન્ટેસ્ટ : સેકન્ડ સીઝનમાં સ્પર્ધકોમાં ખૂબ સુધારો જોવા મળ્યો

19 June, 2022 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું કહેવું છે આ સ્પર્ધાના એકમાત્ર જજ એવાં માસ્ટર શેફ નેહા રાજેન ઠક્કરનું

શેફ નેહા રાજેન ઠક્કર

ગુજરાતી-મરાઠી ટીવી-ચૅનલોના કુકિંગ શોમાં વારંવાર જોવા મળતાં નેહાબહેન આ વર્ષે જ ઇન્ટરનૅશનલ માસ્ટર શેફ બન્યાં છે અને મિડ-ડે રેસિપી કૉન્ટેસ્ટને સતત બીજી સીઝનમાં તેમના અનુભવનો લાભ મળ્યો છે

‘મિડ-ડે’ રેસિપી કૉન્ટેસ્ટની આ બીજી સીઝનમાં પણ સેંકડો એન્ટ્રીઓમાંથી ચુનંદી રેસિપીઓનું ચયન કરવાની કપરી જવાબદારી વડોદરાનાં માસ્ટરશેફ નેહા રાજેન ઠક્કરે નિભાવી હતી. તેમના બિઝી શેડ્યુલ વચ્ચે પણ દરેકેદરેક રેસિપીની ઝીણવટપૂર્વક તપાસ કરવાની જહેમત ઉઠાવનાર નેહાબહેનને પણ આ વખતે સ્પર્ધકોનો જુસ્સો ગમી ગયો હતો. તેઓ કહે છે, ‘પહેલા વર્ષની સરખામણીએ આ વખતે સ્પર્ધકોની સર્જનાત્મકતા, વાનગીમાં હેલ્ધીપણાની કાળજી, ડિશનું પ્રેઝન્ટેશન, રેસિપી લખવામાં સ્પષ્ટતા જેવી બાબતોમાં ઘણો ફરક જોવા મળ્યો. કદાચ એટલે જ મને આ વખતે કોને પસંદ કરવા અને કોને નહીં એની મીઠી કશમકશ ખૂબ જ અનુભવાઈ. હું સૌને કહીશ કે ભાગ લેનાર દરેક વ્યક્તિ વિનર જ છે. જો તમારી અંદર કુકિંગનું પૅશન હોય તો એને સદા જલતું રાખજો.’

આ રહ્યાં ૩૦ કૉન્સોલેશન પ્રાઇઝ વિનર્સ :

૧. ફ્રેયા ગાલા (મલાડ), ટૅન્ગી ટ્વિસ્ટ વિથ ક્રન્ચી બેડ
૨. જ્યોતિ વિપિન વેદ (બોરીવલી), સ્ટફ પનીર દહીંવડાં
૩. ભૂમિકા મિનેશ શાહ (કાંદિવલી), બુર્જ ખલીફા બર્ગર વિથ ગુજરાતી ટ્વિસ્ટ
૪. દિશા નીતિન ઉદેશી (કાલબાદેવી રોડ), કૉર્ન ડ્યુએટ
૫. નલિની મનુભાઈ પુજારા (વિલે પાર્લે), ઍટમ બૉમ્બ પૅટીસ
૬. ગીતા દીપક પટેલ (થાણે), નો બ્રેડ મેક્સિકન સૅન્ડવિચ
૭. ભાવના મુકેશ નંદુ (ડોમ્બિવલી), નટ્ટી હાર્ટ્સ
૮. હેતલ આશિષ શાહ (ઘાટકોપર), આલુ પનીર બર્ડ નેસ્ટ
૯. પ્રણાલી હર્ષદ વરિયા (ઘાટકોપર), કૅનેલોની પાસ્તા વિથ મૅન્ગો મોઇતો
૧૦. તરુલતા કિશોર ભટ્ટ (બોરીવલી), મેલ્ટિંગ મૂવમેન્ટ
૧૧. ચેતના હેમંત પરીખ (બોરીવલી), ચીમની કેક
૧૨. પુનિતા શિરીષ શેઠ (કાંદિવલી), રોઝ કસ્ટર્ડ વિથ સ્ટ્રૉબેરી જેલી
૧૩. ડૉ. ઇન્દિરા કિશોર દોશી (ઘાટકોપર), ઇન્સ્ટન્ટ બ્રેડ ચૉકલેટ ડિલાઇટ
૧૪. વિભા પીયૂષ દેઢિયા (કાંદિવલી), હેલ્ધી કમલમ રવા મફીન્સ
૧૫. વૃત્તિ હિતેન રાયચના (સી વુડ્સ), દહીંની આઇસક્રીમ
૧૬. છાયા પ્રકાશ ઓઝા (બોરીવલી), મલ્ટિગ્રેન ફોકાશિયા બ્રેડ
૧૭. જુઈ મુકેશ રાઠોડ (કલ્યાણ), સમર સ્પેશ્યલ મૅન્ગો પ્રેફે
૧૮. કલ્પના વિનોદ ચંદન (ઘાટકોપર), કિનોવા ઓટ્સ ઢોસા વિથ પનીર સ્ટફિંગ
૧૯. મીના બિપિન વધાણ (ચીરાબઝાર), સ્ટફ્ડ પનીર હાંડવો
૨૦. જ્યોતિ રાકેશ વીરા (ભાઈંદર), હેલ્ધી સ્ટફ્ડ મુંગદાલ પૂડલા
૨૧. કાજલ ડોડિયા (અંધેરી), એન્ચિલાડાસ
૨૨. હર્ષા નીતિન મહેતા (સાંતાક્રુઝ), કાળા જાંબુનું સોરબે
૨૩. જયનમ કાન્તિ દેઢિયા (પુણે), ફલાફલ ફ્લૅટ બ્રેડ
૨૪. મોનિકા જૈન (બોરીવલી), ચિલી પટૅટો શેઝવાન
૨૫. રીમા દીપક હરસોરા (ગ્રાન્ટ રોડ), સ્ટફ્ડ લિચી રબડી
૨૬. શિલ્પા જતીન ખેતાની (મલાડ), દેશી પાલક સુશી
૨૭. નીલિમા હિમાંશુ પોપટ (વિલે પાર્લે), ચીઝી ખીચુ પીત્ઝા
૨૮. રૂપાલી નરેશ વીસરિયા કાંદિવલી), રોટી વેજી સૅન્ડવિચ અને ચિયા વૉટરમેલન મોઇતો

life and style mumbai food indian food Gujarati food